ભારતનું પ્રતિનિધિત્વ કરનાર ગુજરાતના આ ખેલાડી, સરકાર પાસે માગી મદદ

અરવલ્લી જિલ્લામાં આવો જ એક ખેલાડી બાબુભાઇ પનોચા જે દેશ માટે કંઇક કરવાની ક્ષમતા રાખે છે અને તે હાલ પોતાની ક્ષમતા પર 2020માં જાપાનમાં યોજાનાર ઓલિમ્પિક માટે તૈયારી કરી રહ્યો છે.

ભારતનું પ્રતિનિધિત્વ કરનાર ગુજરાતના આ ખેલાડી, સરકાર પાસે માગી મદદ

સમીર બલોચ, અરવલ્લી: દરેક ખેલાડીને તેની એક ઇચ્છા હયો છે કે, તે ઓલિમ્પિકમાં રમે અને દેશ માટે ગોલ્ડ જીતી દેશ તેમજ રાજ્યનું નામ રોશન કરે. પરંતુ અરવલ્લી જિલ્લામાં આવો જ એક ખેલાડી છે જે દેશ માટે કંઇક કરવાની ક્ષમતા રાખે છે અને તે હાલ પોતાની ક્ષમતા પર 2020માં જાપાનમાં યોજાનાર ઓલિમ્પિક માટે તૈયારી કરી રહ્યો છે. પરંતુ મેદાનના અભાવે તેમજ તંત્રની મદદ વિના અશ્કય છે.

આવા જ ખેલાડી છે બાબુભાઇ પનોચા, જે એકમાત્ર રેસ વોકિંગનો ખેલાડી છે. રેસ વોકિંગ અંગે જ્યારે કોઇ જાણતું નોહતું તેવામાં બાબુભાઇએ રાજ્ય તેમજ દેશનું પ્રતિનિધિત્વ કરવાની શરૂઆત કરી હતી. હાલમાં બાબુભાઇ 20 કિલોમીટરમાં રેસ વોકિંગના ખેલાડી છે. 23 વર્ષ આર્મીમાં ફરજ બજાવ્યા બાદ પણ તેનામાં જુસ્સો આજે પણ યથાવત છે અને દેશને રેસ વોકિંગમાં ગોલ્ડ મેડલ અપાવવા માટે આજે પણ મક્કમ મનોબળ ધરાવે છે.

બાબુભાઇએ વર્ષ 2000માં રેસ વોકિંગની શરૂઆત કરી હતી અને અથાગ મહેનત બાદ તમણે વર્ષ 2007માં સફળતા મળી હતી. 2007માં હૈદરાબાદ ખાતે આયોજિત રેસ વોકિંગ નેશનલ લેવલ સ્પર્ધામાં તેમણે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ તેઓ પીડિયાની બિમારીમાં સપડાયા હતા. જો કે ત્યારબાદ તેમણે હિંમત ન હારી અને પછી 20 કિલોમીટરની સ્પર્ધામાં તેમની મહેનત ચાલું રાખી હતી. 2007માં કોલકાત્તા ખાતે નેશનલ કક્ષાએ તેમણે સિલ્વર મેડલ મેળવ્યું હતું. બાબુભાઇ ત્યાં ન અટક્યા અને સફળતાનું ચઢાણ યથાવત રાખતા તેમણે ભારતીય ટીમમાં જોડાયા અને ભોપાલમાં યોજાયેલ સિનિયર એથ્લેટિક ચેમ્પિયન શિપમાં તેઓએ 20 કિલોમીટરની રેસમાં નેશનલ રેકોર્ડ બનાવ્યો હતો.

અથાગ મહેન બાદ તેઓને એક મોટી સફળતા મળી અને જમશેદપુરમાં ઓલિમ્પિકના ક્વોલિફાય રાઉન્ડમાં સફળતા મળી હતી. ત્યારબાદ તેઓ લંડનમાં ત્રણ મહિની તાલિમ માટે ગયા હતા. પણ સફળતા મળી ન હતી. જો કે હાલ તેઓ 2020માં યોજાવનારી ઓલિમ્પિકની તૈયારીઓ જોરશોરથી કરી રહ્યાં છે. જો કે, ગ્રાઉન્ડ અને જિમ્નાસ્ટિક સહિતની સુવિધાઓ અભાવે તેઓ ગામ તેમજ રસ્તાઓ પર દોડીને પ્રક્ટિસ કરતા જોવા મળી રહ્યાં છે. તેમજ આ રમત માટે નવા જે સૂઝ હોવા જોઇએ તે પણ તેમની પાસે નથી. તો સરકાર દ્વારા તેમને કોચ સહિતની સુવિધાઓ પુરી પડવામાં આવે તેવી માંગ છે.

બાબુભાઇની સફળતાની નોંધ વિશ્વના અનેક અખબારોએ લીધી છે અને ગૂગલમાં બાબુભાઇ પનોચા સર્ચ કરતાની સાથે અનેક જાણકારીઓ ઉપલબ્ધ થયા છે. એટલું જ નહીં તેમનું રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનેક પ્રમાણપત્રોથી સન્માન કરવામાં આવ્યું છે. બાબુભાઇ પાસે અનેક પ્રમાણપત્રો જોવા મળી રહ્યાં છે. સ્થાનિક લોકોને પણ આશા છે કે બાબુભાઇમાં દેશ માટે કંઇક કરી બતાવવાની ક્ષમતા હોવાનું જણાવી રહ્યાં છે.

દિન પ્રતિદીન ઓલિમ્પિક સહિત એશિયન ગેમ્સમાં ભારતનું પ્રદર્શન ઉત્કષ્ઠ જોવા મળી રહ્યું છે અને તેમાં પણ આવા અંતરિયાળ વિસ્તારના ખેલાડીઓ ખૂબ જ ઉમદા દેખાવ રમતોત્સવમાં કરી રહ્યાં છે. ત્યારે અરવલ્લી જિલ્લાના આ રિટાયર્ડ આર્મીના ખેલાડીને વહીવટી તંત્ર દ્વારા સુવિધાઓ મળી રહે તેવો પ્રયાસ કરવામાં આવશે. પણ હજુ તેમને વધુ પ્રોત્સાહન તેમજ માર્ગદર્શન મળી રહે તો, વિશ્વમાં ભારત અને તેમાં ગુજરાતનું નામ રોશન કરવાની શક્તિ ગુજ્જૂ ખેલાડીઓમાં રહેલી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news