Banaskantha: દાંતાનાં રાજવી મહારાણા મહીપેન્દ્રસિંહજી પરમારનું નિધન, CMએ પાઠવ્યો શોક સંદેશ

દાંતાનાં રાજવી મહારાણા સાહેબ મહીપેન્દ્રસિંહજી પૃથ્વીરાજસિંહજી પરમારનાં દુઃખદ અવસાનથી પરિવાર અને લોકોમાં ભારે દુ:ખની લાગણી છવાઈ છે. મહારાણા સાહેબ મહીપેન્દ્રસિંહજી દાંતા રાજવી પરિવારના મુરબ્બી હતા.

Banaskantha: દાંતાનાં રાજવી મહારાણા મહીપેન્દ્રસિંહજી પરમારનું નિધન, CMએ પાઠવ્યો શોક સંદેશ

બનાસકાંઠા: દાંતા સ્ટેટના રાજવી મહારાણા મહીપેન્દ્રસિંહજી પરમારનું નિધન થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. દાંતાનાં રાજવી મહારાણા સાહેબ મહીપેન્દ્રસિંહજી પૃથ્વીરાજસિંહજી પરમારનાં દુઃખદ અવસાનથી પરિવાર અને લોકોમાં ભારે દુ:ખની લાગણી છવાઈ છે. મહારાણા સાહેબ મહીપેન્દ્રસિંહજી દાંતા રાજવી પરિવારના મુરબ્બી હતા. સ્ટેટ ઓફ દાંતાના રાજવી મહારાણા મહિપેન્દ્રસિંહજીની અંતિમ યાત્રા સોમવારે યોજાશે.

— Bhupendra Patel (@Bhupendrapbjp) July 16, 2023

દાંતાનાં રાજવી મહારાણા મહીપેન્દ્રસિંહજી પરમારનું નિધન થતાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોક સંદેશ પાઠવ્યો છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, દાંતાનાં રાજવી મહારાણા સાહેબ શ્રી મહીપેન્દ્રસિંહજી પૃથ્વીરાજસિંહજી પરમારના નિધન પર શોકની લાગણી અનુભવું છું. ઈશ્વર તેમના દિવ્ય આત્માને પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news