વર્લ્ડકપમાં અફવાઓથી દૂર રહેજો, ફેક મેસજ કરવા પર પોલીસ લેશે આ એક્શન

Ahmedabad Police : વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈને અમદાવાદમાં પોલીસનો જડબેસલાક બંદોબસ્ત... સોશિયલ મીડિયા પર સાયબર સેલની બાજ નજર... સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક ટિપ્પણી કે અફવા ફેલાવનારા સામે થશે કડક કાર્યવાહી... 

વર્લ્ડકપમાં અફવાઓથી દૂર રહેજો, ફેક મેસજ કરવા પર પોલીસ લેશે આ એક્શન

Fake Messages For World Cup Final 2023 : ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે વર્લ્ડ કપનો મહા સંગ્રામ છે. બે વખતના વર્લ્ડ ચેમ્પિયન Vs 5 વખતના વર્લ્ડ ચેમ્પિયન આજે સામસામે ટકરાશે. વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે બંને ટીમ મેદાનમાં ઉતરશે. દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં સૌથી રોમાંચક મુકાબલો આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ભારત પાસે ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનો અવસર છે. ટીમ ઈન્ડિયાના ધરખમ બેટિંગ અને બોલિંગની આજે અગ્નિ પરીક્ષા છે. તો રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાની કસોટી છે. ભારત પાસે સતત 11 વિજય મેળવવાની ગોલ્ડન તક છે. 1.32 લાખ પ્રેક્ષકોની વચ્ચે આજે બ્લોકબસ્ટર મેચ યોજાશે. ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ તાકાતનો જંગ છે. દુનિયાભરના કરોડો ચાહકો ક્રિકેટનો રોમાંચ નિહાળશે. ત્યારે પ્રેક્ષક અને ફેન તરીકે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે. આજે સોશિયલ મીડિયા પર સાયબર સેલની બાજ નજર રહેશે. સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક ટિપ્પણી કે અફવા ફેલાવનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. 

ઉશ્કેરણીજનક ટિપ્પણી ન કરવા સૂચના
વિશ્વકપ ફાઇનલને લઇને અમદાવાદ પોલીસ સતર્ક બની છે. સોશિયલ મિડીયામાં ઉશ્કેરણીજનક પોસ્ટ વાયરલ કરનાર પર ચાંપતી નજર રહેશે. વર્લ્ડ કપ ફાઈનલ મેચને લઈને અમદાવાદ પોલીસે જાહેર કર્યું કે, સોશિયલ મીડિયા પર પણ પોલીસની બાજ નજર રહેશે. સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક ટિપ્પણી ન કરવા સૂચના અપાઈ છે. તેમજ ગેરકાયદે પ્રવૃતિ અને અફવા ફેલાવનાર સામે પણ કડક કાર્યવાહી કરાશે. સાયબર સેલ સતત સોશિયલ મીડિયા પર આજે સતત નજર રાખી રહ્યું છે. 

 

વિશ્વની બે વર્લ્ડ ચેમ્પિયન વચ્ચે કાંટે કી ટક્કર
ઉલ્લેખનીય છે કે, વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ... વિશ્વની સૌથી મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ... અને વિશ્વની બે વર્લ્ડ ચેમ્પિયન વચ્ચે કાંટે કી ટક્કર.... વાત થઈ રહી છે અમદાવાદમાં રમાનાર વર્લ્ડ કપ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલની... અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં બપોરે 2ના ટકોરે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ ટાઈટલ જીતવાના ઈરાદાથી મેદાનમાં ઉતરશે. સ્ટેડિયમમાં હાજર 1.32 લાખ પ્રેક્ષકો અને આખી દુનિયામાં પોતાના ઘર, હોટલ, રિસોર્ટમાં કરોડો ફેન્સની ઈંતઝારી વચ્ચે બ્લોક બસ્ટર મહામુકાબલાની શરૂઆત થશે. ભારત માટે આ વખતે વર્લ્ડ કપ જીતવાની ગોલ્ડન તક છે. કેમ કે ભારતે વર્લ્ડ કપની તમામ 10 મેચ જીતીને શાનદાર દેખાવ કર્યો છે. તો ટીમના તમામ બોલર્સ અને બેટ્સમેન ધુંઆધાર ફોર્મમાં છે. જે પ્રમાણે અત્યાર સુધી ભારતીય ટીમે પ્રદર્શન કર્યું છે તેવું પ્રદર્શન આ મેચમાં કરશે તો 1983, 2011 અને હવે 2023નો વર્લ્ડ કપ ભારતના નામે નોંધાઈ જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news