ભાવનગરમાં મોટા ઘરના સગીર નબીરાએ પોતાના જન્મદિને અકસ્માત સર્જ્યો, અનેક વાહનોને કચડ્યા

Bhavnagar Hit And Run : ભાવનગરમાં નબીરાએ ઓવર સ્પીડમાં કાર ચલાવીને 5થી 6 વાહનોને લીધા અડફેટે.. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા,,,, સ્થાનિકોએ કારચાલકને પકડીને પોલીસને સોંપ્યો

ભાવનગરમાં મોટા ઘરના સગીર નબીરાએ પોતાના જન્મદિને અકસ્માત સર્જ્યો, અનેક વાહનોને કચડ્યા

Tathya Patel Accident : આ વર્ષે અમદાવાદમાં થયેલ તથ્ય પટેલના જેગુઆર કારનો અકસ્માત ક્યારેય ભૂલાય તેમ નથી. મોટા બાપના દીકરા તથ્ય પટેલે જેગુઆર કાર નીચે 9 લોકોને કચડ્યા હતા. ત્યારે ભાવનગરમાં પણ આવો જ એક બનાવ આજે બન્યો. જે કુમળી વયના સગીરાઓને વાહનો પકડાવી દેતા માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો છે. ભાવનગર શહેરના દેસાઈનગર વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં માત્ર 16 વર્ષીય સગીરે જન્મદિવસની ઉજવણી માટે લાવેલ સ્કોર્પિયો કાર ચલાવી અકસ્માત સર્જ્યો હતો. આ સગીરે પણ તથ્ય પટેલની જેમ કાર હંકારીને અનેક લોકોને અડફેટે લીધા હતા. 

સગીર વયના કિશોરોને વાહન ચલાવવા આપવું ગુનો છે. છતા કેટલાક માતાપિતા દેખાદેખીમાં પોતાના સગીર સંતાનોને વાહનો પકડાવી દે છે. ભાવનગરમાં એક 16 વર્ષના સગીરને તેના માતાપિતાએ તેના જન્મદિવસે સ્કોર્પિયો કાર ચલાવવા આપી હતી. જેનુ પરિણામ તથ્ય પટેલ જેવું જ આવ્યું. સગીરે સ્કોર્પિયો કાર ઓવર સ્પીડે ચલાવી 5 થી 6 વાહન સહિત લોકોને અડફેટે લીધા હતા. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) November 5, 2023

 

જન્મદિવસ પર રૌફ જમાવવા સગીર સ્કોર્પિયો કારમાં પોતાના મિત્રોને લઈને નીકળ્યો હતો. પરંતુ તેણે અનેક ગાડીઓને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. બનાવ બાદ સ્કોર્પિયો ગાડી સાથે ભાગી રહેલ સગીર અને તેના મિત્રોને સ્થાનિક લોકોએ પકડી પોલીસને સોંપી દીધા હતા. જન્મદિવસ ઉજવવાની ઘેલછામાં રોલા પાડવા નીકળેલ સગીર અને તેના મિત્રોએ અનેક લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. જોકે ઘટનામાં કોઈ જાનહાનિ નથી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news