શિકારી ખુદ યહા શિકાર હો ગયા! રાજકોટમાં કરોડોનું ફૂલેકું ફેલાવનારનું અમદાવાદમાં અપહરણ, થયો મોટો ખુલાસો

રાજકોટમાં કરોડોનું ફૂલેકું ફેરવનાર પ્રદીપ ડવેરાનું અમદાવાદમાંથી તેના જૂના ભાગીદારે અપહરણ કરાવ્યું હતું. જે મામલે રાજકોટ અને અમદાવાદનાં કુલ 7 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.

શિકારી ખુદ યહા શિકાર હો ગયા! રાજકોટમાં કરોડોનું ફૂલેકું ફેલાવનારનું અમદાવાદમાં અપહરણ, થયો મોટો ખુલાસો

ઉદય રંજન/અમદાવાદ: રાજકોટમાં કરોડોનું ફૂલેકું ફેરવનાર પ્રદીપ ડાવેરાના અપહરણ મામલે બોપલ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જોકે તપાસ દરમિયાન હકીકત સામે આવી કે અપહરણ અને ખંડણીની બાતમી દુબઈથી આવી હતી. જે બાદ 6 લોકોએ અપહરણ કરી 10 કરોડની ખંડણી માંગી હતી. જે અંગે ફરિયાદ નોંધાતા બોપલ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

પ્રદીપ ડાવેરાનું અપહરણ કરી 10 કરોડની માંગી હતી ખંડણી 
અમદાવાદ બોપલ પોલીસની કસ્ટડીમાં રહેલા આ ચાર આરોપીના નામ પ્રકાશ ભરવાડ, ભુપત ભરવાડ, શૈલેષ ભરવાડ અને કાંતિલાલ ભેસદડીયા છે. આ ચાર આરોપીઓએ 19 તારીખના રોજ મૂળ રાજકોટના રહેવાસી અને અમદાવાદ સારવાર માટે આવેલા પ્રદીપ ડાવેરાનું અપહરણ કરી દંતાલી પાસે અવાવરું જગ્યાએ લઈ જઈ ગાંધી રાખી 10 કરોડની ખંડણી માંગી હતી. જે ખંડણીની જવાબદારી પ્રદીપના મિત્ર સાગર કુઘસીયાએ પૈસાની જવાબદારી  સ્વીકારતા તેનો છુટકારો થયો હતો. જે બાદ 26 તારીખે બોપલ પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાઈ હતી. જે ગુનામાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જોકે અન્ય ત્રણ ફરાર આરોપી ઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે..

કરોડોનું ફૂલેકું ફેરવી આરોપીઓ ફરાર થઈ ગયા
અપહરણ અને ખંડણીના ગુનામા અપહરણ કરનાર આરોપીઓની ધરપકડ થતા પૂછપરછમાં આ ગુનાના અન્ય ત્રણ આરોપી સુરેશ ઉર્ફે ભૂરો જોગાવા, રામભાઈ ભરવાડ અને મોનીલ નાકરાણીની સંડોવણી સામે આવી છે. જેમાં મોનિલે દુબઈથી પ્રદીપનું અપહરણ કરી રૂપિયા માંગવાની ટીપ સુરેશ ઉર્ફે ભુરો જોગાવા ને આપી હતી. જે બાદ તમામ આરોપીએ ભેગા મળી તેનું અપહરણ કરી ગોંધી રાખી ખંડણી વસૂલવા તેને માર પણ માર્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે ભોગ બનનાર પ્રદીપ, ટીપ આપનાર મોનીલ અને અપહરણ માં સંડોવાયેલ કાંતિભાઈ અગાઉ ભાગીદારો હતા અને 2015માં રાજકોટમાં આશિષ ક્રેડિટ સોસાયટી શરૂ કરી હતી. જે કોરોનામાં બંધ થતા કરોડોનું ફૂલેકું ફેરવી આરોપીઓ ફરાર થઈ ગયા હતા... જેથી અપહરણ કયા કારણોસર કરવામાં આવ્યું તેની પોલીસ તપાસ કરી રહી છે.

ફરિયાદી અને આરોપી ધરાવે છે ગુનાહિત ઇતિહાસ 
મહત્વનું છે કે ફરિયાદી અને આરોપી તમામ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ફરિયાદી વિરુદ્ધ રાજકોટ અને જામનગરમાં કરોડોનું ફૂલેકું ફેરવવા બદલ ફરિયાદ નોંધાવી હતી. સાથે જ ઝડપાયેલા તથા ફરાર આરોપીઓ વિરુદ્ધ પણ પોલીસ સ્ટેશનમાં ગુના ઓ નોંધાયા છે. અને કાર્યવાહી કરવામાં આવી છે. જો કે હજી સુધી કયા કારણોસર અપહરણ કરવામાં આવ્યું અને ખંડણી માંગવામાં આવી તે હકીકત સામે આવી નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news