કચ્છની 100 સંસ્થાઓ મેઘલાડુ ઉત્સવ ઉજવી મુખ્યમંત્રી રૂપાણીનું આજે સન્માન કરશે, કારણ છે અનોખુ

મેઘરાજાના વ્હાલને વધાવવા માટે ભૂજ સ્વામિનારાયણ મંદિર દ્વારા આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ‘મેઘલાડુ ઉત્સવ’નું ભવ્ય આયોજન કરાયું છે. ત્યારે મુખ્યમંત્રી આ કાર્યક્રમ માટે ભૂજ પહોંચી ગયા છે. 

કચ્છની 100 સંસ્થાઓ મેઘલાડુ ઉત્સવ ઉજવી મુખ્યમંત્રી રૂપાણીનું આજે સન્માન કરશે, કારણ છે અનોખુ

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :છેલ્લા ત્રણ વર્ષથી દુષ્કાળ અને અછતનો સામનો કરતા કચ્છ જિલ્લામાં આ વખતે મેઘરાજાએ મહેર કરી છે. મેઘરાજાની આ મહેરને કારણે કચ્છના 18 લાખ જેટલા પશુઓ પરથી ઘાસચારાનું સંકટ ટળી ગયું છે, અને તેઓને જીવન મળ્યું છે. તો, સારા વરસાદને કારણે ખેતીને પણ જીવતદાન મળી ગયું છે. મેઘરાજાના આ વ્હાલને વધાવવા માટે ભૂજ સ્વામિનારાયણ મંદિર દ્વારા આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ‘મેઘલાડુ ઉત્સવ’નું ભવ્ય આયોજન કરાયું છે. ત્યારે મુખ્યમંત્રી આ કાર્યક્રમ માટે ભૂજ પહોંચી ગયા છે. 

દુષ્કાળ અને અછતના સમયમાં મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ સંવેદનશીલતા દર્શાવીને કચ્છના પશુધનને બચાવવા ઢોરવાડા વહેલા શરૂ કરાવ્યા હતા. તેમજ ઢોરવાડા અને પાંજરાપોળ ગૌશાળાઓને ઉદાર હાથે સબસીડી આપી હતી. જેને પરિણામે કચ્છનું પશુધન મોતના મુખમાં જતા બચી ગયું. સરકારની આ કામગીરીને કચ્છી પ્રજા વતી બિરદાવવામાં આવશે અને સમસ્ત કચ્છી પ્રજા વતી વિજય રૂપાણીનું વિશેષ સન્માન કરવામાં આવશે. ભૂજ મધ્યે આવેલા વિખ્યાત સ્વામીનારાયણ મંદિરના ભવ્ય પરિસરમાં આયોજિત આ મેઘલાડુ રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે. 

આ પ્રસંગે કચ્છની 100થી વધુ સામાજિક સંસ્થાઓ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સન્માન કરીને તેમની દુષ્કાળ સમયની કામગીરીનું ઋણ સ્વીકાર ચૂકવશે. આ પ્રસંગે કચ્છમાં 10 લાખ વૃક્ષોનું વાવેતર કરવાનો સંકલ્પ જાહેર કરાશે, જોકે સંસ્થા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનો પ્રારંભ થઇ ગયો છે તેવું ભૂજ સ્વામીનારાયણ મંદિરના શુકદેવજી સ્વામીએ જણાવ્યું હતું. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news