Asian Games 2018: ઈ-સ્પોર્ટ્સમાં ગુજરાતના કચ્છી યુવાન તીર્થ મહેતાએ જીત્યો બ્રોન્ઝ મેડલ

એશિયન ગેમ્સમાં આ વર્ષે ઈ-સ્પોર્ટ્સનો ઈન્ટ્રોડક્ટરી ગેમ્સ તરીકે સમાવેશ કરાયો છે, હવે પછીની એશિયન ગેમ્સમાં તે નિયમિત ગેમ્સ બની જશે 

Asian Games 2018:  ઈ-સ્પોર્ટ્સમાં ગુજરાતના કચ્છી યુવાન તીર્થ મહેતાએ જીત્યો બ્રોન્ઝ મેડલ

ભૂજઃ એશિયન ગેમ્સમાં પ્રથમ જ વાર સમાવેશ કરાયેલ ઇ-સ્પોર્ટ્સની ડેમો ગેમમાં ગુજરાતના કચ્છી યુવાન તીર્થ મહેતાએ બ્રોન્ઝ મેડલ જીતીને ગુજરાત અને દેશનું ગૌરવ વધાર્યું છે. તીર્થ મહેતાએ ઇ-સ્પોર્ટ્સ એટલે કે કમ્પ્યૂટર ઉપર રમાતી ગેમ ‘હાર્થસ્ટોન’ માં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. "હર્થસ્ટોન"માં ભારતનો નંબર ત્રીજો રહ્યો છે. તીર્થ મહેતા હવે એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યા પછી હવે ૨૦૨૧માં રમાનારી ઓલિમ્પિકમાં ભારત તરફથી રમશે.

નાની ઉંમરે મેળવી મોટી સિદ્ધી
તીર્થ મહેતાએ નાની ઉંમરે મોટી સિદ્ધિ મેળવી છે. ઇન્ડોનેશિયામાં એશિયન ગેમ્સ માં ‘હાર્થસ્ટોન’ ગેમમાં દેશનું પ્રતિનિધિત્વ કરનાર તીર્થ મહેતા એક માત્ર ઇ-સ્પોર્ટ્સ પ્લેયર છે. સાઉથ એશિયા વતી પણ એશિયન ઇ-સ્પોર્ટ્સ ફેડરેશન AESF દ્વારા આયોજિત શ્રીલંકા અને પાકિસ્તાનને હરાવીને ઇ-સ્પોર્ટ્સ ‘હાર્થસ્ટોન’ માં એશિયન ગેમ્સમાં સિલેક્ટ થનાર તીર્થ પ્રથમ ખેલાડી છે. 

એશિયન ગેમ્સમાં તીર્થ મહેતાને ઈન્ડોનેશિયા, વિયેતનામ, જાપાન, હોંગકોંગના અનુભવી ખેલાડીઓ સામે ટક્કર લેવી પડી હતી. તીર્થ મહેતાએ ત્રીજે નંબરે આવીને એશિયન ગેમ્સમાં કાંસ્ય ચંદ્રક મેળવીને કચ્છ, ગુજરાત અને ભારતનું નામ પ્રથમ જ વાર રમાયેલી ઇ-સ્પોર્ટ્સમાં રોશન કર્યું છે.

 

ભુજના તીર્થ મહેતાના માતા ઈલાબેન અંજારીયા મહિલા કલ્યાણ કેન્દ્રમાં ફરજ બજાવે છે. જ્યારે પિતા હિરેન મહેતા સેલ્સ ટેક્સ કચેરીમાંથી નિવૃત થયા પછી એસ્ટેટ બ્રોકરના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news