શાળાઓ કહે એટલી ફી ભરવી પડશે વાલીઓએ : ભુપેન્દ્ર સિંહ ચુડાસમા

આજે ગુજરાતના શિક્ષણમંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ ફી નિયમન કાયદા મામલે ચાલી રહેલા વિવાદમાં મહત્વની જાહેરાત કરી છે

શાળાઓ કહે એટલી ફી ભરવી પડશે વાલીઓએ : ભુપેન્દ્ર સિંહ ચુડાસમા

અમદાવાદ : આજે ગુજરાતના શિક્ષણમંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ ફી નિયમન કાયદા મામલે ચાલી રહેલા વિવાદમાં મહત્વની જાહેરાત કરી છે કે અત્યારે શાળા નક્કી કરે એ પ્રમાણે વાલીઓએ  ફી ભરવી પડશે. શિક્ષણમંત્રીએ નિવેદન આપતા જણાવ્યું છે કે ફી રેગ્યુલેશન કમિટી (FRC) નક્કી ન કરે ત્યાં સુધી શાળાના નિર્ણયને માન આપવું પડશે. ભુપેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે આ મામલે સુપ્રીમમાં હવે 3-4 એપ્રિલે હિયરિંગ છે જેમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે અને હાલમાં ફી વધારવા માટે 860 પ્રપોઝલ મળી છે. 

શિક્ષણ મંત્રી ભૂપેંદ્ર સિંહ ચૂડાસમાએ ફી નિયમનને લઇને આજે ફી માટેના કટઓફ જાહેર કર્યા હતા. જેમાં માધ્યમિક અને પૂર્વ માધ્યમિક શાળાઓની જૂની ફી 15 હજાર યથાવત રાખી છે જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે 25,000 હજાર યથાવત રાખી છે. જ્યારે ઉચ્ચતર માધ્યમિકમાં વિજ્ઞાન પ્રવાહની ફીને 27 હજારના બદલે વધારો કરીને  30 હજાર કરવામાં આવી છે.

ગત વર્ષે વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાજ્ય સરકારે ફી નિયમન વિધેયક લાગુ કરીને ફી નિર્ધારણ સમિતિ બનાવી હતી. જેની વિરુદ્ધ ખાનગી શાળા સંચાલકો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે તેમની અરજીને ફગાવી દેતા સરકારે નિમેલી ફી નિર્ધારણ સમિતિને બંધારણીય ગણાવી હતી. જેના કારણે ખાનગી શાળા સંચાલકોને મોટો ઝટકો લાગ્યો હતો. જોકે શાળા સંચાલકોએ હાઈકોર્ટના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news