ગુજરાતમાં પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર, જાહેર થયા નવા નિયમો, ફટાફટ જાણી લેજો!

લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. લોકરક્ષકની ભરતી અંતર્ગત લેવાતી શારીરિક કસોટીમાં હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ ગુણ આપવાના રહેશે નહિ. 

ગુજરાતમાં પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર, જાહેર થયા નવા નિયમો, ફટાફટ જાણી લેજો!

Gujarat Police: સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા રાજ્યના યુવાનો માટે રાજ્ય સરકારે લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પધ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી. તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા. જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ ગુણ રહેશે નહિ. 

પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાને લેવામાં આવતું હતું જે હવે રદ્ કરવામાં આવ્યુ છે. આમ, શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલીફાઈંગ રહેશે તેના કોઈ ગુણ આપવાના રહેશે નહિ અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો ત્યારબાદની OBJECTIVE MCQ TESTમાં ભાગ લઈ શકશે.

અગાઉ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની બે કલાકની અને ૧૦૦ ગુણની MCQ TEST લેવામાં આવતી હતી. તેના બદલે હવે ૨૦૦ ગુણનું ૩ કલાકનું OBJECTIVE MCQ TESTનું એક જ પેપર લેવામાં આવશે. આ પેપર ભાગ-A અને ભાગ-B એમ બે ભાગમાં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણ ફરજિયાત લાવાના રહેશે. 

જુના પરીક્ષા નિયમોના વિષયો પૈકી સાયકોલોજી, સોશ્યોલોજી,  આઈ.પી.સી., સી.આર.પી.સી., એવીડન્સ એક્ટ જેવા વિષયો રદ્ કરીને નીચે મુજબના મુખ્ય વિષયો રાખવામાં આવ્યા છે.  

No description available.

પહેલા લોકરક્ષકની ભરતીમાં ફક્ત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી કરેલા કોર્ષ માટે જ ઉમેદવારોને વધારાના ગુણ આપવામાં આવતા હતા. જેમાં પણ ઉમેરો કરીને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્ષ માટે વધારાના ગુણ આપવામાં આવશે અને આ ગુણ પરિણામના આધારે નહિ પરંતુ કોર્ષના સમયગાળા (Duration)ના આધારે નીચે મુજબ આપવામાં આવશે.  

No description available.

આખરી પસંદગી યાદી OBJECTIVE MCQ TEST અને વધારાના ગુણના આધારે  તૈયાર કરવામાં આવશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

breaking newsgujaratGujarati Newsimportant newsPolice RecruitmentLRD exam patternknow quicklyAhmedabadGujarat high courtpolicemen of Gujarathigh courtGujarat GovtOrder to fill vacancyપોલીસકર્મીપોલીસકર્મીને લઈ મહત્વના સમાચારગુજરાત હાઇકોર્ટપોલીસ ભરતીપોલીસ ભરતી અંગે સરકારને આદેશકેટલા પોલીસકર્મીઓની ભરતી કરી?હાઇકોર્ટનો આદેશપોલીસકર્મીઓ મુ્દે હાઈકોર્ટે લીધો સુઓમોટોyear 2023new recruitmentPoliceplannedgujarat governmentવર્ષ 2023વર્ષ 2023માં પોલીસમાં નવી ભરતી12થી 13 હજાર જગ્યાઓ માટે ભરતીગૃહમંત્રીની સૂચનાનવી ભરતી માટે નવા નિયમોભરતી પ્રક્રિયાના નવા નિયમોકમિટીનું ગઠનભરતી પ્રક્રિયાયુવાઓ માટે સારા સમાચારયુવાઓ માટે ખુશખબરપોલીસ ભરતી 2023ને લઈને મોટા સમાચાર Gujarati NewsLocalHasmukh PatelGujarat Police Bhartigujarat policeગુજરાત પોલીસ ભરતીહસમુખ પટેલપોલીસ ભરતી બોર્ડગુજરાતી સમાચારગુજરાતી ન્યૂઝગુજરાતી અપડેટGati SamacharGujarati Update

Trending news