જુનિયર-સિનિયર ક્લાર્કની પરીક્ષા અંગે મોટા અપડેટ, હાલ નહિ લેવાય પરીક્ષા

Junior Clerk Exam News : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાતમાં લેવામાં આવનાર જૂનિયર ને સિનિયર ક્લાર્કની પરીક્ષા મતદાનને કારણે સ્થતિગ કરાઈ છે, કોલ લેટર જાહેર કરીને પરીક્ષા સ્થગિત કરાતા ઉમેદવારો નિરાશ થયા 

જુનિયર-સિનિયર ક્લાર્કની પરીક્ષા અંગે મોટા અપડેટ, હાલ નહિ લેવાય પરીક્ષા

Junior Clerk Exam Call Letter : ગુજરાત પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની ભરતી માટે કોલ લેટર જાહેર કરી દેવાયા છે. ત્યારે સરકારી ભરતીની પરીક્ષા અંગે મોટા અપડેટ સામે આવ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત કરાઈ કે, જુનિયર/ સિનિયર ક્લાર્કની પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે. ચૂંટણીના કારણે પરીક્ષા સ્થગિત કરાઈ છે. હવે પરીક્ષાની નવી તારીખ મતદાન બાદમાં જાહેર કરવામાં આવશે. ત્યારે મંડળની જાહરેાતથી પરીક્ષામાં બેસનારા ઉમેદવારો નિરાશ થયા છે. 

મતદાન બાદ લેવાશે પરીક્ષા
ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે માહિતી આપતા જણાવ્યું કે, સરકારી ભરતી માટે જુનિયર-સિનિયર ક્લાર્કની પરીક્ષા સ્થગિત કરવામાં આવી હતી. તારીખ 20, 21, 27 અને 28 એપ્રિલના રોજ લેવામાં આવનાર પરીક્ષા હાલ સ્થગિત કરાઈ છે. સાથે જ 4 અને 5 મેના રોજ લેવાનાર પરીક્ષા પણ સ્થગિત કરાઈ છે. ચૂંટણીની આચારસંહિતાના કારણે પરીક્ષા સ્થગિત કરાઈ છે. જોકે, મતદાન દિવસ બાદ પરિક્ષા ફરી લેવામાં આવશે. 

નવા કોલ લેટર બનાવાશે
તેમણે વધુમાં કહ્યું કે, જોકે અત્યારસુધી લેવાયેલી પરીક્ષા યથાવત રહેશે. આજના દિવસની પરીક્ષા પણ યથાવત રહેશે. માત્ર આવતીકાલથી મતદાન સુધીની પરીક્ષાઓ મોકુફ રાખવાનો નિર્ણય લેવાય છે. મતદાન દિવસ બાદની પરીક્ષાઓ પણ યથાવત રહેશે. મતદાન બાદ ચૂંટણી પંચની મંજૂરી લઈને સ્થતિગત કરાયેલી પરીક્ષાઓ લેવાશે. મોકુફ રહેલી તારીખના ઉમેદવારો માટે નવો કોલ લેટર બનાવાશે. તેમજ નવી તારીખો પાછળથી જાહેર કરવામાં આવશે. લગભગ તો ચૂંટણી પંચની મંજૂરી બાદ નવી તારીખ જાહેર કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે, ગ્રુપ A અને ગ્રુપ Bના પદો પર ભરતી માટે CCE 2024 પરીક્ષા 1 એપ્રિલથી 8 મે 2024 સુધી આયોજિત કરાઈ હતી. ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત આશરે 22 કેડરમાં ભરતી કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે હવે ગુજરાત પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની ભરતી માટે કોલ લેટર જાહેર કરી દેવાયા હતા. તેમજ પરીક્ષા આપવા માંગતા ઉમેદવારોએ પોટર્લ પર જઈને કોલ લેટર ડાઉનલોડ કરવાની સલાહ અપાઈ હતી. ત્યારે કોલ લેટર જાહેર કરાયા બાદ હવે પરીક્ષા સ્થગિત કરવાની જાહેરાત થતા ઉમેદવારો નિરાશ થયા છે. પરીક્ષાર્થી આ એક્ઝામથી જોડાયેલી માહિતી મેળવવા માટે સત્તાવાર વેબસાઈટ પર વિઝિટ કરી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news