ભાજપ દ્વારા રાજ્યોના ચૂંટણી પ્રભારીની જાહેરાત, ઝડફિયાને સોપાઇ યુપીની કમાન

આગામી લોકસભાની ચૂંટણીને લઇને ભાજપે પૂર્વ તૈયારી કરી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે લાકસભાની ચૂંટણીને લઇને અલગ-અલગ રાજ્યોના લોકસભા ચૂંટણી પ્રભારી અને સહ પ્રભારીની નિમણૂક કરવામાં આવી છે. જેમાં ગુજરાતના ગોરધન ઝડફિયાને ઉત્તરપ્રદેશના પ્રભારીની જવાબદારી સોપવામાં આવી છે. 

ભાજપ દ્વારા રાજ્યોના ચૂંટણી પ્રભારીની જાહેરાત, ઝડફિયાને સોપાઇ યુપીની કમાન

હિતેન વિઠલાણી/દિલ્હી: આગામી લોકસભાની ચૂંટણીને લઇને ભાજપે પૂર્વ તૈયારી કરી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે લાકસભાની ચૂંટણીને લઇને અલગ-અલગ રાજ્યોના લોકસભા ચૂંટણી પ્રભારી અને સહ પ્રભારીની નિમણૂક કરવામાં આવી છે. જેમાં ગુજરાતના ગોરધન ઝડફિયાને ઉત્તરપ્રદેશના પ્રભારીની જવાબદારી સોપવામાં આવી છે. 

આ સિવાય અનેક રાજ્યોના પ્રભારીની પણ નિમણૂક કરવામાં આવી છે. જેમાં ગુજરતાના પ્રભારી તરીકે ઓમ માથૂરની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે રાજસ્થાનના પ્રભારી તરીકે પ્રકાશ ઝાવડેકર અને સુધાશું ત્રિવેદીની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે મધ્ય પ્રદેશના પ્રબારી તરીકે સ્વતંત્ર દેવ સિંહ અને સતીશ ઉપાધ્યાયની નિમણૂક કરવામાં આવી છે.  મહત્વનું છે, છેલ્લા કેટલાક સમયથી પક્ષ માટે અંદરખાને કામ કરી રહેલા ગોરધન ઝડફિયાને ઉત્તર પ્રદેશની મહત્વની જવાબદારી આપવામાં આવી છે.

ક્યાં રાજ્યમાં કોની નિમણૂક કરવામાં આવી તે અંગેનું લીસ્ટ

List.jpg

નોધનીય છે, કે પૂર્વ લોકસભાની ચૂંટણીમાં પણ ઉત્તર પ્રદેશની જવાબદારી હાલના ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને સોપવામાં આવી હતી. અને ત્યાંથી સારૂ પરિણામ મળ્યું હતું. માટે આ લોકસભાની ચૂંટણીમાં પણ ઉત્તર પ્રદેશની જવાબદારી ગોરધન ઝડફિયાને આપવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. મહત્વનું છે, કે ગોરધન ઝડફિયા પ્રધાનમંત્રી મોદી જ્યારે મુખ્યમંત્રી હતા તે દરમિયાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, અને કેશુભાઇ જેવા દિગ્ગજ નેતાઓ સાથે કામ કરી ચૂક્યા છે. અને હવે પક્ષ દ્વારા ફરી તેમના પર વિશ્વાસ મુકીને ગોરધન ઝડફિયાને ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપવામાં આવી છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news