ધોરણ-12ની સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ ખાસ નોંધી લે આ સૂચના, 2 પેપરની તારીખો બદલાઈ

હાલ રાજ્યભરના વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષાની તૈયારીઓમાં લાગી ગયા છે. આ માટે ગત મહિને જ કેલેન્ડર પણ જાહેર કરી દેવાયું હતુ. ત્યારે હવે ધોરણ-12ના સામાન્ય પ્રવાહના બે પેપરની તારીખોમાં ફેરબદલ કરાયો છે. 

ધોરણ-12ની સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ ખાસ નોંધી લે આ સૂચના, 2 પેપરની તારીખો બદલાઈ

હિતલ પારેખ/ગાંધીનગર : હાલ રાજ્યભરના વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષાની તૈયારીઓમાં લાગી ગયા છે. આ માટે ગત મહિને જ કેલેન્ડર પણ જાહેર કરી દેવાયું હતુ. ત્યારે હવે ધોરણ-12ના સામાન્ય પ્રવાહના બે પેપરની તારીખોમાં ફેરબદલ કરાયો છે. 

ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાની તારીખોમાં માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અંશત: ફેરફાર કરાયો છે. 8 માર્ચે લેનારી તત્વજ્ઞાનની પરીક્ષા 9 માર્ચે લેવાશે. જ્યારે 9 માર્ચની આંડકાશાસ્ત્રની પરીક્ષા હવે 8 માર્ચે લેવાનો નિર્ણય લેવાયો છે. શિક્ષણબોર્ડનો દાવો છે કે વિદ્યાર્થીઓની સરળતા માટે આ નિર્ણય લેવાયો છે. ત્યારે પરીક્ષાની તારીખોમાં ફેરફાર થતાં શિક્ષણ બોર્ડ દ્વારા તમામ શાળા, શિક્ષકો અને વિદ્યાર્થીઓને આ અંગે જાણ કરવામાં આવી છે. 

સેન્ટર બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડ પરીક્ષાનું ટાઇમ ટેબલ ગત મહિનામાં જાહેર કરવામાં આવ્યું હતું. જે મુજબ, ધોરણ 10 ની બોર્ડ એક્ઝામ 21 ફેબ્રુઆરી, 2019 થી 29 માર્ચ, 2019 સુધી ચાલશે. જયારે ધોરણ 12 ની પરીક્ષા 15 ફેબ્રુઆરી, 2019 થી 3 એપ્રિલ, 2019 સુધી ચાલશે. પરીક્ષાનો સમય સવારે 10:૩0 થી 1:૩0 નો હશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news