સુરત: પાંડેસરામાં પ્રેમીએ પરિણીત પ્રેમિકાને પુત્રની સામે જ પતાવી દીધી, 3 વર્ષથી ચાલતું હતું પ્રેમ પ્રકરણ

સુરત: પાંડેસરામાં પ્રેમીએ પરિણીત પ્રેમિકાને પુત્રની સામે જ પતાવી દીધી, 3 વર્ષથી ચાલતું હતું પ્રેમ પ્રકરણ

ચેતન પટેલ/ સુરતઃ પાંડેસરા નજીક આવેલા વડોદ ગામમાં સામાન્ય બાબતમાં ઝઘડો થતાં પ્રેમીએ પરણિત પ્રેમીકાને રહેંસી નાખી ફરાર થઇ ગયો હતો. પ્રેમિકાના માસૂમ પુત્રની સામે જ પ્રેમીએ લાકડાના ફટકા ઝીકી હત્યા કરી હતી. પતિની ગેરહાજરીમાં પ્રેમી સાથે સામાન્ય માથાકૂટ થતાં ગુસ્સે ભરાયેલા પ્રેમીએ પરણિત પ્રેમીકાને લાકડા વડે ઘા ઝીંકીને હત્યા કરી. માતા પર હુમલા બાદ માસૂમે તમામ હકીકત પિતાને જણાવી હતી. ત્યારબાદ પતિ સંજય પત્નીને ગંભીર હાલતમાં 108ની મદદથી સારવાર માટે સિવિલ લઇ ગયો હતો. જ્યાં સારવાર દરમિયાન પરિણીતાનું મોત નિપજ્યું હતું.  

સંજય પાંડેસરના વડોદ ગામે બે બાળકો અને પત્ની નંદીની સાથે રહેતો હતો. પતિ સંજય કામ પર ગયો હતો ત્યારે નંદીનીનો પ્રેમી અજય તેના ઘરે આવ્યો હતો. લભગભગ રાતના સાડા નવ વાગ્યાની આસપાસ બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. બદકામ કરવાના ઇરાદા સાથે આવેલા અજયના તાબે ન થતાં નંદીની અજયે લાકડાના ફટકા નંદીનીના માથાના ભાગે ઝીંક્યા હતા.
surat-murder

નંદીની પોતાના બાળકો સાથે ઘરે હતી. તે દરમિયાન નંદીનીનો પ્રેમી અજય આવ્યો હતો અને બંને વચ્ચે માથાકૂટ થઇ હતી. આ માથાકૂટ દરમિયાન ઉશ્કેરાયેલા અજયે નંદીનીના માથામાં લાકડાના ઘા ઝીંકીને હત્યા કરી હતી. માતાના મોત બાદ ડરી ગયેલા માસૂમ બાળકોએ કલ્પાંત કરતા તમામ હકીકત પિતા બે જણાવી હતી. 

મૃતકના પતિ સંજયે જણાવ્યું હતું કે, તેઓએ પ્રેમ સંબંધની જાણ થતાં પાંચેક મકાન બદલી અહીં ગણેશનગરમાં રહેતા હતા. એક મહિના પહેલા રંગેહાથે પકડાયેલા અજય ને રૂમમાં બંધ કરી પોલીસના હવાલે કરાયો હતો. અજયે ત્યારે આખા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પાડોશીઓએ નંદીનીની ચીસો સાંભળી હતી.પરંતુ કોઈ મદદ માટે આવ્યા નહોતાં.જેથી નંદીની તડપતી રહી હતી. મદદ માટે આવ્યા હોત તો કદાચ તેને યોગ્ય સમયે સારવાર મળી હોત તો તેનો જીવ બચી શક્યો હતો.
 
મળતી માહિતી મુજબ નંદીની અને અજય વચ્ચે છેલ્લા ત્રણેક વર્ષથી પ્રેમ પ્રકરણ ચાલતું હતું. બન્નેની આંખો ક્યાં મળી ગઈ અને ત્યારબાદ સંબંધો બંધાવા લાગ્યા હતાં. આખરે કરૂણ અંજામ આવ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news