અંબાલાલની વધુ એક આગાહી: કદી ન જોયા હોય તેવા માઠા દિવસો દેખાડશે માવઠું! આ વિસ્તારોમાં સૌથી મોટો ખતરો

Ambalal Patel Prediction: ગુજરાત ખેડૂતોએ પણ હવે સાવધાન થઈ જવાની જરૂર છે. ગુજરાતમાં 26 થી 28 નવેમ્બર દરમિયાન વરસાદ પડી શકે છે. દક્ષિણ ભારતમાં પણ વરસાદની આગાહી છે. તો બીજી તરફ, આગાહીકાર અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી કરી છે. 

અંબાલાલની વધુ એક આગાહી: કદી ન જોયા હોય તેવા માઠા દિવસો દેખાડશે માવઠું! આ વિસ્તારોમાં સૌથી મોટો ખતરો

Ambalal Patel Prediction: રાજ્યના હવામાન વિભાગ દ્વારા 24 થી 28 નવેમ્બર દરમ્યાન કમોસમી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે, ત્યારે ખેડૂતોમાં ફરી ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આવતી કાલથી 3 દિવસ સુધી ગુજરાતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. માવઠાની આગાહીથી ધરતી પુત્રોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. APMC માર્કેટોના સંચાલકો સતર્ક થયા છે. તો ગુજરાત ખેડૂતોએ પણ હવે સાવધાન થઈ જવાની જરૂર છે. ગુજરાતમાં 26 થી 28 નવેમ્બર દરમિયાન વરસાદ પડી શકે છે. દક્ષિણ ભારતમાં પણ વરસાદની આગાહી છે. તો બીજી તરફ, આગાહીકાર અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી કરી છે. 

અષાઢી માહોલ જેવો વરસાદ રહેશે
મહત્વનું છે કે, ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદ રહેશે તે વિશે અંબાલાલ પટેલે જણાવ્યું કે, સુરતમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે. આ સાથે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની આગાહી છે. પંચમહાલ અને પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના કોઇક કોઇક ભાગે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગો જેમકે મહેસાણા, પાલનપુરના કેટલાક ભાગો અને અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં તો શિયાળાનો રેકોર્ડ તોડ અને અષાઢી માહોલ જેવો વરસાદ રહેશે.

અંબાલાલ પટેલે કહ્યુ ક્યાં ક્યાં વરસાદ પડશે
અંબાલાલ પટેલે કહ્યું કે, દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે. જેમાં દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. ગીર સોમનથ અને વેરાવળ, જામનગરમાં વરસાદ થઈ શકે છે. દક્ષિણના ભાગોમા પણ વરસાદ થઈ શકે છે. કમોસમી વરસાદનું માવઠું ભારેથી અતિભારે પણ વરસી શકે છે. તેમણે કહ્યું કે, શિયાળામાં ચોમાસા જેવો વાતાવરણ છવાઈ જશે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યાતા છે. તેમણે ઉમેર્યું કે, આ માવઠાની અસર 26 અને 27ના દિવસે ભારે રહેશે તેમજ તારીખ 28 નવેમ્બરથી અસર ઓછી થઈ જશે.

ચાર વર્ષનું સૌથી તીવ્ર માવઠું 
ગુજરાતમા છેલ્લા ચાર વર્ષની સૌથી તીવ્ર માવઠાની આગાહી છે. જે ખેડુતો માટે ચિંતાજનક સમાચાર છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી કે, રાજ્યના હવામાનમા પલટો આવશે. 25 થી 27 નવેમ્બર દરમ્યાન રાજ્યના અનેક વિસ્તારોમા પવન અને ગાજવીજ સાથે 2 થી 3 ઇંચ સુધી માવઠાના વરસાદની આગાહી છે. બોટાદ ભાવનગર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમા વરસાદની આગાહી છે. તો કચ્છમા પણ સામન્ય વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમા વાદળછાયુ વાતવરણ અને હળવા વરસાદની આગાહી છે. 

શું કહે છે કે હવામાન વિભાગ
હવામાન વિભાગ દ્વારા પણ કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, શિયાળા વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં આગામી 2 દિવસ વાતાવરણ સૂકું રહેશે. બાદમાં વરસાદી માહોલ રહેશે. 25 નવેમ્બરે દક્ષિણ ગુજરાત તેમજ દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદમાં વરસાદની આગાહી. સૌરાષ્ટ્રમાં ભાવનગર અમેરલી, ગીરસોમનાથ અને બોટાદ સહિત કેટલાક જિલ્લામાં વરસાદ રહેશે.

26 નવેમ્બરે પુરા રાજ્યમાં વરસાદી માહોલ રહેશે
હવામાન વિભાગ દ્વારા હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ઈસ્ટર્નલી પવન અને ભેજ રહેતા વરસાદી માહોલ રહેશે. હાલ નલિયા સૌથી ઓછા 16 ડિગ્રી તાપમાન સાથે ઠંડુંગાર શહેર બન્યું છે. ગાંધીનગરમાં પણ 16 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે. અમદાવાદમાં ઠંડી સાથે વરસાદી માહોલ રહેશએ. હાલ 3 દિવસ તાપમાન 1 થી 2 ડિગ્રી વધશે. બાદમાં 4 દિવસ બાદ તાપમાનમાં 4 ડિગ્રી જેટલું ઘટશે. 4 દિવસ બાદ તાપમાન ઘટતા ઠંડી વધશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news