વડોદરાઃ કારમાં આગ લાગતા બિલ્ડર યુવાન આગમાં ભડથું

પ્રાપ્ત વિગત અનુસાર શહેરના ખાનપુર ગામ પાસેથી સવારે 11 વાગ્યાન આસપાસ બિલ્ડર મિહિર પંચાલ પોતાની કાર લઈને પસાર થઈ રહ્યો હતો.

વડોદરાઃ કારમાં આગ લાગતા બિલ્ડર યુવાન આગમાં ભડથું

વડોદરાઃ શહેરમાં કારમાં આગ લાગતા એક યુવાનનું મોત થયું છે. અચાનક કારમાં આગ લાગતા બિલ્ડર મિહિર  પંચાલ બળીને ખાખ થઇ ગયો હતો. જે સમયે કારમાં આગ લાગી ત્યારે મિહિરે સીટ બેલ્ટ બાંધ્યો હતો અને સીટ  બેલ્ટ ન ખુલતા તે આગમાં બળી જતાં મૃત્યુ પામ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર ફાઇટર  ઘટનાસ્થળે પહોચી ગયા અને આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આગ શા માટે લાગી તે જાણી શકાયું નથી.  ત્યારે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર શહેરના ખાનપુર ગામ પાસેથી સવારે 11 વાગ્યાન આસપાસ બિલ્ડર મિહિર પંચાલ  પોતાની કાર લઈને પસાર થઈ રહ્યો હતો. આ સમયે કારમાં અચાનક આગ લાગી હતી. તેણે સીટ બેલ્ટ બાંધ્યો  હોવાથી કારમાંથી ન નીકશી શક્યો અને કારમાં જ તેનું મોત થઈ ગયું હતું. ઘટનાની જાણ થતા આસપાસના  લોકો દોડી આવ્યા અને ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ફાયર વિભાગે પહોંચીને આગપર કાબુ મેળવ્યો તે પહેલા  બિલ્ડર મિહિર પંચાલ આગમાં બળીને ભડથું થઈ ગયો હતો. પોલીસે મૃતદેહને પીએમ રિપોર્ટ માટે મોકલી આપ્યો  છે. 


 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news