ડાંગના મહાલ બરડીપાડા માર્ગ પર વિદ્યાર્થીઓની બસ ખીણમાં ખાબકી, મૃત્યઆંક વધીને 10 થયો

સુરતના અમરોલીના 85 વિદ્યાર્થીઓ ભરેલી બસ 300 ફૂટ ઊંડે ખીણમાં ખાબકી છે. આ ઘટનાને પગલે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન કરવાના આદેશ આપ્યા છે અને રેસ્ક્યુ બાદ વિસ્તૃત રીપોર્ટ મંગાવાશે.

ડાંગના મહાલ બરડીપાડા માર્ગ પર વિદ્યાર્થીઓની બસ ખીણમાં ખાબકી, મૃત્યઆંક વધીને 10 થયો

આહવાઃ ડાંગના મહાલ-બરડાપાડા માર્ગ પર સુરતના અમરોલીના વિદ્યાર્થીઓ ભરેલી સ્લિપર કોચ બસ 300 ફૂટ ઊંડે ખીણમાં ખાબકી છે. મળતી પ્રાથમિક માહિતી અનુસાર આ બસમાં કુલ 82 વિદ્યાર્થીઓ સરવાર હતા. હાલમાં 75 વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે. જેમાં 10 વિદ્યાર્થીઓના મોત થયા છે. ત્યારે અન્ય વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો હાલ બસમાં ફસાયેલા અન્ય વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ ચાલી રહ્યું છે.

ડાંગના મહાલ-બરડીપાડા માર્ગ પર સુરતના અમરોલીના 82 વિદ્યાર્થીઓ ભરેલી સ્લિપર કોચ બસ પસાર થઇ રહી હતી. ત્યારે અચાનક બસ ડ્રાઇવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા આ બસ 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી છે. અકસ્માતની જાણ થતાં તાપી અને ડાંગ જિલ્લાનું તંત્ર દોડતું થયું હતું. 82 વિદ્યાર્થીઓ ભરેલી આ બસ 300 ફુટ ઊંડી ખીણમાં ખાબકતાં ખીણ વિસ્તાર વિદ્યાર્થીઓની ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. બસ ખીણમાં પડતા એટલો મોટો ધડાકો થયો હતો કે, આસપાસના ગામડાંમાં રહેતા લોકો તાત્કાલીક દોડી આવ્યા હતા.

ગામના યુવાઓએ ખીણમાં નીચે ઉતરી જઇને તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી. ઘટના બાદ સોનગઢ, તાપી અને વ્યારાની 8 જેટલી એમ્બ્યુલન્સ બચાવ કામગીરીમાં લાગી હતી. ખીણમાંથી બહાર કાઢીને વિદ્યાર્થીઓને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જે બસનો અકસ્માત થયો તે બસ કુલ 82 વિદ્યાર્થીઓ બસમાં સવાર હતા. જે પૈકી 75 વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે. જેમાં 10 વિદ્યાર્થીઓના મોત થયા છે. ત્યારે અન્ય વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

બસ ઊંડી ખીણમાં ખાબકી હોવાથી અને અંધારૂ હોવાથી બસમાં ફસાયેલા વિદ્યાર્થીઓના રાહત-બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ ઉભી થઇ રહી છે. આ ઘટનાને પગલે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન કરવાના આદેશ આપ્યા છે. તો ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારી હોસ્પિટલમાં સાવાર મળે તે માટેની સૂચના આપી છે. ત્યારે શિક્ષણ મંત્રીએ જિલ્લા કલેક્ટરો પાસેથી આ ઘટના અંગેની માહિતી માગી છે અને રેસ્ક્યુ બાદ વિસ્તૃત રીપોર્ટ મંગાવાશે.

મળતી વિગત મુજબ જે બસનો અક્સમાત થયો તે બસમાં અમરોલીમાં ચાલતા ટ્યુશન ક્લાસિસના વિદ્યાર્થીઓ હતા. અમરોલીમાં આવેલા ગુરુકૃપા એપાર્ટમેન્ટમાં 7 નંબરના ફ્લેટમાં આ ક્લાસ ચાલતા હતા. અહીંના ટ્યુશન ક્લાસના વિદ્યાર્થીઓનો અકસ્મતા સર્જાયાની જાણ થતા પોલીસ પણ ક્લાસ પર તપાસ કરવા પહોંચી હતી. પોલીસને જોઈને આસપાસના લોકો પણ ક્લાસિસ બહાર એકઠા થઈ ગયા હતા. નીતા બહેન પટેલ નામની મહિલા આ ટ્યુશન ક્લાસ ચલાવતી હતી. અને નીતા બહેન પોતે જ વિદ્યાર્થીઓને લઈને પ્રવાસ પર ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં બસ ડ્રાઇવર અને ટ્યૂશન સંચાલિકા અંગ હજુ સુધી કોઇ માહિતી મળી નથી અને ટ્યૂશન સંચાલિકાનો કોઇ સંપર્ક પણ થઇ શક્યો નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news