છોટાઉદેપુરમાં કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમમાં બે જૂથ વચ્ચે અથડામણ, બંને પક્ષોએ ફરિયાદ નોંધાવી

ધંધૂકામાં કિશન ભરવાન નામના યુવકની હત્યા બાદ ગુજરાતભરમાં લોકો તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. ત્યારે છોટાઉદેપુરમાં કિશનને શ્રદ્ધાંજલિ આપવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

છોટાઉદેપુરમાં કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમમાં બે જૂથ વચ્ચે અથડામણ, બંને પક્ષોએ ફરિયાદ નોંધાવી

છોટાઉદેપુરઃ છોટાઉદેપુરમાં ધંધૂકામાં હત્યામાં મોતને ભેટેલા કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ દરમિયાન જૂથ અથડામણની ઘટના બની હતી. કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ અને રામધૂન કાર્યક્રમ દરમિયાન આ જૂથ અથડામણની ઘટના બની હતી. હવે પોલીસ સ્ટેશનમાં બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી છે. 

પોલીસે છ લોકોની અટકાયત કરી
ધંધૂકામાં કિશન ભરવાન નામના યુવકની હત્યા બાદ ગુજરાતભરમાં લોકો તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. ત્યારે છોટાઉદેપુરમાં કિશનને શ્રદ્ધાંજલિ આપવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જૂથ અથડામણની ઘટના બની હતી. ત્યારબાદ બંને પક્ષો દ્વારા પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 

પોલીસે ફરિયાદના આધારે છ વ્યક્તિની અટકાયત કરી છે. તો ધાર્મિક લાગણી દુભાવતો વીડિયો વાયરલ કરનાર શખ્સની પણ પોલીસે અટકાયત કરી છે. આ સિવાય મારામારી કરનાર લોકોની પણ અટકાયત કરવામાં આવી છે. આ ઘટનામાં સંડોવાયેલા અન્ય લોકોને પણ પોલીસ શોધી રહી છે.  

શું છે ઘટના
પંચમહાલના રામજી મંદિર પાસે કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન એક જૂથનું ટોળુ ધસી આવ્યું અને તેણે મારામારી કરી હતી. ત્યારબાદ એક જૂથે રાયોટિંગ, એચએમ, એટ્રોસિટી અંતર્ગત 50થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. જ્યારે બીજા જૂથે ધાર્મિક લાગણી દુભાવતો વીડિયો વાયરલ કરવાની ફરિયાદ નોંધાવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news