ક્રિસમસ કે થર્ટી ફર્સ્ટ પર ઘરમાં જ રહેજો, નહીં તો પોલીસ કરશે દંડનીય કાર્યવાહી

રાજ્યભરમાં પ્રવર્તમાન કોરોનાની સ્થિતિને પગલે રાત્રી કરફ્યૂ અમલમાં છે. જેને પગલે આવનારા તહેવાર થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી પણ શહેરીજનો રાત્રી દરમિયાન બહાર નહીં કરી શકે. ખાસ કરી ખ્રિસ્તીઓના તહેવાર ક્રિસમસ ઉજવવા માટે પણ પોલીસ પરમિશન નથી આપવામાં આવી

ક્રિસમસ કે થર્ટી ફર્સ્ટ પર ઘરમાં જ રહેજો, નહીં તો પોલીસ કરશે દંડનીય કાર્યવાહી

મૌલિક ધામેચા/ અમદાવાદ: રાજ્યભરમાં પ્રવર્તમાન કોરોનાની સ્થિતિને પગલે રાત્રી કરફ્યૂ અમલમાં છે. જેને પગલે આવનારા તહેવાર થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી પણ શહેરીજનો રાત્રી દરમિયાન બહાર નહીં કરી શકે. ખાસ કરી ખ્રિસ્તીઓના તહેવાર ક્રિસમસ ઉજવવા માટે પણ પોલીસ પરમિશન નથી આપવામાં આવી. ત્યારે આ વર્ષે શહેરીજનોને ઘરમાં જ તહેવારોની ઉજવણી કરવી પડશે.

તાજેતરમાં જ દિવાળી અને નવા વર્ષની ઉજવણી શહેરીજનો કરતા કોરોનાથી સંક્રમિત હતા. લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. સાથોસાથ વહીવટી તંત્ર દ્વારા સામે આવી રહેલા કોરોના કેસો પણ વધી રહ્યા છે. જેને પગલે અમદાવાદમાં ક્રિસમસ અને નૂતન વર્ષની ઉજવણી રાત્રી દરમિયાન નહીં કરવા આદેશ કરાયો છે. ચારથી વધુ વ્યક્તિઓ એક સ્થળે એકઠા પછી તો પોલીસ તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા જાહેરનામું પણ બહાર પાડી ચૂકી છે તેમ છતાં પણ કેટલાક લોકો માસ્ક વિના ફરતા પોલીસના હાથે પકડાઈ છે.

અગાઉ દિવાળી અને અન્ય તહેવાર જાહેરમાં નહિ ઉજવવા માટે પોલીસ દ્વારા ફરમાન કરવામાં આવ્યું હતું. તેમ છતાં અનેક બજારોમાં ભીડ એકઠી થતી હોવાથી સંક્રમણ વધ્યું હતું અને સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન નહીં થતા પોલીસે પણ કાયદેસર કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. તેવામાં હવે ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટની ઉજવણી રાત્રી દરમિયાન થાય તો કોરોનાનું સંક્રમણ વધે તેવી ભીતિ સેવાઈ રહી છે.

ખાસ કરી રાત્રી કર્ફ્યુ દરમિયાન પણ પતિ ફાર્મ હાઉસ કે પાર્ટી પ્લોટની પાર્ટી પર પોલીસની નજર રહેશે. થર્ટી ફસ્ટ ડિસેમ્બરની ઉજવણી રાત્રી કર્ફ્યુ દરમિયાન ના થાય તે માટે અમદાવાદ પોલીસ તરફથી ડ્રિન્ક એન્ડ દ્રાઈવ માટે ડીકોઈ ટીમ પણ બનાવવામાં આવી છે સાથે જ અમદાવાદની આસપાસના તમામ કામ હાઉસ અને પાર્ટી પ્લોટ આઈડેન્ટીફાઈ કરી તેની પર નજર રાખી તપાસ કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news