CM@israel :ઇઝરાયેલની આધુનિક એગ્રો ટેક્નોલોજીની મુલાકાત, ખેડૂતને સમૃદ્ધ કરવા પ્રતિબદ્ધ

સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી માંડીને રેઇન વોટર હાર્વેસ્ટિંગ જેવી વિવિધ ટેક્નોલોજીનો પરિચય મુખ્યમંત્રીએ મેળવ્યો હતો

CM@israel :ઇઝરાયેલની આધુનિક એગ્રો ટેક્નોલોજીની મુલાકાત, ખેડૂતને સમૃદ્ધ કરવા પ્રતિબદ્ધ

નવી દિલ્હી : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી 6 દિવસ માટે ઇઝરાયેલનાં પ્રવાસે છે. વિજય રૂપાણી ઇઝરાયેલમાં આવેલા અગ્રણી એગ્રો કંપનીની મુલાકાત લીધી હતી. સાથે જ રૂપાણીએ સિંચાઇ પદ્ધતી અને ગ્રીન હાઉસ એગ્રો ટેક્નોલોજી માટે નેટાફિમની મુલાકાત લઇને ઇઝરાયેલની ખેતી, પાક અને સિંચાઇ ટેક્નોલોજી અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. ડિજિટલ ફાર્મિંગ દ્વારા ગુજરાતના કૃષી ક્ષેત્રે ક્રાંતિ લાવવા અને ગુજરાતનાં ખેડૂતને સમૃદ્ધ કરવા માટેની પ્રતિબદ્ધતા તેમણે વ્યક્ત કરી હતી. 

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બુધવારે ઇઝરાયેલની રાજધાની તેલ અવીવ ખાતે પહોંચ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં તેમણે ઇઝરાયેલની વિવિધ ટેક્નોલોજીકલ ઇન્સ્ટીટ્યુટ્સની મુલાકાત લીધી હતી. જેમાં સૌ પ્રથમ તેમણે સુએઝ વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. ઇઝરાયેલનાં સૌથી મોટા  શેફેડનાં ડેન રિજિયન વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. તથા તેની કામગીરીની પદ્ધતી અંગે પણ નિરિક્ષણ કર્યું હતું. 

મુખ્યમંત્રીએ ઇઝરાયેલમાં વોટર મેનેજમેન્ટ ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે અગ્રેસર મેકોરેટનાં સંચોલકો અને તેનાં અધિકારીઓ સાથે વોટર મેનેજમેન્ટ ટેક્નોલોજી અંગે ચર્ચા કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ,હાલમાં જળ સંચય અને વોટર મેનેજમેન્ટ બાબતે સમગ્ર દેશનાં વિવિધ રાજ્યોમાં ગુજરાત પ્રથમ ક્રમે રહ્યું હતું. સરદાર સરોવર હોય કે રેઇન વોટર હાર્વેસ્ટિંગ ગુજરાતની પ્રજા અને સરકારે જાગૃત રીતે પાણી સંચયની જવાબદારી ઉઠાવી લીધી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news