અંબાજી મંદિરમાં કલેક્ટરની હાજરીમાં આચાર સહિતાનો ભંગ કરી પૂજા વિધિ કેવી રીતે થઈ!

Ambaji Temple : ગુજરાતમાં ચૂંટણીના પ્રચાર વચ્ચે અંબાજી મંદિરમાં આચાર સંહિતાના ભંગની ફરિયાદ ઉઠી છે, કોંગ્રેસના નેતાએ ઉઠાવ્યો મુદ્દો 

અંબાજી મંદિરમાં કલેક્ટરની હાજરીમાં આચાર સહિતાનો ભંગ કરી પૂજા વિધિ કેવી રીતે થઈ!

Loksabha Election પરખ અગ્રવાલ/અંબાજી : યાત્રાધામ અંબાજીમાં ગબ્બરગઢ ચઢવા માટે 30 માર્ચના રોજ જિલ્લા કલેકટર વરુણ બરનવાલ અને અધિક કલેકટર અને વહીવટદાર કૌશિક મોદી દ્વારા નવીન પગથિયાંની પૂજા વિધિ કરવામાં આવી હતી. આ નવીન પગથિયાંની કામગીરી નવા રંગ રૂપ સાથે રૂપિયા 21 કરોડના ખર્ચે 21 મહિનામાં જ પૂર્ણ કરી દેવાની હોવાથી તેની કામગીરીનો પ્રારંભ કરાયો હતો. જોકે કરોડો રૂપિયાની આ કામગીરીનો પ્રારંભ થતા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષે ચૂંટણી પંચમાં આચારસંહિતાના ભંગનો આક્ષેપ લગાવ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે ખુદ કલેક્ટરની હાજરીમાં આચાર સહિતા ભંગ કરી આ પૂજા વિધિની કામગીરી કેવી રીતે થઈ તે બાબતની ચર્ચાનો વીડિયો પણ ડામરજી રાજગોરે વાયરલ કર્યો છે.

જિલ્લા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ડામરજી રાજગોરે સવાલો કર્યા કે, કલેકટરની હાજરીમાં આચાર સહિતા ભંગ કરી આ પૂજા વિધિની કામગીરી કેવી રીતે કરવામાં આવી હતી. 

જોકે આ સમગ્ર મામલે મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેકટર કૌશિક મોદીએ ખુલાસો જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે, કોઈ પણ જાતની આચારસંહિતાનો ભંગ ન થતો નથી. આ કામગીરી અગાઉથી જ મંજુર થયેલી હતી, ને સાથે સમય મર્યાદામાં પૂર્ણ કરવાની હોવાથી આ કામની શરૂઆત કરવામાં આવી છે. સાથે એ પણ જણાવ્યું હતું કે આ પૂજા વિધિમાં કોઈ પણ જાતના નેતા કે પદાધિકારી ઉપસ્થિત ન હતા, માત્ર અધિકારીઓની હાજરીમાં આ કાર્યક્રમ પૂર્ણ કરાયો છે. 

જોકે ડામરજી રાજગોરે આચારસંહિતા મુદ્દાની સાથે ગબ્બર 51 શક્તિપીઠ માં રાજભોગ ધરાવાનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. તેમજ મંદિરોમાં નિત્ય રાજભોગ ધરાવવા માંગ કરવામાં આવી છે. ડામરજીનું કહેવું છે કે, મંદિરની પ્રતિષ્ઠા થયા બાદ રાજભોગ ધરાવવો જ પડતો હોય છે જે બંધ કરી દેવાયો છે. 51 શક્તિપીઠ મંદિરોમાં રાજભોગ ધરાવાવા અનિવાર્ય છે. 

જોકે આ મામલે પણ જિલ્લા કલેક્ટર વરુણ બરાનવલે ખુલાસો કરતા જણાવ્યું હતું કે, ગબ્બર પર્વત પર આવેલ મા અંબાનું હજારો વર્ષ જૂનું છે, ને પ્રતિસ્થા કરાયેલું મંદિર મનાય .છે ત્યાં પણ આવા કોઈ રાજભોગ ધરાવવાની પરંપરા નથી. જેથી આ 51 શક્તિપીઠ મંદિરોમાં રાજભોગ માટે મંદિર ટ્રસ્ટ પોતે ચિંતા કરશે તેને કોઈ રાજકીય મુદ્દો ન બનાવો જોઈએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news