ગુજરાત વિધાનસભાના સત્ર પહેલા સરકારને ભીંસમાં લેવા કોંગ્રેસે કરી તૈયારી, રાજસ્થાનનો દાખલો આપીને કહ્યું કે...

ગુજરાત કોંગ્રેસ પ્રભારીએ જણાવ્યું હતું કે રાજ્યમાં ભાજપની સરકારમાં જે ચાલી રહ્યું છે, તે તમામ મુદ્દા ગૃહમાં ઉઠાવીશું. વિધાનસભા ચૂંટણી પહેલાનું આ છેલ્લું બજેટ છે. અમારી ફરજ છે કે પ્રજાના મુદ્દા અમે ગૃહમાં ઉઠાવીએ, ગુજરાતની પ્રજા એ ભાજપને ચાન્સ આપ્યો, પણ ભાજપે પ્રજાને શુ આપ્યું તે મોટો સવાલ છે.

ગુજરાત વિધાનસભાના સત્ર પહેલા સરકારને ભીંસમાં લેવા કોંગ્રેસે કરી તૈયારી, રાજસ્થાનનો દાખલો આપીને કહ્યું કે...

ઝી ન્યૂઝ/ગાંધીનગર: ગુજરાત વિધાનસભા સત્ર પહેલા કોંગ્રેસે લાઈવ કાર્યવાહીની માંગ કરી છે. ગુજરાત કોંગ્રેસ પ્રભારીએ જણાવ્યું હતું કે વિધાનસભામાં શું થાય છે, તેની માહિતી લોકોને હોવી જરૂરી છે. કોંગ્રેસે રાજસ્થાનનો દાખલો આપી ગુજરાતમાં કાર્યવાહી લાઈવની માગ કરી છે. પ્રદેશ પ્રભારીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. આગામી દિવસમાં કોંગ્રેસના ધારાસભ્ય આ અંગે માંગ કરશે. 

ગુજરાત કોંગ્રેસ પ્રભારીએ જણાવ્યું હતું કે રાજ્યમાં ભાજપની સરકારમાં જે ચાલી રહ્યું છે, તે તમામ મુદ્દા ગૃહમાં ઉઠાવીશું. વિધાનસભા ચૂંટણી પહેલાનું આ છેલ્લું બજેટ છે. અમારી ફરજ છે કે પ્રજાના મુદ્દા અમે ગૃહમાં ઉઠાવીએ, ગુજરાતની પ્રજા એ ભાજપને ચાન્સ આપ્યો, પણ ભાજપે પ્રજાને શુ આપ્યું તે મોટો સવાલ છે. ગુજરાત આજે મોટા દેવામાં ડૂબેલું છે, જેથી સરકાર હવે લોકોને કેટલું દેવુ લીધું તેનો સ્વેતપત્ર જાહેર કરે. 27 વર્ષ દરમ્યાન તમે કેટલા લોકોને રોજગારી આપી તેનો હિસાબ માંગીશું. રાજ્યમાં 9 પેપર લીક થાય તે શરમજનક કહેવાય. ગુજરાતના યુવાનો ઉધાર પૈસા લઈને પરીક્ષા માટે તૈયારીઓ કરતા હોય છે, પરંતુ તેમ છતાં એકવાર પણ મોટા માથા સામે કાર્યવાહી થઈ નથી. જેથી બીજી વાર પેપર ન ફૂટે, 9 પેપરલીકમાં કોઈ પણ પકારની કાર્યવાહી કરાઈ નથી. 

તેમણે ઉમેર્યું હતું કે, અમારું માનવું છે કે આરોપી, આરોપી છે. કોઈ ધર્મ સાથે જોડાયેલો હોતો નથી. 27 વર્ષથી તમારી સરકાર છે, ભાજપ જનતા સામે કહે છે કે કોંગ્રેસના શાસનથી મોંઘવારી માટે જવાબદાર છે, પરંતુ અહીં 27 વર્ષથી તમારી સરકાર છે, મોંઘવારી માટે કોંગ્રેસ તો જવાબદાર ના હોય ને. કેન્દ્રમાં પણ તમારી સરકાર છે તો મોંઘવારી કેમ? 

ગુજરાત નશાનું સેન્ટર બન્યું છે, પંજાબમાં ઉડતા પંજાબ ફિલ્મ બની હતી, પરંતુ ગુજરાતમાં યુવાનોને નશા ના રવાડે ચડાવવાનું કામ થઈ રહ્યું છે. Gidc થી ખેડૂતોની જમીન બગડી રહી છે. શિક્ષણ માટે શું વ્યવસ્થા છે? કોરોનામાં બેડ ના આપી શક્યા, ઓક્સિજન , રેમડેસીવીર ઇન્જેક્શન ના આપી શક્યા તો શું કર્યું? આ બધી વ્યવસ્થા રાજસ્થાનમાં થઈ શકે તો ગુજરાતમાં કેમ નહીં? કોરોનામાં મૃત્યુના આંકડા છુપાવ્યા, 10 હજારનો આંકડો 1 લાખને પાર થઈ ગયો છે. તમે સૌથી મોટા અપરાધી છો, ભાજપની પાર્ટીની ઓફિસમાં રેમડેસીવીર ઇન્જેક્શન કેવી રીતે પહોંચ્યા? અમે પણ કોંગ્રેસના કાર્યાલયમાં ઇન્જેક્શન મોકલી શકતા હતા, પણ અમે એવું પાપ કર્યું નથી, બજેટ સત્રમાં આ તમામ મુદ્દાઓને ન્યાય આપીશું.

તેમણે જણાવ્યું કે, રાજસ્થાનમાં વિધાનસભાની કાર્યવાહી લાઈવ થાય છે તો ગુજરાત મોડલમાં કેમ નહિ? કોંગ્રેસની માંગ વિધાનસભા સત્ર લાઈવ થવું જોઈએ. તેમને ભાજપ પર પ્રહારો કરતા જણાવ્યું કે ચૂંટણી જીતવા સરકારનું આખું મંત્રીમંડલ બદલ્યું છે, પરંતુ તેનાથી કોઈ ફર્ક પડવાનો નથી. ગુજરાતમાં રીમોટ સરકાર ચાલે છે, સી.એમ સજ્જન માણસ છે પણ કેટલાક લોકો પાછળથી દોરી સંચાર કરતા હોય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news