Gujarat Election 2022: ભાજપના ઉમેદવાર લાધુ પારધીનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ, 'દારૂ ખોળામાં નહીં ટોપલાંમાં ખુલ્લેઆમ વેચાવીશ'
Gujarat Election 2022: બનાસકાંઠાના દાંતાના ભાજપના ઉમેદવારનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ થયો છે. તેમણે પ્રચાર દરમિયાન ખુલ્લેઆમ જણાવ્યું હતું કે હું જીત્યા પછી ખોળામાં નહિ ટોપલામાં ખુલ્લેઆમ દારૂ વેચાવીશ...તમે યાદ રાખો..
Trending Photos
Gujarat Election 2022, અલ્કેશ રાવ, બનાસકાંઠા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રચાર પ્રસાર પૂર જોશમાં ચાલી રહ્યો છે. આ તરફ હવે ભાજપના ઉમેદવારનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ કાર્યકર્તાઓને સંબોધન કરતાં સમયે વિવાદિત નિવેદન આપતા સંભળાઈ રહ્યું છે. બનાસકાંઠાના દાંતાના ભાજપના ઉમેદવારનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ થયો છે. તેમણે પ્રચાર દરમિયાન ખુલ્લેઆમ જણાવ્યું હતું કે હું જીત્યા પછી ખોળામાં નહિ ટોપલામાં ખુલ્લેઆમ દારૂ વેચાવીશ...તમે યાદ રાખો.. પરંતુ આ વાયરલ વીડિયોને ZEE 24 કલાક પુષ્ટી કરતું નથી.
દાંતાના ભાજપના ઉમેદવાર લાધુ પારધીનો વિવાદાસ્પદ વિડિઓ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. હાલ ચૂંટણી પ્રચારનો સમયગાળો ચાલી રહ્યો છે, ભાજપના ઉમેદવાર નેતાએ બેબાક બોલ બોલ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, હું જીત્યા પછી ખોળામાં નહિ ટોપલામાં ખુલ્લેઆમ દારૂ વેચાવીશ, તમે યાદ રાખો.
મહત્વનું છે કે, ભાજપના ઉમેદવાર લાધુ પારગીએ અગાઉ પણ એક જાહેર જનસભા કરી હતી. ભાજપની દાંતા વિધાનસભામાં કરેલી આ જનસભામાં મોટી સંખ્યામાં જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. તો જીતના વિશ્વાસ સાથે સમર્થકોએ જય ઘોષના નારા લગાવ્યા હતા. ભાજપે દાંતા 10 વિધાનસભાના ઉમેદવાર તરીકે લાધુ પારઘીને ટિકિટ આપી છે.
ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણી માટે મતદાનના પાંચ દિવસ પહેલા ભાજપે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. સંકલ્પ પત્રના મથાળા સાથેનાં 72 પાનાના દસ્તાવેજમાં બાળકોથી લઈને વૃદ્ધો માટે તેમજ શ્રમિકોથી અને ખેડૂતોથી લઈને ઉદ્યોગો માટે વચન આપવામાં આવ્યા છે. ભાજપે પોતાના મેનિફેસ્ટોમાં હિંદુત્વના મુદ્દાને પણ વણી લીધો છે. જેનો ભાગ છે દ્વારકામાં શ્રી કૃષ્ણની દુનિયાની સૌથી મોટી પ્રતિમાનું નિર્માણ કરવાનું વચન. આ ઉપરાંત પણ ભાજપના સંકલ્પ પત્રમાં ઘણા એવા મુદ્દા છે, જે હિંદુત્વના મુદ્દા સાથે જોડાયેલા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે