Cyclone Latest Upate: વાવાઝોડાનું આજે કેવું રહેશે સ્વરૂપ? ક્યાં છે વરસાદની આગાહી, તમામ માહિતી એક ક્લિક પર

Gujarat Weather Update: હવામાન વિભાગ દ્વારા જે લેટેસ્ટ માહિતી વાવાઝોડા અંગે આપવામાં આવી છે તેમાં ડાયરેક્ટર મનોરમા મોહંતીએ એમ પણ કહ્યું કે આજે બપોરે 12 વાગ્યા સુધીમાં આ વાવાઝોડું સાયક્લોનિક સ્ટ્રોર્મમાં ફેરવાય  તેવી શક્યતા છે. સાંજે ડીપ ડિપ્રેસશનમાં ફેરવાઈ શકે છે.

Cyclone Latest Upate: વાવાઝોડાનું આજે કેવું રહેશે સ્વરૂપ? ક્યાં છે વરસાદની આગાહી, તમામ માહિતી એક ક્લિક પર

હવામાન ખાતાએ આપેલી લેટેસ્ટ માહિતી મુજબ હાલ આ બિપરજોય વાવાઝોડું નબળું પડીને સિવિયર સાયક્લોનમાં ફેરવાયું છે અને ભૂજથી 30 કિમી દૂર છે. સાંજ સુધીમાં સૌરાષ્ટ્ર-કચ્છ પર વધુ નબળું પડીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. આ વાવાઝોડાની ગઈકાલે સાંજે ગુજરાતના કાંઠે લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ હતી જે મોડી રાત સુધી ચાલી. 

શું રહેશે આજે વાવાઝોડાની સ્થિતિ
હવામાન વિભાગ દ્વારા જે લેટેસ્ટ માહિતી વાવાઝોડા અંગે આપવામાં આવી છે તેમાં ડાયરેક્ટર મનોરમા મોહંતીએ એમ પણ કહ્યું કે આજે બપોરે 12 વાગ્યા સુધીમાં આ વાવાઝોડું સાયક્લોનિક સ્ટ્રોર્મમાં ફેરવાય  તેવી શક્યતા છે. સાંજે ડીપ ડિપ્રેસશનમાં ફેરવાઈ શકે છે. ડીપ ડીપ્રેશન કચ્છ અને રાજસ્થાન બાજુ રહેશે. આ સાથે જ સમગ્ર દિવસ દરમિયાન વાવાઝોડાની શું સ્થિતિ રહેશે તથા રાજ્યમાં ક્યાં વરસાદની શક્યતા રહેશે તે આગાહી પણ કરવામાં આવી. હવામાન ખાતાના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ આ અંગે માહિતી આપતા કહ્યું કે હાલ વાવાઝોડું 12 કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે. તેની ઝડપ 85 થી 90 km પ્રતિ કલાક છે. હજુ પવનની ગતિમાં ઘટાડો થશે. 

— India Meteorological Department (@Indiametdept) June 16, 2023

વરસાદની આગાહી
પવનની ઝડપ વિશે જણાવતા તેમણે એમ પણ કહ્યું કે જેમ જેમ વાવાઝોડું આગળ વધશે તેમ તેમ ત્રણ ત્રણ કલાકે તેના પવનની ગતિ ઘટવા લાગશે. સાંજ સુધીમાં પવનની ઝડપ 45થી 55 કિમી પ્રતિ કલાક થઈ જશે. વાવાઝોડાને લઈને કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. કચ્છ, દ્વારકા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ સહિત સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળ માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે. અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ રહેશે. 

સિગ્નલમાં ફેરફાર
આવતી કાલ સુધી ફિશરમેન વોર્નિંગ રહેશે. બાદમાં  કાલે પરિસ્થિતિ પ્રમાણે વોર્નિંગ રાખવી કે નહીં તે નક્કી થશે. દરિયામાં લગાવેલ ડેન્જર ગ્રેડ લાઇન 9 અને 10 સિગ્નલ હટાવી lcs 3 સિગ્નલ લગાવવા સૂચન કરાયું છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) June 16, 2023

5120 વીજ પોલ ધરાશાયી
વાવાઝોડાના કારણે 5120 વીજ પોલ ધરાશાયી થયા છે. ધરાશયી થયેલા વીજપોલમાંથી 1320 વીજપોલ રિસ્ટોર કરી દેવાયા છે. જ્યારે 4629 ગામોમાં અત્યાર સુધી વીજળી ગઈ જેમાથી 3850 ગામમાં વીજળી પૂરવઠો ચાલુ કરાયો. વાવાઝોડા પ્રભાવિત 263 રસ્તામાંથી 260 રસ્તા શરૂ કરાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news