રાશિફળ 17 ડિસેમ્બર: આ રાશિના જાતકોનું આજે થશે ધાર્યું કામ

આજનો દિવસ આપના માટે કેવો રહેશે? શું છે આજે આપના ગ્રહો? જાણો આજનું રાશિ ભવિષ્ય. દુર્ગાસપ્તશતીનો પાઠ કરવો, ત્યારબાદ સિદ્ધિકુંજીકા સ્તોત્રનો પાઠ અચૂક કરવો

રાશિફળ 17 ડિસેમ્બર:  આ રાશિના જાતકોનું આજે થશે ધાર્યું કામ

મિથુન રાશિના જાતકોએ અભ્યાસમાં સફળતા મેળવવા શું કરવું...

  • રોજ સવારે દસ મિનિટ ધ્યાન કરવું
  • બે તુલસીપત્ર જળમાં રાખી તે જળનું સેવન કરવું
  • પિતાના સંબંધોમાં અંતરાય ન નાંખવા
  • કોઈ વડીલને તિર્થયાત્રા કરવવાનો સંકલ્પ કરવો

તારીખ

17 ડિસેમ્બર, 2018, સોમવાર

માસ

માગશર સુદ નોમ

નક્ષત્ર

રેવતી

યોગ

વરિયાન

ચંદ્ર રાશી

મીન (દ,ચ,ઝ,થ)

  •  આજે પેન્શનર ડે છે
  •  પંચક આવતીકાલે પરોઢે 4.28 પૂર્ણ થશે
  •  ધનુર્માસ પ્રારંભ છે (સૂર્ય ધનરાશિમાં પ્રવેશ કરશે)
  •  રવિયોગ અહોરાત્ર છે
  •  વિવાદિક કાર્યો નિષેધ થશે

મેષ (અલઈ)

· ઊચ્ચ અભ્યાસના વિચારો આવે

· વડીલોને ઊચ્ચ અધ્યાત્મવૃત્તિ જાગે

· ડહાપણ વધુ ખીલી જાય

· ઈશ્વરની પ્રાપ્તિ માટેની ખેવના જાગે

વૃષભ (બવઉ)

· નાનાભાઈ બહેનોથી લાભ થઈ શકે

· શુભસમાચાર મળે

· પિતા સાથે મતભેદ ટાળવા

· બપોરે પાડોશી સાથે વિખવાદ ન થાય તે જોવું

મિથુન (કછઘ)

· વેપારમાં પ્રગતિ જણાય છે

· વેપારના વિષયમાં રસ જાગે

· સંતાનની ચિંતા આપને સતાવી શકે છે

· કોઈ નવા કાર્યક્ષેત્રની શરૂઆત થઈ શકે છે

કર્ક (ડહ)

· શિક્ષણ અર્થે પ્રવાસ થાય

· અભ્યાસલક્ષી ચિંતા સતાવે

· ઘરમાં ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુ વસાવાય

· વાહન સંબંધી ચિંતા સતાવે

સિંહ (મટ)

· શરદીજન્ય રોગ સતાવે

· માતા સાથે વિખવાદ થઈ શકે છે

· વેપારમાં તેજી દેખાય છે

· શુભસમાચાર પ્રાપ્ત થાય

કન્યા (પઠણ)

· જીવનસાથી સાથે આનંદની પળો વિતે

· ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેવાય

· આકસ્મિક બિમારીથી સાચવવું

· પરદેશમાં વસતા જાતકો માટે સાનુકૂળ દિવસ

તુલા (રત)

· મોટાભાઈ બહેન સાથે સંબંધ સારો રહે

· પ્રતિષ્ઠિત વ્યક્તિ દ્વારા લાભ થાય

· વેપારની ચિંતા થાય

· વિરોધનો સૂર ખૂબ નિકળે

વૃશ્ચિક (નય)

· વેપાર બાબતે પરિવારમાં મતભેદ થાય

· નેત્રપીડાથી સાચવવું

· વાસી ખોરાક ખાવાથી બચવું

· સંચિત કર્મનો લાભ મળે

ધન (ભધફઢ)

· શાંતીથી દિવસ વિતાવી લેવો

· ઘરમાં મતભેદ થાય

· આરોગ્ય પણ થોડું જોખમાય

· વેપારમાં માલનો ભરાવો થઈ જાય

મકર (ખજ)

· પોતાની ચિંતા વધુ થાય

· આરોગ્ય પ્રત્યે સભાવ થાવ

· નેત્રપીડાથી સાચવવું

· કોમ્યુનિકેશન ઉત્તમ, નાનાભાઈ બહેનનો સાથ મળે

કુંભ (ગશષસ)

· જીવનસાથી સાથે મતભેદ થાય

· જીવનસાથીનો ઉશ્કેરાટ વધુ હોય

· સૈદ્ધાંતિક મતભેદ ન થાય તે જોવું

· આરોગ્ય જાળવવાનું રહેશે

મીન (દચઝથ)

· પૂર્વે કરેલા કર્મનું ફળ મળે

· ધારેલું કાર્ય પાર પડી શકે છે

· અટક્યું કામ આજે આગળ વધે

· ખૂબ વિચાર કરશો તો ચિંતિત થશો માટે સાવધાન

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news