રાજકોટ કાંડ: જિગ્નેશે કહ્યું ગુજરાત દલિતો માટે સુરક્ષીત નથી રહ્યું

ફેક્ટ્રીનાં માલિકે ચોરીનાં આરોપમાં દલિત યુવકને એટલો માર માર્યો કે તેનું મોત નિપજ્યું હતું, ઘટનાનો વીડિયો વાઇરલ

  • ફેક્ટ્રી માલિકે દલિતને લોખંડના રોડથી માર માર્યો
  • દલિત વ્યક્તિને બાંધીને માર મારવામાં આવ્યો હતો
  • દલિતો માટે ગુજરાત સુરક્ષીત નહી હોવાનો જીગ્નેશનો દાવો

Trending Photos

રાજકોટ કાંડ: જિગ્નેશે કહ્યું ગુજરાત દલિતો માટે સુરક્ષીત નથી રહ્યું

રાજકોટ : રાજકોટમાં દલિત વ્યક્તિની માર મારીને હત્યા કરવાનો મુદ્દો સામે આવ્યા બાદ ચકચાર મચી જવા પામી છે. ફેક્ટ્રી માલિકે ચોરીનાં આરોપમાં દલિતને માર માર્યો હતો. ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ તંત્ર દોડતું થયું છે. દલિત નેતા જીગ્નેશ મેવાણીએ પણ આ વીડિયો ટ્વીટ કર્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે એક દલિત યુવાનને દિવાલ સાથે બાંધીને ઢોર માર મરાઇ રહ્યો છે. લોખંડનાં રોડ વડે દલિત યુવાનને માર મરાઇ રહ્યો છે. 

કચરો વીણી રહ્યો હતો દલિત યુવાન
પીડિતનું નામ મુકેશ વાણીયા છે. વીડિયો સામે આવ્યા બાદ શાપર વેરાવળ પોલીસે ત્વરીત કાર્યવાહી કરતા 2 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે, મુકેશ વાણીયા (40), તેની પત્ની અને સવિતા નામની અન્ય એક મહિલા કચરો વીણી રહી હતીત્યારે જ ફેક્ટ્રીનાં કર્મચારીઓએ તેનાં પર હૂમલો કરી દીધો હતો. કર્મચારીઓએ બંન્ને મહિલાઓને બેલ્ટથી માર મારીને ભગાડી દીધી હતી. ત્યાર બાદ વાણીયાને દોરડા વડે બાંધીને લોખંડના રોડથી માર મારવાનું ચાલુ કર્યું હતું. 
થોડા સમય બાદ બંન્ને મહિલાઓ પોતાનાં સંબંધીઓ સાથે વાણીયાને છોડાવવા માટે આવી હતી. જ્યાંથી તેને રાજકોટ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જો કે સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. પોલીસે કલમ 302 અને એટ્રોસિટિ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી આરંભી છે. 2 આરોપીઓની ધરપકડ કરી લેવાઇ છે. વાણીયાનાં પરિવારનાં લોકો જ્યાં સુધી આરોપીઓ પકડાય નહી ત્યાં સુધી શબ સ્વિકારવાની મનાઇ કરી રહ્યા છે. 

— Jignesh Mevani (@jigneshmevani80) May 20, 2018

જીગ્નેશે શેર કર્યો વીડિયો
દલિત નેતા જીગ્નેશ મેવાણીએ પોતાનાં ટ્વીટર હેન્ડલ પર દલિત યુવાનને માર મારતો વીડિયો ટ્વીટ કર્યો છે. તેમણે કહ્યું કે, અનુસુચિત જાતીનાં મુકેશ વાીયાને રાજકોટ ફેક્ટ્રી માલિકોએ નિર્મમ હત્યા કરી દીધી હતી. તેમની પત્નીને પણ માર મારવામાં આવ્યો. તેમણે હેશટેગમાં લખ્યું કે, ગુજરાત ઇઝ નોટ સેફ ફોર દલિત

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news