લોકરક્ષક દળનું પેપર લીક થતા પરીક્ષા રદ્દ, મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ 

લોકરક્ષક દળની પરીક્ષાને લઇને પેપર લીક થવાની જાણ થતા પરીક્ષાને તાત્કાલીક રીતે રદ કરી દેવામાં આવી છે. પેપરમાં પુછવામાં આવેવા પ્રશ્નોનોના જવાબ પરથી જાણ થઇ કે પેપર લીક થયું છે, ગાંધીનગરથી વિકાસ સહાય દ્વારા માહિતી આપવામાં આવી કે પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. અને તેમણે પત્રકાર પરિષદ યોજીને આ રદ થયેલી પરીક્ષાની જાણકારી આપી હતી. અને પરીક્ષાર્થીઓની માફી માંગી હતી. 

લોકરક્ષક દળનું પેપર લીક થતા પરીક્ષા રદ્દ, મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ 

મૌલિક ધામેચા/અમદાવાદ: લોકરક્ષકનું પેપર લીક થતાં પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે. રાજ્યનાં જિલ્લા પોલીસવડાએ પેપર લીકની તપાસના આદેશ આપ્યા છે. બનાસકાંઠાથી પેપર લીક થયું હોવાની આશંકા વ્યકત કરાઇ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગત બહાર આવી હતી. સમગ્ર ઘટનાની મુખ્યમંત્રી રૂપાણીએ ગંભીર નોંધ લીધી છે. મહત્વનું છે કે રાજ્યનાં મુખ્યમંત્રી પાસે ગૃહવિભાગનો હવાલો પણ છે. જેને પગલે સમગ્ર ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ અપાયાં છે.

પેપરની જવાબ વહેતી થઇ
લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થતાં વિવાદ ઊભો થયો છે. પેપર લીક થવાના કારણે રાજકારણ પણ ગરમાયું છે. ત્યારે પરીક્ષા પહેલા જ પેપર લીક થવાનો ખુલાસો થતાં વિદ્યાર્થીઓ રજળી પડ્યા હતા. જેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તપાસના આદેશ આપ્યા છે. પેપરની આખી જવાબવહી ફરતી થઇ છે. સમગ્ર ઘટનાને ધ્યાનમાં રાખીને પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. તો પેપર રદ થયા બાદ ઠેર ઠેર વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો છે.

 

Paper-Lik

પેપર લીક થતા પોલીસ આવી હરકતંમાં
રાજ્યભરમાં લોકરક્ષક પરીક્ષા રદ્દ થતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. રાજ્યમાં કોઇ અનિચ્છનિય બનાવ ના બને તે માટે સૂચના અપાઇ છે. રાજ્ય પોલીસવડાએ આદેશ કર્યો છે. જેમાં તમામ જિલ્લાઓમાં સૂચના છે. રાજયમાં કોઇ અનિચ્છનિય ઘટના ના બને તે માટે સઘન પેટ્રોલિંગ અને સઘન તકેદારી જાળવવા ફરમાન કરાયું છે. લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થવાને કારણે પરીક્ષા રદ્દ કરાતાં રાજ્યનાં પોલીસ વડા તરફથી જિલ્લામાં આદેશ કરાયો છે.

પરીક્ષાર્થીઓ થયા નિરાશ
મહેસાણામાં લોકરક્ષક દળની પરીક્ષા રદ થતા પરીક્ષા કેન્દ્રો પરથી પરીક્ષાર્થીઓ નિરાશ થઇ પરત ફર્યા. જિલ્લાના પરીક્ષાકેન્દ્રો પરથી પરીક્ષાર્થીઓ નિરાશ થઇ પરત ફર્યા. ત્યારે મહેસાણા જિલ્લામાં 97 કેન્દ્ર પર પરીક્ષા યોજાવાની હતી. ત્યારે પરીક્ષા રદ થતા પરીક્ષા કેન્દ્રો પર પ્રશ્નપત્રોના પેકેટ નહીં ખોલવાનું જણાવવામાં આવ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news