PM મોદી જે કાર્યક્રમોમાં આવવાના છે, તેના આમંત્રણમાં ન છપાયું નીતિન પટેલનું નામ

 પ્રધાનમંત્રી આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે SVP હોસ્પિટલ, ગ્લોબલ ટ્રેડ શૉ અને શોપિંગ ફેસ્ટિવલનું તેમના હસ્તે ઉદઘાટન થવાનું છે. ત્યારે આ ઉદઘાટન વચ્ચે એક આંખે ઉડીને વળગે તેવી માહિતી સામે આવી છે. આ સમગ્ર કાર્યક્રમમાં જે આમંત્રણ પત્રિકામાં ક્યાંય નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નામનો ઉલ્લેખ નથી. 

PM મોદી જે કાર્યક્રમોમાં આવવાના છે, તેના આમંત્રણમાં ન છપાયું નીતિન પટેલનું નામ

અર્પણ કાયદાવાલા/ગાંધીનગર : પ્રધાનમંત્રી આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે SVP હોસ્પિટલ, ગ્લોબલ ટ્રેડ શૉ અને શોપિંગ ફેસ્ટિવલનું તેમના હસ્તે ઉદઘાટન થવાનું છે. ત્યારે આ ઉદઘાટન વચ્ચે એક આંખે ઉડીને વળગે તેવી માહિતી સામે આવી છે. આ સમગ્ર કાર્યક્રમમાં જે આમંત્રણ પત્રિકામાં ક્યાંય નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નામનો ઉલ્લેખ નથી. 

વાઇબ્રન્ટ સમિટ સહિત બે દિવસ માટે  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અનેક કાર્યક્રમોનું લોકાર્પણ અને ઉદઘાટન કરવાના છે. પરંતુ આ કાર્યક્રમોમાં નીતિન પટેલની ઉપેક્ષા કરવામાં આવી હોવાનું લાગી રહ્યું છે. કાર્યક્રમોની જે આમંત્રણ પત્રિકા છાપવામાં આવી છે તે પત્રિકામાં ક્યાંય પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નામનો ઉલ્લેખ નથી. મહત્વનું છે કે અમદાવાદમાં વીએસ હોસ્પિટલના પરિસરમાં અત્યાધુનિક સરદાર પટેલ હોસ્પિટલનું પણ લોકાર્પણ કરવાના છે. જેની આમંત્રણ પત્રિકામાં મુખ્યમંત્ર વિજય રૂપાણી અને અમદાવાદના મેયર બીજલ પટેલનું નામ છે. પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે આરોગ્ય મંત્રી હોવા છતાં નીતિન પટેલનું નામ ક્યાંય નથી. જેથી ક્યાંક ને ક્યાંક નીતિન પટેલની ઉપેક્ષા થઈ રહી હોય તેવું આ પત્રિકાઓ પરથી લાગી રહ્યું છે.

આમંત્રણ પત્રિકામાં ક્યાંય ડેપ્યુટી સીએમ નીતિન પટેલના નામનો ઉલ્લેખ કરાયો નથી. ત્યારે રાજકીય વર્તુળોમાં આ ચર્ચાએ જોર પકડ્યું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી કુંવરજી બાવળીયા ડેપ્યુટી સીએમ બને તેવી અટકળોએ પણ વેગ પડક્યું હતું, ત્યારે આ આમંત્રણ પત્રિકાથી નીતિન પટેલ અને સીએમ વિજય રૂપાણી વચ્ચેના મતભેદો ખૂલીને સામે આવ્યા છે. 

ગુજરાતમાં આવતીકાલથી વાઈબ્રન્ટ સમિટ યોજાવાની છે. જેમાં દેશવિદેશના અનેક ઉદ્યોગપતિઓ ગુજરાતના મહેમાન બનવાના છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news