ફેશનેબલ દાઢી રાખનારને 51 હજારના દંડ, ગુજરાતના આ સમાજે યુવાનોને કર્યું ફરમાન

Panelty On Beard : ધાનેરામાં 54 ગામના આજણા ચૌધરી સમાજની બેઠક યોજાઈ....આંજણા સમાજના યુવાનોને દાઢી ન રાખવા ફરમાન... દાઢી રાખનાર યુવાનને કરવામાં આવશે 51 હજારનો દંડ...

ફેશનેબલ દાઢી રાખનારને 51 હજારના દંડ, ગુજરાતના આ સમાજે યુવાનોને કર્યું ફરમાન

Banaskantha News : ધાનેરા તાલુકાના 54 ગામ ચૌધરી સમાજ દ્વારા સમાજમાં સામાજીક સુધારા અને સમૂહલગ્ન બાબતે આખો સમાજ રવિવારે ધાનેરાની કોલેજ કેપ્સમાં ભેગા મળી સમાજમાં મોટા પ્રમાણમાં સુધારા કર્યા હતા. તાલુકામાં પાણીની સમસ્યા ઉભી થવાથી ખર્ચાઓ ઉપર પણ કંન્ટ્રોલ કરવા માટે તેમજ યુવાનોને દાઢી ના રાખવા આગેવાનો દ્વારા સામાજીક સુધારા કરાયા હતા. અને જે નિયમનો ભંગ કરશે તેને દંડ કરવાની જોગવાઈ કરી છે

ધાનેરા તાલુકામાં આંજણા ચૌધરી સમાજ જે રાજસ્થાનને અડીને હોવાથી કેટલાક સામાજીક વ્યસનો છે. અને તેમાં પણ કોઇપણ મોત પાછળ ખોટા ખર્ચ વ્યસનમાં થતા હોવાથી તે બંધ કરાવવા તેમજ સમાજમાં સામાજીક સુધારા અને સમૂહલગ્ન બાબતે ચર્ચા વિચારણા કરવા માટે એક ખાસ સંમેલન બોલાવવામાં આવ્યું હતું. જેમાં શિકારપુરા ધામના ગાદિપતિશ્રી દયારામજી મહારાજ દ્વારા કહેવામાં આવે છે કે હિન્દુ ધર્મમાં દાઢી રાખવી એ સંત મહાત્માનું કામ છે પરંતુ યુવાનો આવી દાઢી રાખે એ સમાજને શોભતું નથી માટે દાઢી રાખવી જોઇએ નહીં.જેથી આવા વચનો પાળવા માટે પણ સમાજમાં કડક નિયમ બનાવ્યો હતો અને જે યુવાનો દાઢીઓ રાખીને ફરે છે તે ન રાખવા માટે પણ ફરમાન જારી કરવામાં આવ્યું છે અને દાઢી રાખનાર યુવાન સામે સમાજ દ્વારા દંડ કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. દાઢી રાખનારને 51 હજારનો દંડ ધાનેરાના 54 ગામ ચૌધરી સમાજ દ્વારા સમાજમાં દાઢી રાખનાર યુવાન ના પરિવાર પાસેથી રૂ.51 હજારનો દંડ વસૂલવાની જોગવાઇ કરાઇ છે. 

ધાનેરાની ત્રિસી અને ચોવીસી સમાજના આગેવાનોએ અને યુવાનોની મિટિંગમાં સમાજમાં પ્રથમ સમૂહલગ્ન કરવાનું આયોજન કરાયું છે, ચૌધરી-આંજણા સમાજના મરણ પ્રસંગમાં વ્યસનને તીલાંજલિ આપવાનો પણ ઠરાવ કરાયો છે તેમ છતાં કોઈ વ્યસન કરશે તો તેને એક લાખ દંડ કરવાની કરાઈની જોગવાઈ કરાઈ છે.સિવાય ભોજન પ્રસંગમાં પૌષ્ટિક ભોજન બનાવવું અને પીરસવા માટે ભાડૂતી માણસો ના લાવવાની પણ અપીલ કરાઈ છે ,તો લગ્ન પ્રસંગે ડીજે પર પ્રતિબંધ મુકવાની તેમજ, જન્મદિવસ હોટલમાં મનાવવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને લગ્ન પ્રસંગમાં ફટાકડા લિમિટમાં ફોડવા અને પત્રિકા સાદી છપાવવાનો પણ ઠરાવ કરાયો છે ,ચૉધરી સમાજની આ બેઠકમાં સમાજીક સુધારણા વિષે ચર્ચાઓ કરાઇ હતી અને સમાજમાં થતા ખોટા ખર્ચાઓ તેમજ વ્યસનો બંધ કરવા માટે હાકલ કરતાં સમાજના તમામ લોકોએ તેમાં ટેકો પુરાવ્યો હતો જેમાં વિવિધ 22 જેટલા સુધારાઓ કરીને ઠરાવ કરી તેનો કડક અમલ થાય તે માટે જોગવાઈ કરી હતી..જેને સમાજે વધાવી લીધો છે

54 ગામ ચૌધરી સમાજ-ફાળીયાવાળાના પ્રમુખ રાયમલભાઈ પટેલે જણાવ્યું કે, અમારા સમાજે સમાજમાં સુધારો આવે અને જાગૃતિ માટે 22 મુદ્દાઓનો ઠરાવ કર્યો છે. તો સમાજના આગેવાન રાજનભાઈ ચૌધરીએ કહ્યું કે, અમારા સમાજે જે નિર્ણયો કર્યા તે ખુબજ યોગ્ય છે ફેશનેબલ દાઢી રાખવી તેના ઉપર મનાઈ ફરર્માવાઇ છે. દાઢી રાખવા અને તેની સારસંભાળ રાખવા માટે યુવાનો બહુ સમય વેડફી રહ્યા હતા ,લગ્નમાં ખોટા ખર્ચ થતા હતા તેની જગ્યાએ ગૌશાળામાં દાન અથવા સામાજિક સંસ્થાઓમાં દાન આપીને સમાજને મજબુત બનાવવો જોઈએ.

ચૉધરી-આંજણા સમાજ દ્વારા વિવિડજ 22 પ્રકારના સામાજિક સુધારાના ઠરાવ કરાયા છે જેમાં યુવાનોને ફેશનેબલ દાઢી રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવતા સમાજના અન્ય આગેવાનો તેમજ યુવાનોમાં ખુશી ફેલાઈ છે ,આ મામલે યુવાનોનું કહેવું છે કે ફેશનેબલ દાઢી રાખવા અને તેની સારસંભાળ રાખવામાં યુવાનોનો ઘણો સમય બરબાદ થઈ જાય છે અને દાઢી રાખવાથી યુવાન ક્યા ધર્મનો છે તે ખબર પડતી નથી અને ફેશનના નામે યુવાનો બરબાદી તરફ જઈ રહ્યા છે જેથી દાઢી ન રાખવાનો નિર્ણય યોગ્ય છે તો સાથે -સાથે લગ્ન પ્રસંગમાં ડી.જે ઉપર પ્રતિબંધ તેમજ જન્મદિવસ હોટલમાં ઉજવવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે તે ખુબજ યોગ્ય છે તેમજ વ્યસનને તિલાંજલિ માટે પણ દંડની જોગવાઈ કરાઈ છે તેને યુવાનોએ આવકારી છે

ધાનેરાના 53 ગામ ચૉધરી-આંજણા સમાજ દ્વારા તેમના સમાજના વિકાસ અને પ્રગતિ માટે જે 22 મુદ્દાઓનો અમલ કરાયો છે અને તેમાંય યુવાનોને દાઢી રાખવા ઉપર તેમજ લગ્ન પ્રસંગમાં ડી.જે ઉપર પ્રતિબંધ, હોટલમાં જન્મદિવસ ઉજવવા ઉપર પ્રતિબંધ અને વ્યસન ઉપર પ્રતિબંધ મૂક્યો છે અને તેનું કોઈ ઉલ્લંઘન કરે તો દંડની જોગવાઈ કરી છે જેને લઈને બનાસકાંઠા અને મહેસાણાના અન્ય પરગણા અને ગોળના ચૉધરી સમાજના લોકો આ નિર્ણયને આવકારી રહ્યા છે અને તેમના સમાજના ગોળમાં પણ આ નિયમો લાગુ થાય તેમ ઈચ્છી રહ્યા છે.

ન થરાદ ચૉધરી સમાજના યુવક શિવરાજ ચૌધરીએ કહ્યું કે, ધાનેરાના ચૉધરી સમાજે જે નિર્ણયો કર્યા છે તે ખુબજ સરસ છે અમે પણ ઇચ્છીએ છીએ કે અમારા ગોળ અને ઝલામાં આવા નિયમો બને. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news