મંજુલા શ્રોફનું નિત્યાનંદ સાથેનું કનેક્શન સામે આવ્યું, DPSએ નિત્યાનંદ આશ્રમ સાથે છેડો ફાડ્યો

નિત્યાનંદ આશ્રમ (Nityanand Ashram) ના વિવાદોમાં વધવાની સીધી અસર ડીપીએસ સ્કૂલને થઈ હતી. બંને વચ્ચેની સાંઠગાંઠ આખરે ખુલી હતી. ત્યારે પોતાના પગ નીચે રેલો આવતા જ DPS સ્કૂલે નિત્યાનંદ આશ્રમ સાથે છેડો ફાડ્યો છે. ડીપીએસ સ્કૂલે આશ્રમ સાથેનો કરાર રદ કર્યો છે. આમ, ડીપીએસે નિત્યાનંદ સાથેના તમામ સંબંધો તોડ્યા છે. તો બીજી તરફ, ડીપીએસના ડાયરેક્ટર મંજુલા શ્રોફ (Manjula Shroff) અને નિત્યાનંદ વચ્ચેની સાંઠગાંઠ થઈ હોવાનું પણ સામે આવ્યું છે. 
મંજુલા શ્રોફનું નિત્યાનંદ સાથેનું કનેક્શન સામે આવ્યું, DPSએ નિત્યાનંદ આશ્રમ સાથે છેડો ફાડ્યો

અમદાવાદ :નિત્યાનંદ આશ્રમ (Nityanand Ashram) ના વિવાદોમાં વધવાની સીધી અસર ડીપીએસ સ્કૂલને થઈ હતી. બંને વચ્ચેની સાંઠગાંઠ આખરે ખુલી હતી. ત્યારે પોતાના પગ નીચે રેલો આવતા જ DPS સ્કૂલે નિત્યાનંદ આશ્રમ સાથે છેડો ફાડ્યો છે. ડીપીએસ સ્કૂલે આશ્રમ સાથેનો કરાર રદ કર્યો છે. આમ, ડીપીએસે નિત્યાનંદ સાથેના તમામ સંબંધો તોડ્યા છે. તો બીજી તરફ, ડીપીએસના ડાયરેક્ટર મંજુલા શ્રોફ (Manjula Shroff) અને નિત્યાનંદ વચ્ચેની સાંઠગાંઠ થઈ હોવાનું પણ સામે આવ્યું છે. 

ડીપીએસ હવે આશ્રમના બાળકોને નહિ ભણાવે 
એક જ સંકુલમાં આશ્રમ અને શાળા ધમધમી રહ્યા હતા. વિવાદ વધતા જ ડીપીએસના મંજુલા શ્રોફ દ્વારા આશ્રમ સાથેનો કરાર રદ કરવામાં આવ્યો છે. સીએસઆર હેઠળ ડીપીએસ સ્કૂલ આશ્રમના બાળકોને શિક્ષણ આપતું હતું. એટલું જ નહિ, ડીઈઓ કચેરીમાં ડીપીએસની પોલ ખુલ્લી પડતા જ ડીપીએસ દ્વારા આશ્રમ ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ડીપીએસની આશ્રમ સાથેની સાંઠગાંઠ ખૂલતા જ ડીઈઓ કચેરી દ્વારા સ્કૂલને નોટિસ આપવામાં આવી હતી. તપાસમાં સહકાર ન આપતા DEOએ સ્કૂલને નોટિસ ફટકારવામાં આવી હતી. કચેરી દ્વારા 7 દિવસમાં DPS સ્કુલ પાસેથી જવાબ માંગવામાં આવ્યો હતો. સત બે દિવસથી DEO કચેરીના અધિકારીઓ સ્કૂલમાં તપાસ કરી રહ્યા હતા.

મંજુલા શ્રોફ નિત્યાનંદના આશ્રમમાં ગયા હતા
DPS સ્કૂલ ડાયરેક્ટર મંજુલા શ્રોફ અંગે ચેનલ ઝી 24 કલાકે EXCLUSIVE ખુલાસો કર્યો છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે, વર્ષ 2018માં ડીપીએસનાં ડાયરેક્ટર મંજુલા શ્રોફે નિત્યાનંદની શિબિરમાં ભાગ લીધો હતો. મંજુલા શ્રોફે બેંગલુરુમા પહેલીવાર શિબિરમાં ભાગ લીધો હતો. 2018ની બેંગુલુરુની એ શિબિરમાં પાવર મેનિફેસ્ટેશન શીખવવામાં આવતું હતું. શિબિરમાં થર્ડ આઈ અને બોડી સ્કેન વિદ્યા શીખવવામાં આવતી હતી. 2018ની શિબિરમાં રિમોટ સ્કેન નામની વિદ્યા પણ શીખવવામાં આવી હતી. જે બાદ મંજુલા શ્રોફે અમદાવાદમાં નિત્યાનંદ આશ્રમને જમીન આપવાની અને એક નવો આશ્રમ બાંધી આપવાના કરાર કર્યા હતા. 

ડીપીએસ નિત્યાનંદની ગુરુકુળ બને તે પહેલા જ આશ્રમનું કૌભાંડ ખૂલ્યું
2018થી મંજુલા શ્રોફ અને નિત્યાનંદ વચ્ચેના સંબંધો મજબૂત બન્યા હતા. તેઓ નિત્યાનંદના બેંગલુરુના આશ્રમથી ગતિવિધિથી પ્રભાવિત થયા હતા. જેના બાદ ડીપીએસ સ્કૂલના સંકુલમા આશ્રમ બનાવવામાં આવ્યું હતુ. છેલ્લાં 6 મહિનાથી ડીપીએસના કેમ્પસમાં નિત્યાનંદનો આશ્રમ ધમધમી રહ્યો છે. સાથે જ આશ્રમના વિદ્યાર્થીઓને પોતાની સ્કૂલ બનાવશે તેવો કરાર કરવામાં આવ્યો હતો. એટલું જ નહિ, આશ્રમના બાળકોને લાવવા લઈ જવા માટે પણ ડીપીએસની બસનો ઉપયોગ લેવાતો હતો. પરંતુ ડીપીએસ નિત્યાનંદની ગુરુકુળ બને તે પહેલા જ આશ્રમનું કૌભાંડ ખૂલ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news