VIDEO: ગુજરાત વિધાનસભામાં ગુંડાગર્દી વિશે Dy.CM નિતીન પટેલે કંઇક આવું કહ્યું

ગુજરાત વિધાનસભામાં આજે ખૂબ જ શરમજનક ઘટના ઘટી છે. લોકશાહી લજવાઇ છે. વિધાનસભા ગૃહમાં ધારાસભ્યો વચ્ચે છૂટાહાથે મારામારીનો બનાવ બન્યો હતો. આ સમગ્ર હોબાળાની વચ્ચે ગૃહને 10 મિનિટ મોકૂફ રાખવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમને સવાલ ન પૂછવા દેવામાં આવતા આ મામલો વણસ્યો હોવાનું જાણવા મળ્યું છે. 

VIDEO: ગુજરાત વિધાનસભામાં ગુંડાગર્દી વિશે Dy.CM નિતીન પટેલે કંઇક આવું કહ્યું

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં આજે ખૂબ જ શરમજનક ઘટના ઘટી છે. લોકશાહી લજવાઇ છે. વિધાનસભા ગૃહમાં ધારાસભ્યો વચ્ચે છૂટાહાથે મારામારીનો બનાવ બન્યો હતો. આ સમગ્ર હોબાળાની વચ્ચે ગૃહને 10 મિનિટ મોકૂફ રાખવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમને સવાલ ન પૂછવા દેવામાં આવતા આ મામલો વણસ્યો હોવાનું જાણવા મળ્યું છે. 

કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાત અને ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલ વચ્ચે છૂટાહાથે મારામારી થઇ હતી. કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરે વિક્રમભાઇ માડમનું માઇક તોડી ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલને માઇક માર્યું હતું. આ ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્યો ઘટના દરમિયાન વેલમાં ધસી આવ્યાં હતાં. ધારાસભ્યો અમરિશ ડેર અને વિક્રમ માડમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. 

સમગર ઘટના બાદ ડે. સીએમ નીતિન પટેલે પત્રકારો સંબોધિત કરતાં જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભામાં કદી ન બન્યો હોય એવો કલંકિત કરતો હિંસક અને તોફાની બનાવ બન્યો. આજે વિધાનસભા ગૃહ ખૂબ જ શાંતિથી ચાલતું હતું. પ્રશ્નોતરીનો સમય પુરો થયા પછી પોઇન્ટ ઓફ ઓર્ડરની પ્રક્રિયા પુરી થઇ. ત્યારપછી વિપક્ષમાંથી શૈલેષભાઇ પરમાર કોઇ બાબત પર પોઇન્ટ ઓફ ઓર્ડર ઉભો કરી અધ્યક્ષને તેમની રજૂઆત કરતા હતા. એ વખતે ધારાસભ્ય વિક્રમ માડમ તરફથી પણ કોઇ પ્રશ્ન ઉપસ્થિત કરવા માટે અધ્યક્ષનું સતત ધ્યાન દોરવામાં આવી રહ્યું હતું. એ વખતે અધ્યક્ષે વિક્રમભાઇને એમ કહ્યું કે અત્યારે હું શૈલેષભાઇ પરમારનો પોઇન્ટ ઓફ ઓર્ડરનો મુદ્દો સાંભળી લઉ. એ પ્રક્રિયા પૂર્ણ થાય પછી હું તમને તક આપું છું. અને હું પછી તમને સાંભળીશ.

આ વાત પત્યા પછી વિક્રમભાઇ માડમ પણ  એમના સ્થાને બેસી ગયા હતા. પરંતુ અચાનક કોઇપણ કારણ વગર કોંગ્રેસના ધારાસભ્ય રાજુલાના અમરીશભાઇ ડેર અચાનક ઉશ્કેરાઇને ઉભા થઇ ગયા. અને તેમણે પહેલાં વિપક્ષના નેતા અને પોતાના નેતા શૈલેષભાઇ તરફ હાથ કરીને કંઇક વાક્યો બોલ્યા. અને કોંગ્રેસના સભ્યોમાં જ એકદમ શોરબકોર અને ધમાલ થઇ ગઇ. ના સંભળાય એવી પરિસ્થિતી ઉભી થઇ ગઇ. કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો અમરીશભાઇ ડેરને મનાવવા ગયા.

અલ્પેશ ઠાકોર પણ ઉભા થઇ બીજા સભ્યો સાથે અમરીશભાઇને મનાવવા ગયા. બેસી જવા કહ્યું, વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને નેતા શૈલેષભાઇ પરમાર દ્વારા પણ સતત અમરીશભાઇને બેસી જવાનું સૂચના આપવામાં આવી. પરંતુ ગમે તે કારણસર અમરીશભાઇ ઉશ્કેરાઇ ગયા અને એકદમ દોડીને અધ્યક્ષના સ્થાન તરફ આવવા લાગ્યા. અને એજ વખતે કોંગ્રેસના બીજા ધારાસભ્ય પ્રભાતભાઇ દુધાત એ પણ કોઇપણ કારણસર એ તો સમગ્ર ઘટનામાં ક્યાંય ચિત્રમાં જ ન હતા. 

અધ્યક્ષ, વિક્રમભાઇ અને અમરીશભાઇ સાથે ચર્ચા ચાલતી હતી તે દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાત ઉશ્કેરાઇને દોડતા આવીને બીજા એક કોંગ્રેસના ધારાસભ્યનું માઇક તોડીને તે માઇક ભાજપના ધારાસભ્ય જગદીશભાઇ પંચાલના માથામાં માર્યું. બાજુમાં બેસેલા નિમાબેન જો નમી ન ગયા હોત તો તેમણે પણ આ માઇક માથામાં વાગી ગયું હોત. વિધાનસભાના રેકોર્ડિંગ ફૂટેજમાં સ્પષ્ટ દેખાઇ છે કે કેવી રીતે પ્રતાપભાઇ દોડતા આવીને જગદીશભાઇ પર માઇક વડે હુમલો કરે છે. 

ત્યારબાદ તેમની પાછળ અમરીશભાઇ ડેર દોડી આવ્યા અને બોલી ન શકાય એવા અપશબ્દો ઉચાર્યા. વિધાનસભા ગૃહ એવી અશ્લિલ ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે દરમિયાન 10 મિનિટ માટે વિધાનસભા ગૃહ સ્થગિત રાખવામાં આવ્યું હતું. વિધાનસભા ગૃહ મુલત્વી રાખ્યા પછી પણ કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોર તે પણ કોઇપણ કારણ વગર ઉશ્કેરાટમાં આવીને ભાજપના ધારાસભ્યો પર તેમણે હુમલો કર્યો. કોંગ્રેસના બીજા ધારસભ્યો પણ સામ-સામે આવી એકબીજા સાથે મારામારી અને હાથપાઇ કરવા લાગ્યા. 1990થી એક ટર્મને બાદ કરતાં હું વિધાનસભાની કાર્યવાહી જોતો આવ્યો છું પરંતું કયારેય આટલી હિંસક, નિંદનીય અને તોફાની ઘટના કોઇ દિવસ જોઇ નથી. 

કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા હિંસક, અને નિંદનીય કૃત્ય કરવામાં આવ્યું છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને શૈલેષભાઇ પરમાર તથા અન્ય કોંગ્રેસના નેતાઓ દ્વારા વારંવાર સમજાવવા છતાં પણ કોંગ્રેસના ધારાસભ્ય અમરીશભાઇ દ્વારા હિંસક કૃત્ય કરવામાં આવ્યું. અમરીશભાઇ દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું છે તે ગુજરાત વિધાનસભા જ નહી સમગ્ર દેશની વિધાનસભામાં ક્યારેય ન બન્યું હોય એવું કલંકિત કૃત્ય કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યું છે.ડે. સીએમ. નીતિન પટેલે ભાજપના ધારાસભ્યો દ્વારા અપશબ્દો બોલવામાં આવ્યા હોવાની વાતને કાઢવામાં આવી હતી. અને કહ્યું હતું કે સંપૂર્ણ તોફાન ફક્ત કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો દ્વારા આચરવામાં આવ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news