ભૂકંપથી ફરી ધણધણ્યું ગુજરાત, વડોદરાથી સુરત સુધી અનુભવાયા 4.3 તિવ્રતાના આંચકા

ગુજરાતની ધરા ફરી એકવાર ભુકંપથી ધણધણી ઉઠી છે. કચ્છ બાદ ભુકંપ ધીરે ધીરે આગળ વધી રહ્યો હોય તે પ્રકારે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં ભુકંપના આંચકાઓ અનુભવાયા હતા. સુરત, ભરૂચ અને વલસાડમાં ભુકંપના આંચકા અનુભવાયા હતા. ભરૂચમાં 4.3ની તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. 3થી 4 સેકન્ડ સુધી ભૂકંપ અનુભવાયો હતો. 

ભૂકંપથી ફરી ધણધણ્યું ગુજરાત, વડોદરાથી સુરત સુધી અનુભવાયા 4.3 તિવ્રતાના આંચકા

અમદાવાદ : ગુજરાતની ધરા ફરી એકવાર ભુકંપથી ધણધણી ઉઠી છે. કચ્છ બાદ ભુકંપ ધીરે ધીરે આગળ વધી રહ્યો હોય તે પ્રકારે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં ભુકંપના આંચકાઓ અનુભવાયા હતા. સુરત, ભરૂચ અને વલસાડમાં ભુકંપના આંચકા અનુભવાયા હતા. ભરૂચમાં 4.3ની તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. 3થી 4 સેકન્ડ સુધી ભૂકંપ અનુભવાયો હતો. 

માંગરોળ, માંડવી, બારડોલી અને ઓલપાડ સહિતનાં વિસ્તારોમાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. ભૂકંપના પગલે સ્થાનિકો ખાસ કરીને ઉંચા બિલ્ડિંગમાં રહેલા લોકો નીચે દોડી આવ્યા હતા. જો કે હજી સુધી ભૂકંપના કારણે કોઇ પણ વ્યક્તિનાં જાન માલના નુકસાન અંગેની કોઇ માહિતી નથી. આ અંગે સિસ્મોલોજી વિભાગ દ્વારા અધિકારીક રીતે વાતનો સ્વિકાર કર્યો હતો. 04.3ની તિવ્રતાનો ધરતી કંજ 03.40 મિનિટે અનુભવાયો હતો. જે ભરૂચની આસપાસનાં 36 કિલોમીટર વિસ્તારમાં અનુભવાયો હતો. 

સુરતના ઉમરવાડા વિસ્તારમાં ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. ભૂકંપનુ કેન્દ્ર બિંદ મોટા માલપોર ગામે હોવાનું સામે આવ્યું હતું. નેત્રંગ તાલુકાના મોટા માલપુર ગામે ભૂકંપનુ કેન્દ્રબિંદુ હોવાનું અધિકારીઓએને નિવેદન આપ્યું હતું. જો કે ભૂકંપના કારણે હાઇ રાઇઝ બિલ્ડિંગમાંલોકોનાં ટોળે ટોળા નીચે ઉતરી ગયા હતા. 

બીજી તરફ આણંદમાં પણ ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. આણંદ શહેરના કેટલાક વિસ્તારોમાં ભૂકંપ અનુભવાયા હતા. શહેરના રાજશિવાલય વિસ્તારમાં આંચકાઓ અનુભવાયા હતા. ગ્રામ્ય વિસ્તારમાં પણ ભૂકંપ અનુભવાયો હોવાની વાતો વહેતી થઇ છે. જીલ્લા કલેક્ટર દ્વારા 8 તાલુકાઓ પાસેથી આ અંગેના અહેવાલો મંગાવવામાં આવ્યા હતા. બીજી તરફ વડોદરામાં પણ ભૂકંપના આંચકાઓ અનુભવાયા હોવાનું સ્થાનિકો કરી રહ્યા છે. જો કે તેની તિવ્રતા ખુબ જ ઓછી હોવાનું સામે આવી રહ્યું છે. પરંતુ કલેક્ટર કે અન્ય કોઇ અધિકારીક રીતે તેની પૃષ્ટી થઇ નથી. આ ઉપરાંત પંચમહાલમાં પણ ધરતીકંપના આંચકાઓ અનુભવાયા હતા. આ ઉપરાંત પંચમહાલમાં પણ ધરતીકંપના આંચકાઓ અનુભવાયા હોવાનું સામે આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news