જીતુ વાઘાણી બાદ હવે બાબુ રાયકા પર પ્રતિબંધ, 72 કલાક નહિ કરી શકે ચૂંટણી પ્રચાર

ચૂંટણી પ્રચારમાં અશોભનીય શબ્દો બોલવા પર સુરત કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકા પર ચૂંટણી પંચે પ્રતિબંધ લગાવ્યો છે. સુરતની એક સભામાં બાબુ રાયકાએ જીતુ વાઘાણી માટે હરામખોર શબ્દનો ઉપયોગ કરતા દિલ્હી ચૂંટણી પંચે તેમના પર 72 કલાક પ્રચાર ન કરવા પ્રતિબંધ લગાવ્યો છે. 
જીતુ વાઘાણી બાદ હવે બાબુ રાયકા પર પ્રતિબંધ, 72 કલાક નહિ કરી શકે ચૂંટણી પ્રચાર

તેજશ મોદી/સુરત :ચૂંટણી પ્રચારમાં અશોભનીય શબ્દો બોલવા પર સુરત કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકા પર ચૂંટણી પંચે પ્રતિબંધ લગાવ્યો છે. સુરતની એક સભામાં બાબુ રાયકાએ જીતુ વાઘાણી માટે હરામખોર શબ્દનો ઉપયોગ કરતા દિલ્હી ચૂંટણી પંચે તેમના પર 72 કલાક પ્રચાર ન કરવા પ્રતિબંધ લગાવ્યો છે. 

ચૂંટણી પ્રચારમાં અનેક નેતાઓએ અભદ્ર શબ્દોનો પ્રયોગ કર્યો હતો. ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ હરામજાદા શબ્દનો ઉપયોગ કર્યો હતો, તો સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાએ ભાજપવાળાને હરામખોર, નાગા કહ્યા હતા. બાબુ રાયકાએ કહ્યું હતું કે, હરામખોર ભાજપવાળા નાગાઓ આપણને મારવા લે તો આપણે ગાંધી ચિંધ્યા માર્ગે વાત કરીશું. ત્યારે આ વાતની દિલ્હી ચૂંટણી પંચે નોઁધ લીધી છે, અને તેમના ચૂંટણી પ્રચાર પર 72 કલાલનો પ્રતિબંધ મૂક્યો છે. તેઓ 2 મે સાંજે 4 વાગ્યાથી 5 મે સુધી ત્રણ દિવસ ભારતમાં ક્યાંય ચૂંટણી પ્રચાર નહિ કરી શકે. 

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ચૂંટણી પંચે આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા પર ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પર 72 કલાકનો પ્રતિબંધ લગાવ્યો છે. આ પ્રતિબંધ મંગળવારે સાંજે 4 વાગ્યાથી શરૂ થયો હતો. ચૂંટણી પંચે જીતુ વાઘાણી પર આ કાર્યવાહી સુરત જિલ્લાના અમરોલીમાં આચાર સંહિતાના ઉલ્લંઘન કરવા પર કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news