પગાર વધારાની માગ સાથે સુરતમાં કર્મચારીઓની હડતાળ સાથે વિરોધ પ્રદર્શન

સમગ્ર દેશમા પગાર વધારો તથા અન્ય માંગણીઓને લઇને બેંક, પોસ્ટઓફિસ, આંગણવાડી સહિતના કર્મચારીઓ બે દિવસની હડતાળ પર ઉતર્યા છે. આજે હડતાળનો બીજો દિવસ છે ત્યારે સુરતમા બેંક કર્મચારીઓ સાથે આંગણવાડીની મહિલાઓ પણ હડતાળ પર ઉતરી છે. અગાઉ તેઓ દ્વારા પગાર વધારાના મુદ્દે હડતાળ પાડવામા આવી હતી. 

પગાર વધારાની માગ સાથે સુરતમાં કર્મચારીઓની હડતાળ સાથે વિરોધ પ્રદર્શન

ચેતન પટેલ/સુરત: સમગ્ર દેશમા પગાર વધારો તથા અન્ય માંગણીઓને લઇને બેંક, પોસ્ટઓફિસ, આંગણવાડી સહિતના કર્મચારીઓ બે દિવસની હડતાળ પર ઉતર્યા છે. આજે હડતાળનો બીજો દિવસ છે ત્યારે સુરતમા બેંક કર્મચારીઓ સાથે આંગણવાડીની મહિલાઓ પણ હડતાળ પર ઉતરી છે. અગાઉ તેઓ દ્વારા પગાર વધારાના મુદ્દે હડતાળ પાડવામા આવી હતી. 

જો કે રાજય સરકારે ઓકટોબર મહિનામા તેમના વેતનમા રૂપિયા 1500નો વધારો કરી આપ્યો હતો. જો કે હજી સુધી તેમના વેતનમા કોઇ પણ પ્રકારનો વધારો આપવામા આવ્યો નથી. જેને લઇને આંગણવાડીની મહિલાઓ પણ આ હડતાળમા જોડાય હતી. લિંબાયત ખાતે અંદાજિત 600થી વધુ મહિલાઓ આ હડતાળમા જોડાય વિરોધ પ્રદર્શન કર્યો હતો.

સુરત: 47 ઇન્ટરનેશનલ પતંગબાજોએ તાપી નદીના કિનારે આકાશમાં ઉડાવી પતંગ

અલગ અલગ પ્રકારની માંગને લઇને સરકારી અને અર્ધસરકારી કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે. રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ પગાર વધારાની માંગ સાથે હડતાળ કરી રહ્યા છે. જ્યારે સુંરતમાં પણ કર્મચારીઓ દ્વારા તથા આંગણલાડીની મહિલાઓ દ્વારા હડતાલ રાખીને સરકાર સામે માંગ સંતોષાય તેવી આશા રાખી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news