લોકરક્ષક દળની પરીક્ષા આપી પરત ફરતા એક મહિલા અને એક યુવકનું મોત

રાજ્યમાં અલગ અલગ જગ્યાએ લોકરક્ષક દળની પરીક્ષા આપીને પરત ફરતા બે પરિક્ષાર્થીઓનું અકસ્માતમાં મોત થયું છે. જ્યારે 6 લોકોને ઇજા પહોંચી છે.

લોકરક્ષક દળની પરીક્ષા આપી પરત ફરતા એક મહિલા અને એક યુવકનું મોત

અમદાવાદ: રાજ્યભરમાં આજે લોકરક્ષક દળની પરીક્ષાનું આયોજન કરાવમાં આવ્યું હતું. પરંતુ પેપર લીક થઇ જતા આ પરીક્ષાને રદ કરવામાં આવી હતી. આ ઘટનાને લઇને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યા હતો. ત્યારે રાજ્યમાં અલગ અલગ જગ્યાએ લોકરક્ષક દળની પરીક્ષા આપીને પરત ફરતા બે પરિક્ષાર્થીઓનું અકસ્માતમાં મોત થયું છે. જ્યારે 6 લોકોને ઇજા પહોંચી છે.

(ગાંધીનગર નજીક અકસ્માતમાં મહેસાણાના યુવકનું મોત)

મહેસાણાથી અમદાવાદ લોકરક્ષક દળની પરીક્ષા આપવા આવેલા યુવકનું એસટી બસની ટક્કરે મોત થયું હતું. મહેસાણાથી બાઇક વિહોલ જતિનસિંહ પ્રદીપસિંહ નામનો 26 વર્ષયી યુવક અને તેનો મિત્ર લોકરક્ષક દળની પરીક્ષા આપવા અમદાવાદ આવ્યા હતા. પરંતુ પરીક્ષા રદ કરવામાં આવતા તે નિરાશ થઇને પરત તેને ઘરે જઇ રહ્યો હતો. તે દરમિયાન ગાંધીનગર બાવલા ચોકડી નજીક એસટી બસની ટક્કરથી તેનું મોત થયું હતું. જ્યારે તેની સાથે આવેલા તેના એક મિત્ર ઇજાગ્રસ્ત થયો હતો. જેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

(ભચાઉ અકસ્માતમાં ગાંધીધામ સારવાર લઇ રહેલા ટંકારાના પરીક્ષાર્થીઓ)

જ્યારે અન્ય એક અકસ્માતની ઘટના ભચાઉ નજીક બની છે. મોરબી નજીક ટંકારાના પરીક્ષાર્થીઓ અર્ટીકા કાર લોકરક્ષક દળની પરીક્ષા આપવા ભૂજ આવ્યા હતા. પરંતુ પરીક્ષા રદ થતા તેઓ ત્યાંથી પરત પોતાના વતન ફરી રહ્યાં હતા. તે દરમિયાન ભચાઉ નજીક કાર પલટી મારી જતાં પાંચ પરીક્ષાર્થીઓને ઇજા પહોંચી હતી ત્યારે તેમની સાથે આવેલા આશરે 50 વર્ષીય મહિલાનું મોત થયું હતું. ત્યારે ઇજાગ્રસ્ત પરીક્ષાર્થીઓને ભચાઉ અને ગાંધીધામની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news