ખ્યાતનામ જ્યોતિષ બેજાન દારૂવાલાનું 90 વર્ષની ઉંમર નિધન

ખ્યાતનામ જ્યોતિષ બેજાન દારૂવાલાનું 90 વર્ષની ઉંમરે નિધન થયું છે. અમદાવાદની અપોલો હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી તે દરમિયાન આજે બપોરે તેમનું નિધન થયું છે.

ખ્યાતનામ જ્યોતિષ બેજાન દારૂવાલાનું 90 વર્ષની ઉંમર નિધન

બ્રિજેશ દોશી, અમદાવાદ: ખ્યાતનામ જ્યોતિષ બેજાન દારૂવાલાનું 90 વર્ષની ઉંમરે નિધન થયું છે. અમદાવાદની અપોલો હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી તે દરમિયાન આજે બપોરે તેમનું નિધન થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે, થોડા સમય પહેલા તેમને કોરોના લક્ષણો દેખાયા હતા અને તેમના રિપોર્ટ પણ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલા કોરોનાના શિકાર બન્યા હોવાની અટકળો વચ્ચે તેમના પુત્ર નાસતુર દારૂવાલાએ સ્પષ્ટતા કરી હતી કે, બેજાન દારૂવાલાને કોરોના થયો નહતો. તેઓ લંગ ઇન્ફેક્શનથી પીડાતા હતા અને તેમની હાલત નાજૂક હતી. પરંતુ દારૂવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને લઇને તેમને અપોલો હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ત્યારે આજે 90 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું છે.

— Vijay Rupani (@vijayrupanibjp) May 29, 2020

ત્યારે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલાના નિધન પર રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ ટ્વિટ કરી કહ્યું હતું કે, પ્રસિદ્ધ જ્યોતિષ બેજાન દારૂવાલાના નિધનથી દુખી છું. હું તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. ઓમ શાંતિ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news