વડાપ્રધાન આવાસ યોજના હેઠળ 15 હજાર કરોડનું કૌભાંડ થયાનો આક્ષેપ

શહેરમાં સ્લમ ફ્રી સિટી અંતર્ગત વડાપ્રધાન અને મુખ્યમંત્રી આવાસ યોજના ચાલી રહી છે. જો કે વડોદરામાં આ યોજના અંતર્ગત 13 હજારથી 15 હજાર કરોડનું કૌભાંડ થયું હોવાનો દાવો એક સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યો છે. જાગો વડોદરા નામની આ સંસ્થા દ્વારા આ યોજના બંધ કરવા ઉપરાંત તેની તપાસ સીબીઆઇને સોંપવા માટેની માંગ પણ કરવામાં આવી રહી છે. આવેદન પત્ર વડાપ્રધાનને મોકલવા ઉપરાંત જિલ્લા કલેક્ટરને પણ આપવામાં આવ્યું છે.
વડાપ્રધાન આવાસ યોજના હેઠળ 15 હજાર કરોડનું કૌભાંડ થયાનો આક્ષેપ

વડોદરા : શહેરમાં સ્લમ ફ્રી સિટી અંતર્ગત વડાપ્રધાન અને મુખ્યમંત્રી આવાસ યોજના ચાલી રહી છે. જો કે વડોદરામાં આ યોજના અંતર્ગત 13 હજારથી 15 હજાર કરોડનું કૌભાંડ થયું હોવાનો દાવો એક સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યો છે. જાગો વડોદરા નામની આ સંસ્થા દ્વારા આ યોજના બંધ કરવા ઉપરાંત તેની તપાસ સીબીઆઇને સોંપવા માટેની માંગ પણ કરવામાં આવી રહી છે. આવેદન પત્ર વડાપ્રધાનને મોકલવા ઉપરાંત જિલ્લા કલેક્ટરને પણ આપવામાં આવ્યું છે.

જાગો વડોદરા સંસ્થાનાં અગ્રણી નરેન્દ્ર રાવત અને અમી રાવતે વડોદરા જિલ્લા કલેક્ટરને સોંપેલા આવેદનપત્રમાં જણાવ્યું કે, વડોદરાનાં લોકોની અને સરકારની પ્રાઇમ લોકેશન ધરાવતી જગ્યા વડાપ્રધાન યોજનાનાં નામે પ્રાઇવેટ બિલ્ડર્સને સોંપી દેવાઇ છે. આ યોજનાનાં નામે 13થી 15 હજાર કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. જેથી આ યોજનાને તાત્કાલીક બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news