અમદાવાદ: હિમાલયા મોલની નજીક લાગી આગ, ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટના સ્થળે

  ડ્રાઇવ-ઇન રોડ પર આવેલા હિમાલય મોલની નજીક શ્રી કોમ્પ્લેક્સના ભોયરમાં આગ લાગી છે. આગ લાગવાના સમાચાર મળતાં જ ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે.

અમદાવાદ: હિમાલયા મોલની નજીક લાગી આગ, ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટના સ્થળે

અમદાવાદ: અમદાવાદના હિમાલયા મોલ પાસે આવેલા ટાવરના ભોયરામાં આગ લાગી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. મળતી માહિતી અનુસાર ડ્રાઇવ-ઇન રોડ પર આવેલા હિમાલય મોલની નજીક શ્રી કોમ્પ્લેક્સના ભોયરમાં આગ લાગી છે. આગ લાગવાના સમાચાર મળતાં જ ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટનાસ્થળે રવાના થઇ ગઇ છે. 

પ્રાથમિક મળતી માહિતી અનુસાર આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોય તેવી આશંકા અધિકારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આગ બુઝાવવા માટેના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે. આગ લાગવાના કારણે ચોતરફ આગના ધૂમાડા ઉઠ્યા હતા. અત્યાર સુધી મળતા સમાચાર અનુસાર કોઇ ફસાયું હોવાનું જાણવા મળ્યું છે. આગ પગલે આસપાસથી લોકોને દૂર કરવામાં આવી રહ્યા છે. આગ પર કાબૂ મેળવવા માટે સ્થાનિકો અને ફાયર બ્રિગેડ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

આગ લાગનાર જગ્યામાં AMC ની મંજૂરી વગર ભોંયરૂ બનાવ્યું હતું. દુકાનદારે આગ લાગતા ચાવી આપવાનો ઈન્કાર કર્યો હતો. મહત્વનું છે, કે ટાયરના ગોડાઉનમાં આગ લાગતા બિલ્ડીંગના રહેણાંક મકાનોમાં પ્રસરી હતી. જ્યારે સ્થાનિક રહિશો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે, કે  દુકાન મલિક નશાના હાલત છે, અને સ્થાનિકોને દુકાનદાર સાથે કરી ઝપાઝપી પણ થઇ હતી. આગને કરાણે વળતા ધૂમાડાના ગોટાઓને દૂર કરવા માટે મોટા પંખાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news