રાજકોટ-ગોંડલ રોડ પર CNG કાર અગનગોળો બની, ડ્રાઇવરનો આબાદ બચાવ

શહેરના મોરબી હાઇવે પર બેડી પુલ પરથી પસાર થતી i20 કાર પસાર થતી હતી ત્યારે અચાનક આગ ભભુકી ઉઠી હતી. જેમાં અચાનક આગ લાગવાની ઘટનાથી નાસભાગ મચી ગઈ હતી. આ સમયે ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે કારચાલક સમયે કારમાંથી નીચે ઉતરી જતા કોઈ જાનહાનિ થઈ નહોતી.
રાજકોટ-ગોંડલ રોડ પર CNG કાર અગનગોળો બની, ડ્રાઇવરનો આબાદ બચાવ

રાજકોટ : શહેરના મોરબી હાઇવે પર બેડી પુલ પરથી પસાર થતી i20 કાર પસાર થતી હતી ત્યારે અચાનક આગ ભભુકી ઉઠી હતી. જેમાં અચાનક આગ લાગવાની ઘટનાથી નાસભાગ મચી ગઈ હતી. આ સમયે ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે કારચાલક સમયે કારમાંથી નીચે ઉતરી જતા કોઈ જાનહાનિ થઈ નહોતી.

પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ-મોરબી હાઇવે પર રાજકોટથી મોરબી તરફ જતી હ્યુન્ડાઇની સફેદ કલરની I20 કાર નંબર GJ 36 F 7009 બેડી ચોક નજીક પુલ પર પસાર થઇ રહી હતી. દરમિયાન કારમાં અચાનક આગ ભભુકી ઉઠી હતી. જો કે કારચાલકે સમય સૂચકતા વાપરી નીચે ઉતરી ગયો હતો. તત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા ફાયરબ્રિગેડ સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ડ્રાઇવરની સમયસૂચકતાના કારણે કોઇ જાનહાનિ થઈ નહોતી. પ્રાથમિક તપાસમાં કાર સીનેજી હોવાના કારણે શોર્ટસર્કિટથી આગ ભભુકી ઉઠી હોવાનું સામે આવ્યું હતું. પ્રાથમિક રીતે એન્જીનના ભાગમાં આગ લાગી હતી અને ત્યાર બાદ સમગ્ર કારમાં આગ લાગી હોવાનું સામે આવ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news