રોજીરોટી માટે મરણિયો પ્રયાસ : તોફાનમાં ડૂબતી બોટ બચાવવા દરિયામાં કૂદ્યા માછીમારો

દરિયા કાંઠે વાયુ વાવાઝોડાની સૌથી વધુ અસર થવાની છે. જેને પગલે બે દિવસ પહેલા જ દરિયો ખેડવા ગયેલા માછીમારોને પરત બોલાવી લેવાયા હતા, અને જ્યાં સુધી સંકટ ન ટળે ત્યાં સુધી માછીમારી કરવા ન જવાની સૂચના આપવામાં આવી હતી. પરંતુ હાલ તો માછીમારોના માટે તેના કરતા પણ મોટું સંકટ આવ્યું છે. માછીમારોએ તોફાનને પગલે પોતાની બોટ દરિયા કિનારે લાંગરી હતી, પરંતુ હવે તોફાનને કારણે બોટને બચાવવા મરણિયા પ્રયાસો કરી રહ્યાં છે.

રોજીરોટી માટે મરણિયો પ્રયાસ : તોફાનમાં ડૂબતી બોટ બચાવવા દરિયામાં કૂદ્યા માછીમારો

રક્ષિત પંડ્યા/વેરાવળ :દરિયા કાંઠે વાયુ વાવાઝોડાની સૌથી વધુ અસર થવાની છે. જેને પગલે બે દિવસ પહેલા જ દરિયો ખેડવા ગયેલા માછીમારોને પરત બોલાવી લેવાયા હતા, અને જ્યાં સુધી સંકટ ન ટળે ત્યાં સુધી માછીમારી કરવા ન જવાની સૂચના આપવામાં આવી હતી. પરંતુ હાલ તો માછીમારોના માટે તેના કરતા પણ મોટું સંકટ આવ્યું છે. માછીમારોએ તોફાનને પગલે પોતાની બોટ દરિયા કિનારે લાંગરી હતી, પરંતુ હવે તોફાનને કારણે બોટને બચાવવા મરણિયા પ્રયાસો કરી રહ્યાં છે.

બોટ પાર્કિંગની સમસ્યા
દરિયામાં તણાઈ રહેલી આ બોટના દ્રશ્યો વેરાવળના છે. તોફાનને પગલે માછીમારોને કિનારે બોટ લાંગરવાની સૂચના આપવામાં આવી હતી. લગભગ 4 થી 5 હજાર જેટલી બોટ કિનારે લાંગરવામાં આવી હતી. પરંતુ પાર્કિંગની વ્યવસ્થા સામે બોટનો ધસારો વધાહે હોવાથી અનેક બોટનું પાર્કિંગ થઈ શક્યુ નથી. હાલ દરિયામાં જે બોટ તરતી દેખાઈ રહી છે, તે પાર્કિંગ ન થયેલી બોટ છે. તેથી હવે માછીમારો દરિયામાં કૂદીને બોટને બચાવી રહ્યા છે. જેથી તેમની બોટ અંદર વહી ન જાય. ત્રણ મોટા રસ્સાથી બોટ ખેંચવામાં આવી રહી છે. અન્ય માછીમારો પણ બોટ બચાવવામાં મદદે આવ્યા છે. તેઓ બોટ પર ચઢીને તેને કિનારા તરફ ધકેલી રહ્યાં છે, જે અત્યંત જોખમી છે. 

30 વર્ષ બાદ આવું તોફાન આવ્યું
એક માછીમારે  કહ્યું કે, વેરાવળમાં 30 વર્ષ બાદ આવુ તોફાન આવ્યું છે. તેના કારણે પાણીનો ભરાવો વધી ગયો છે. પવનની ગતિ રાત્રે 3 વાગ્યા બાદ અત્યંત વધી ગઈ છે. અમારી પાસે બોટને કિનારે રાખવા માટે કોઈ સાધન નથી. તેથી આખી રાત મહેનત કરીને તમામ બોટોને બચાવી રહ્યાં છે. અત્યાર સુધી 15-20 જેટલી નાની પિલાણીઓ ડૂબી ગઈ છે. તો 20-25 જેટલી બોટને નુકશાન થયું છે.  

રાજપરામાં હોડી ઊંધી પડતા યુવાન ડૂબ્યો
ગઈકાલે રાજપરા બંદરે એક હોડી ઊંધી પડતા યુવાન ડૂબ્યો હતો. તે દરિયામાં ગરકાવ થઈ ગયો હતો. જેનો આજે મૃતદેહ મળી આવ્યો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news