જાણિતા ફૂડ રાઈટર રશ્મી ઉદય સિંઘે અમદાવાદીઓને વિશ્વની રસોઈની વર્ચ્યુઅલ ઝલક પૂરી પાડી

 એવું કહેવાય છે કે સારા આહારથી વધુ કોઈ બાબત લોકોને એકત્ર કરી શકતી નથી. આ કહેવતને સાકાર કરી સારા ખાન પાન અંગે એક્સક્લુઝિવ અનુભવ કરાવતા રશ્મી ઉદય સિંઘના ટૉક શો ‘ટેસ્ટ ધ વર્લ્ડ વીથ મી’ નું ફિક્કી ફલોના અમદાવાદ ચેપ્ટરે આજે આયોજન કર્યું હતું. અમદાવાદના ભોજન રસીકોને એક જ સ્થળે એકત્ર કરી તેમને વિશ્વની ઉત્તમ રેસ્ટોરન્ટસ અને વાનગીઓની વર્ચ્યુઅલ કુલિનરી ટુર જેવો અનુભવ કરાવવામાં આવ્યો હતો. વર્લ્ડ ગૌરમેન્ડ કુક બુકનાં એવોર્ડી, રશ્મી ભારતની સૌ પ્રથમ સીટી રેસ્ટોરન્ટ ગાઈડ માટે એવોર્ડ મેળવી ચૂકેલાં છે અને ‘ એ વેજીટેરિયન ઈન પેરિસ’ - વિશ્વની પ્રથમ વેજીટેરિયન ગાઈડ ટુ ધ સીટી ઓફ લાઈટ રજૂ કરી ચૂક્યાં છે. 
જાણિતા ફૂડ રાઈટર રશ્મી ઉદય સિંઘે અમદાવાદીઓને વિશ્વની રસોઈની વર્ચ્યુઅલ ઝલક પૂરી પાડી

અમદાવાદ:  એવું કહેવાય છે કે સારા આહારથી વધુ કોઈ બાબત લોકોને એકત્ર કરી શકતી નથી. આ કહેવતને સાકાર કરી સારા ખાન પાન અંગે એક્સક્લુઝિવ અનુભવ કરાવતા રશ્મી ઉદય સિંઘના ટૉક શો ‘ટેસ્ટ ધ વર્લ્ડ વીથ મી’ નું ફિક્કી ફલોના અમદાવાદ ચેપ્ટરે આજે આયોજન કર્યું હતું. અમદાવાદના ભોજન રસીકોને એક જ સ્થળે એકત્ર કરી તેમને વિશ્વની ઉત્તમ રેસ્ટોરન્ટસ અને વાનગીઓની વર્ચ્યુઅલ કુલિનરી ટુર જેવો અનુભવ કરાવવામાં આવ્યો હતો. વર્લ્ડ ગૌરમેન્ડ કુક બુકનાં એવોર્ડી, રશ્મી ભારતની સૌ પ્રથમ સીટી રેસ્ટોરન્ટ ગાઈડ માટે એવોર્ડ મેળવી ચૂકેલાં છે અને ‘ એ વેજીટેરિયન ઈન પેરિસ’ - વિશ્વની પ્રથમ વેજીટેરિયન ગાઈડ ટુ ધ સીટી ઓફ લાઈટ રજૂ કરી ચૂક્યાં છે. 

આ ટૉક શો નવતર પ્રકારનો અને અમદાવાદના લોકોને રોમાંચક અનુભવ પૂરો પાડનારો બની રહ્યો હતો. આ પ્રસંગે વાત કરતાં ફિક્કી ફલોના અમદાવાદ ચેપ્ટરનાં ચેર પર્સન શુભા ભંડારીએ જણાવ્યું હતું કે ‘’ લગભગ ૨૦  વર્ષ પહેલા રશ્મી ઉદય સિંઘ ટીવી ટૉક શો ‘હેલ્થ ટુડે’ની સ્ક્રિપ્ટ લખી ચૂક્યા છે તથા તેનું નિર્માણ અને દિગ્દર્શન પણ કર્યું હતું. આ મેગેઝીન ફોર્મેટનો શો મનોરંજક શૈલીથી રજૂ કરાયો હતો પરંતુ તેમાં ખૂબ સારી રીતે સંશોધિત કરાયેલ સામગ્રી હતી. હું ત્યારથી તેમની ચાહક રહી છું.” પ્રવાસનો શોખ ધરાવતા અમદાવાદીઓનો ભોજન પ્રેમ જાણીતો છે. આથી આહાર અંગેના જાણકાર મહિલાને દુનિયાભરની  રેસ્ટોરન્ટસ અંગે પ્રવચન આપવા બોલાવવાની બાબત મારા મનમાં હંમેશાં અગ્રતા ધરાવતી હતી. 

ખૂબ જ તલ્લીન શ્રોતાઓને સંબોધતાં રશ્મી ઉદય સિંઘે જણાવ્યું કે '' ગુજરાતી ખોરાક વિશ્વમાં સૌથી વધુ ગોરમેટ ભોજન છે. તે એક મહાન વલણ છે કે લોકો આંતરરાષ્ટ્રીય સ્વાદો માટે વપરાય છે. ખોરાક એવો જ હોવો જોઈએ કે જે મન અને શરીરને સંતુલિત કરે. "તેણીએ આગળ ઉમેર્યું હતું કે" ગ્રહ માટે વેગન અને શાકાહારી ભોજન સારું છે, પરંતુ યોગ્ય પ્રોટીન, ખોરાકમાં carbs સંતુલિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.”

પત્રકારત્વ, કાયદો અને મેનેજમેન્ટનો અભ્યાસ કર્યા પછી અને બીબીસીમાં તાલિમ લીધા પછી પ્રતિષ્ઠિત ઈન્ડીયન રેવન્યુ સર્વિસમાં 15 વર્ષ સુધી સર્વિસ કર્યા પછી  તેમણે પોતાના સર્જનાત્મક શોખને અખબાર અને ટેલવિઝન ઉપર મૂકવાની શરૂઆત કરી. આ પ્રસિધ્ધ લેખિકા 39 ફૂડ બુક્સ લખી ચૂક્યાં છે અને બોમ્બે ટાઈમ્સ અને ચેન્નાઈ ટાઈમ્સમાં અઠવાડીક કોલમ લખે છે. નેશનલ અને ઈન્ટરનેશનલ મેગઝીન માં નિયમિત લખતાં રહે છે. તેમણે ગોર્ડન રામસે સાથે ચેનલ 4ની 'ગ્રેટ એસ્કેપ' ફિલ્મ કરી છે અને તાજેતરમાં નેટફલિક્સના ‘ફાયનલ ટેબલ’ માં ફૂડ ક્રિટિક તરીકે રજૂ થયાં છે.  આ ઉપરાંત આ પ્રસિધ્ધ ફૂડ ક્રિટીકનું ફ્રેન્ચ સરકારે  કેવિલિયર તરીકે બહૂમાન કર્યું છે. રશ્મી લંડન સ્થિત 'વર્લ્ડઝ 50 બેસ્ટ રેસ્ટોરન્ટ એકેડેમી'નાં એક માત્ર ઈન્ડીયન જ્યુરી ચેર પર્સન છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news