Dudhsagar dairy Fodder scam: વિપુલ ચૌધરીને કેસરિયો ન ફળ્યો, કોની નજરે ચડી ગયા, હવે ફરી જવું પડશે જેલમાં...

Dudhsagar dairy Fodder scam:  ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી વિપુલ ચૌધરીની મુશ્કેલીઓ ફરી એકવાર વધી ગઈ છે. વિધાનસભા ચૂંટણી પછી અમૂલ સંબંધિત કેસમાં જામીન મળ્યા બાદ તેઓ ફરી ફસાયા છે.

Dudhsagar dairy Fodder scam: વિપુલ ચૌધરીને કેસરિયો ન ફળ્યો, કોની નજરે ચડી ગયા, હવે ફરી જવું પડશે જેલમાં...

Dudhsagar dairy Fodder scam: ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અને અર્બુદા સેનાના પ્રમુખ વિપુલ ચૌધરીને મોટો ઝટકો લાગ્યો છે. વિપુલ ચૌધરીને મહેસાણા કોર્ટ દ્વારા દૂધસાગર ગૌચર કૌભાંડમાં 7 વર્ષની સજા  ફટકારાઈ છે. મહેસાણા કોર્ટે રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી સહિત 15 લોકોને દોષિત ઠેરવ્યા છે. કોર્ટના નિર્ણય બાદ હવે તમામને જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવામાં આવશે. 

રાજ્યના પૂર્વ ગૃહમંત્રી રહેલા વિપુલ ચૌધરી પર આરોપ છે કે તેઓ દૂધ સાગર ડેરીના ચેરમેન હતા ત્યારે આ કૌભાંડ થયું હતું. ચૌધરી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ વિશ્વાસભંગ, છેતરપિંડી, અને  બનાવટ સહિતનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

મહારાષ્ટ્રમાં પશુ આહાર મોકલવાનો મામલો
વર્ષ 2013માં દુષ્કાળના કારણે 22.50 કરોડ રૂપિયાનો પશુઆહાર મહારાષ્ટ્ર મોકલવામાં આવ્યો હતો. 2014માં વિપુલ ચૌધરી સહિત અન્ય આરોપીઓ પર કૌભાંડનો આરોપ હતો. પોલીસ દ્વારા તપાસ બાદ 21,000 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ પછી મહેસાણા કોર્ટે 15 આરોપીઓને દોષિત ઠેરવ્યા અને પછી સજા સંભળાવી. આ કેસમાં કુલ 22 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. જેમાં ત્રણના મોત થયા છે. 

આ કેસમાં વિપુલ ચૌધરી પર ડેરીને નુકસાન પહોંચાડવાનો આરોપ હતો. મહેસાણાની ચીફ કોર્ટે તાજેતરમાં રાજ્યના પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા અને કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાને આ જ કેસમાં સમન્સ પાઠવ્યા હતા. ત્યારબાદ બંને નેતાઓ સાક્ષી તરીકે કોર્ટમાં હાજર થયા હતા.

ચૂંટણી પહેલાં પણ જેલમાં ગયા
ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને મહેસાણામાં દૂધસાગર ડેરીના ભૂતપૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની વિધાનસભા ચૂંટણી પહેલા ACB દ્વારા તેમના ગાંધીનગરના બંગલામાંથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યાં સુધી તેમના પર અમૂલના ચેરમેન રહીને બોનસ પોઈન્ટમાં કૌભાંડનો આરોપ હતો. આ કેસમાં તેણે 17 નકલી કંપનીઓ બનાવીને કરોડો રૂપિયા પડાવી લીધા હોવાનું કહેવાય છે. 

આ પછી 800 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાનો આરોપ લાગ્યો હતો. આ કેસમાં વિપુલ ચૌધરી લાંબા સમયથી જેલમાં હતો. ચૂંટણી પૂરી થયા બાદ વિપુલ ચૌધરીને જામીન મળ્યા હતા અને તે બહાર આવવામાં સફળ રહ્યો હતો. મહેસાણા કોર્ટના નિર્ણય બાદ વિપુલ ચૌધરીની મુશ્કેલીઓમાં ફરી એકવાર વધારો થયો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news