નકલી પોલીસનો રોફ જમાવતા 4 શખ્સો, સ્થાનિકોએ ઝડપી કર્યા પોલીસને હવાલે

નકલી પોલીસ શહેર પોલીસ માટે માથાનો દુખાવા સમાન બની ગઇ છે. ત્યારે સ્થાનિક ગોરના કુવા નજીક નકલી પોલીસનો રોફ જમાવતા 4 શખ્સોને સ્થાનિકોએ ઝડપીને ખોખરા પોલીસને સોંપ્યા છે.

નકલી પોલીસનો રોફ જમાવતા 4 શખ્સો, સ્થાનિકોએ ઝડપી કર્યા પોલીસને હવાલે

મૌલીક ધામેચા, અમદાવાદ: નકલી પોલીસ શહેર પોલીસ માટે માથાનો દુખાવા સમાન બની ગઇ છે. ત્યારે સ્થાનિક ગોરના કુવા નજીક નકલી પોલીસનો રોફ જમાવતા 4 શખ્સોને સ્થાનિકોએ ઝડપીને ખોખરા પોલીસને સોંપ્યા છે. ચાર શખ્સોમાંથી એક આરોપી અગાઉ પણ મણીનગર પોલીસના હાથે ઝડપાઇ ચુક્યો છે. ચારે નકલી પોલીસ સાતથી વધુ ગુનામાં સંડોવાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

ખોકરાના ગોરના કુવા વિસ્તારમાં ત્રિપતા સોસાયટી પાસે 4 શખ્સો પોલીસના સ્વાંગમાં ફરતા હતા. અગાઉ આજ શખ્સો દ્વારા એક મહિલાને બેસાડી ચપ્પુ બતાવીને મહિલાને લૂંટી લીધી હતી. આજ એમઓથી 21મી તારીખના સાંજના સમયે ખોખરા વિસ્તારમાં મહિલાને રિક્ષામાં લાલદરવાજા જવું હતું. ત્યારે રીક્ષામાં બેઠેલી મહિલાને કીધું કે પોલીસ છીએ રીક્ષામાં બેસી જાવ તેમ કહીને મહિલાને રીક્ષામાં બેસાડી અને આગળ ચેકિંગ ચાલુ છે.

આગળ ચેકિંગ ચાલું છે તેમ કહીને મહિલાએ પહેરેલા સોનાનો દોરો અને પૈસા લૂંટી ફરાર થઇ ગયા હતા. મહિલાને જો કોઇને કહેશે તો તેને જાનથી મારી નાખવાની નકલી પોલીસે ધમકી પણ આપી હતી. નકલી પોલીસ બનીને સ્થાનિક લોકો માટે શખ્સો માથાનો દુખાવો સાબિત થયા હતા. જેથી સ્થાનિક વેપારીઓએ સાથે મળીને નકલી પોલીસને ઝડપી ખોખરા પોલીસને સોંપ્યા છે.

વટવા વિસ્તારમાં રહેતા આરોપી ફિરોઝ અલી, અકબર અલી, ઇમરાન અલી અને અહેમદ અલીની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલ નકલી પોલીસમાં ફિરોઝ અલી અગાઉ આ પ્રકારના ગુના આચરી ચુક્યો હતો અને નકલી પોલીસના કેસમાં મણિનગર પોલીસે તેની ધરપકડ પણ કરી હતી. પણ આરોપી જેલમાંથી જામીન પર બહાર આવીને ફરી એક વાર પોતાના સાગરીતો સાથે મળીને નકલી પોલીસનો રોફ બતાવીને નિર્દોષ શહેરીજનોને લૂંટવાનું શરૂ કર્યું હતું.

નકલી પોલીસ ઝડપાયાના આ અગાઉ ટીવી ન્યૂઝ ચેનલમાં આવેલા સમાચારના આધારે સ્થાનિકોએ આરોપીને ઓળખી લીધો હતો. અને આરોપી ટોળકી વધુ કોઇને ટાર્ગેટ બનાવે તે પહેલા જ સ્થાનિક વેપારીઓએ નકલી પોલીસની ટોળકીને ઝડપીને અસલી પોલીસને સોપ્યાં છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ચારે આરોપી બહારગામથી આવતા અથવા એકલ દોકલ રહાદારીને નિશાન બનાવીને પોલીસની ઓળખ આપીને પૈસા પડાવતા હતા. પરંતુ પોલીસ પ્રાથમિક તપાસમાં 6થી વધુ ગુના કર્યા હોવાનું અનુમાન લગાવી રહી છે. જોકે ખોખરા પોલીસે તપાસ શરૂ કરી છે કે ઝડપાયેલ નકલી પોલીસ અન્ય કેટલાક લોકોને નિશાન બનાવી પૈસા લૂંટી લીધા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news