France Flight Case : અમેરિકા મોકલનારા એજન્ટોને શોધવા આકાશપાતાળ એક કરી રહી છે ગુજરાત પોલીસ

Gujaratis In America : ગેરકાયદેસર અમેરિકા જવા નીકળેલી ફ્લાઈટમાં 66 ગુજરાતીઓ સવાર હતા... જેમની પૂછપરછમાં એજન્ટનુ પગેરુ શોધવામાં આવી રહ્યું છે 

France Flight Case : અમેરિકા મોકલનારા એજન્ટોને શોધવા આકાશપાતાળ એક કરી રહી છે ગુજરાત પોલીસ

France Flight Case : ગુજરાત પોલીસની એક ટીમ ગેરકાયદેસર અમેરિકા લઈ જવાના નેટવર્કનો પર્દાફાશ કરવા એક્ટિવ થઈ ગઈ છે. ગુજરાતમાં હાલ અનેક લોકોની પૂછપરછ થઈ રહી છે. એક અધિકારીએ શનિવારે જણાવ્યું કે, જે લોકોની પૂછપરછ થઈ રહી છે તેઓ ડંકી ફ્લાઈટમાં સવાર હતા. જેને ફ્રાન્સ એરપોર્ટ પર રોકવામા આવી હતી. માનવ તસ્કરીનો કેસ સામે આવ્યા બાદ ફ્રાન્સે આ ફ્લાઈટને રોકી હતી, અને તેને પરત ભારત મોકલી હતી. હાલ, તપાસ એજન્સીની તપાસમાં 7 એજન્ટના નામ સામે આવ્યા છે. આ 7 એજન્ટને લઈને પુરાવા એકત્ર કરવા કાર્યવાહી શરૂ કરાઈ છે. 

ફ્લાઈટમાં 66 ગુજરાતીઓ હતા 
ફ્રાન્સની ફ્લાઈટમાંથી 66 લોકો ગુજરાતીઓ પરત ફર્યા છે. જેમાંથી 45 મુસાફરોની ઓળખ થઈ ચૂકી છે અને 30 મુસાફરોના નિવેદન નોંધાઈ ચૂક્યા છે. ગુજરાતથી 66 મુસાફરો દુબઈ ટૂરિસ્ટ વિઝા પર ગયા હતા. જેથી ગુજરાત સીઆઈડીએ  દુબઈ સરકાર સાથે આ મામલે માહિતી માંગી છે. મુસાફરો દુબઈથી ફ્રાન્સ કંઈ રીતે જવાના હતા એની વિગતો માંગી છે. 

પોલીસ હાલ એ મામલે તપાસ કરી રહી છે કે કે શુ લેટિન અમેરિકા પહોંચ્યા બાદ આ તમામને અમેરિકામાં ગેરકાયદેસર લઈ જવાનો પ્લાન હતો. મુસાફર હોવાનો દાવો કરનારા આ લોકોની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે, જેમાં તેમના દસ્તાવેજ પણ ચકાસવામા આવી રહ્યાં છે. આ દસ્તાવેજી પુરાવા પણ નકલી છે કે નહિ તે જોવામાં આવશે. 

અમેરિકા જવા નીકળેલા ગુજરાતીઓએ ગોળ ગોળ જવાબો આપ્યા હતા. મોટાભાગના લોકોએ એમ જ કહ્યુ છે કે તેઓ ફરવા ગયા હતા. તેમની પાસે ફ્રાન્સ સુધીના વિઝા હોવાનું પણ સામે આવ્યુ છે. 

મોટાભાગના ઉત્તર ગુજરાતના 
ગુજરાત પોલીસને આશા છે કે, ડંકી રુટથી અમેરિકા જવા નીકળેલા માનવ તસ્કરીના મોટા નેટવર્કનો પર્દાફાશ થઈ શકે છે. ફ્રાન્સ એરપોર્ટથી પકડીને ગુજરાત લાવવામાં આવેલા મોટાભાગના ઉત્તર ગુજરાતના છે. મોટાભાગના ગાંધીનગર, મહેસાણા, આણંદ અને બનાસકાંઠા જિલ્લાના વતની છે. આ તામમ ગુજરાતના એજન્ટના માધ્યમથી અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ મેળવવાના હતા. આ લોકો પાસે દુબઈ અને નિકારાગુઆના કાયદેસર વિઝા હતા. તેથી પોલીસ માટે તેમના પર માનવ તસ્કરીનો કેસ ચલાવવો થોડો મુશ્કેલ બની રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news