ખળભળાટ! ગુજરાતના 13 ડોક્ટરો પાસેથી 5 કરોડથી વધુનું ફલેકું ફેરવાયું, થઈ શકે છે ચોંકાવનારા ખુલાસા

Surat News: લોભામણી સ્કીમ આપી શહેરના 13 ડોક્ટરો પાસેથી રૂ. 5.24 કરોડ પડાવી થઈ મોટું ફલેકું ફેરવતા મામલો કાઇમ બાંચમાં પહોંચ્યો હતો. ડોક્ટર મિત્રએ જ એમ્બ્યુલન્સના બે સંચાલકો સાથે મળી કરોડોનો ગફલો કરતા ચકચાર મચી ગઈ હતી.

ખળભળાટ! ગુજરાતના 13 ડોક્ટરો પાસેથી 5 કરોડથી વધુનું ફલેકું ફેરવાયું, થઈ શકે છે ચોંકાવનારા ખુલાસા

ચેતન પટેલ/સુરત: એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરશો તો ઊંચો નકો મળશે એવી લોભામણી સ્કીમ આપી શહેરના 13 ડોક્ટરો પાસેથી રૂ. 5.24 કરોડ પડાવી થઈ મોટું ફલેકું ફેરવતા મામલો કાઇમ બાંચમાં પહોંચ્યો હતો. ડોક્ટર મિત્રએ જ એમ્બ્યુલન્સના બે સંચાલકો સાથે મળી કરોડોનો ગફલો કરતા ચકચાર મચી ગઈ હતી. ઇકો સંબે આ પ્રકરણમાં બે એમ્બ્યુલન્સ સંચાલકોની પરપકડ કરી હતી. 

અલથાન ભીમરાડ કેનાલ રોડ પર એલ.આર.પટેલ સ્પોર્ટ માઉન્ડની સામે આકાશ અર્થમાં રહેતા કપિલ અરવિંદ સહાને છેલ્લાં ૧૩ વર્ષથી સ્મીમેર હોસ્પિટલના બાયોકેમેસ્ટ્રી વિભાગમાં ટ્યુટર છે. 2004થી 2009ના સમયગાળામાં સ્મીમેર મેડિકલ કોલેજમાં એમબીબીએસના અભ્યાસ વેળા હાર્દિક પટવા સાથે તેમનો પરિચય થયો હતો. હાર્દિક તેઓથી એક વર્ષ આગળ અભ્યાસ કરતો હોય મિત્રતા થઈ હતી.દરમિયાન 2010થી સ્મિમેરમાં હાર્દિક અને કપિલ ટટ્યૂટર તરીકે ફરજ બજાવતા હતા. 

વર્ષ 2021માં હાર્દિક પટવાએ કપિલને એવું જણાવ્યું કે - હું મારા અન્ય ભાગીદારો સનસાઈ એમ્બ્યુલન્સ સર્વિસના હેમંત પરમાર અને યગ્સ. એમ્બ્યુલ સર્વિસના મયૂર ગોસ્વામી સાથે ભાગીદારીમાં એમ્બ્યુલન્સનો ધંધો કરું છું, જે ધંધામાં સારો એવો નફો થાય છે. અમે જુદીજુદી હોસ્પિટલો તથા મોટી કંપનીઓમાં એમ્બ્યુલન્સ સેવા પ્રોવાઇડ કરવાના કરારો કરી નવી એમ્બ્યુલન્સ ખરીદી મોકલીએ છીએ. મહારાષ્ટ્રના રાયગડની કંપનીને જેએસડબ્લ્યૂ સ્ટીલ લિમિટેડ કંપનીએ ૧૨ એમ્બ્યુલન્સની જરૂરિયાત હોવાનું ટેન્ડર બહાર પાડયું છે અને સનસાઈ એમ્બ્યુલન્સ સર્વિસે આ ટેન્ડર ભર્યું છે. જે ટેન્ડર મંજૂર ચવેલી ૭ કરોડની જરૂર પડશે એવી પણ વાત પણ કપિલને કરી હતી. 

ડો. હાર્દિકે એવી લાલચ આપી હતી કે, એમ્બ્યુલન્સમાં દર્દીને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મોકલવાની એક દ્વિપ પેટે 1 લાખ જેવો નફો થાય છે. ધંધામાં રોકાણ કરશો તો ૨ વર્ષ હિસાબ કરીશું અને જે નફો થાય તેમાથી 50 ટકા ભાગ તમારો રહેશે એવી પણ લોભામણી લાલય આપી હતી. જેથી કપિલે 12 તબીબ મિત્રોને ને વાત કરી હતી અને તેઓ બધા મિત્ર કેયુર પ્રજાપતિની સોસિયો સર્કલ પાસે યુનિક હોસ્પિટલ નજીક ડોક્ટર હાઉસમાં આવેલા કે. એચ.ન્યુરો નામના પણ આવામાં ક્લિનિકમાં મળ્યા હતા અને તમામે રોકાણ અંગે ચર્ચા કરી હતી. 

ત્યારબાદ હાર્દિક પટવા સમીમેર મેડિકલ કોલેજ ખાતે એમ્બ્યુલન્સ સર્વિસના સંચાલકો હંમત પરમાર અને મયુર વાલ્મી સાથે મિટિંગ થઇ હતી. જે મિટિંગમાએક એમમ્બ્યુલન્સ સ ખરીદી ખરીદી માટે રૂ. ૨૫ લાખનો ખર્ચ થાય છે એવું પણ જણાવાયું હતું. મિટિંગમાં જેએસડબલ્યુ સ્ટીલ લિમિટેડ કંપનીને 8 એમ્બ્યુલન્સ પુરી પાડવાના વળતર પેટે 3.46 કરોડ આપવાનો સર્વિસ ઓર્ડર પણ બતાવાયો હતો. લોભામણી સ્કીમમાં ઊંચો નફો દેખાતા કપિલ સહિતના મિત્રો રોકાણ કરવા રાજી થયા હતા અને વારાફરતી તમામ મિત્રોએ ચેક કે રોકડ રકમ આપી રોકાણ પણ કર્યુ હતું, આ રીતે ડો કપિલ સહિત 13 મિત્રોએ વારાફરતી 5.24 કરોડનું એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કર્યુ હતું.

જો કે બાદ માં કોઈ પણ પ્રકારનો નફો નહિ આપી રકમ પણ પરત નહિ કરી હતી.કાઇમ બ્રાંચે સ્મીમેરના ડો. હાર્દિક રમેશ પટવા , સનસાઇ એમ્બ્યુલન્સ સર્વિસના સંચાલક હેમત ડાહ્યા પરમાર, મસૂર વાલ્મીકિ ગૌસ્વામી સામે રૂ. 5.24 કરોડની છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો. ઇકો સેલના પીએસઆઇ પવારને આ ગુનાની તપાસ સોંપાઇ હતી. તપાસ દરમિયાન ઇકો સેલ એ હેમત પરમાર અને મયુર ગૌસ્વામીની ઘરપકડ કરી બંનેના 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ડો હાર્દિક પટવા વૉન્ટેડ છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ કૌભાંડ 15-20 કરોડનું હોવાનું પોલીસને અનુમાન છે. પોલીસ તપાસમાં આ પ્રકરણમાં આગામી દિવસોમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news