ખેડૂત આક્રોશ રેલી બાદ કોંગ્રેસની સાઇકલ યાત્રા, વિધાનસભા ગેટ પર પોલીસ બંદોબસ્ત

પ્રથમ દિવસે કોંગ્રેસ દ્વારા આક્રોશ રેલી બાદ આજે બીજા દિવસે સાઇકલ રેલી કાઢી રહી છે. ખેડૂતલક્ષી પ્રશ્નો અને મોંઘવારીના મુદ્દાઓ પર આક્રોશ રેલી બાદ હવે કોંગ્રેસ દ્વારા સાઇકલ રેલી કાઢી પોતાનો વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે.

ખેડૂત આક્રોશ રેલી બાદ કોંગ્રેસની સાઇકલ યાત્રા, વિધાનસભા ગેટ પર પોલીસ બંદોબસ્ત

ગાંધીનગર: આજે વિધાનસભાના સત્રનો દિવસ છે. સત્રના બીજા દિવસે ગૃહમાં છ વિધેયક પસાર કરવામાં આવશે. તો બીજી તરફ વિપક્ષ ખેડૂતોના દેવા માફી, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સહિતના અનેક મુદ્દાઓ ઉપર ગુજરાતની ભાજપ સરકારને ઘેરવાનો પ્રયત્ન કરશે. કોંગ્રેસના આકરા તેવરને જોતા ભાજપે આજે બુધવારે વ્હીપ જાહેર કર્યું છે. જેના પગલે આજે તમામ ધારાસભ્યો અને મંત્રીઓ વિધાનસભામાં હાજર રહેશે. 

પ્રથમ દિવસે કોંગ્રેસ દ્વારા આક્રોશ રેલી બાદ આજે બીજા દિવસે સાઇકલ રેલી કાઢી રહી છે. ખેડૂતલક્ષી પ્રશ્નો અને મોંઘવારીના મુદ્દાઓ પર આક્રોશ રેલી બાદ હવે કોંગ્રેસ દ્વારા સાઇકલ રેલી કાઢી પોતાનો વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં ગઇકાલે મંગળવારે આક્રોશ રેલી નીકળી હતી પરંતુ રેલી દરમિયાન જ આગેવાનો અને નેતાઓની અટકાયત કરવામાં આવી હતી ત્યારે હવે ધારાસભ્યો દ્વારા આજે સાઇકલ રેલી કાઢવામાં આવી રહી છે. વિપક્ષ નેતાઓની આગેવાનીમાં ધારાસભ્ય નિવાસથી સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. પેટ્રોલ ડિઝલના સતત વધતા ભાવને લઇ ધારસાભ્યો સાઇકલ રેલી કાઢી વિધાનસભાની બહાર પોતાનો વિરોધ દર્શાવવાના છે.

મોંઘીદાટ કારો લઇને આવતા ધારાસભ્યો આજે સાઇકલ લઇને વિધાનસભાનો ઘેરાવો કરવા નિકળી પડ્યા છે. કોંગ્રેસી દ્વારા મોંઘવારી વિરૂદ્ધ પ્રતિક વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી અને મહારાષ્ટ્રના સાંસદ રાજીવ સાતવે જણાવ્યું હતું કે, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે પ્રતીક વિરોધ નોંધાવવા કોંગ્રેસના ધારાસભ્યો સાયકલ પર સવાર થઈને ગુજરાત વિધાનસભા ખાતે પહોંચશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news