5 માપદંડ મુજબ જ ખાનગી હોસ્પિટલમાં દર્દીને સારવાર માટે પ્રાથમિકતા આપવામાં આવશે: ડૉ. ભરત ગઢવી

અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડોક્ટર ભરત ગઢવી સાથે ZEE 24 કલાકની ખાસ વાતચીત દરમિયાન ડોક્ટર ભરતે જણાવ્યું હતું કે, હાલ ખાનગી કોવિડ હોસ્પિટલમાં માત્ર 10 ટકા જ બેડ ખાલી છે

5 માપદંડ મુજબ જ ખાનગી હોસ્પિટલમાં દર્દીને સારવાર માટે પ્રાથમિકતા આપવામાં આવશે: ડૉ. ભરત ગઢવી

અતુલ તિવારી/ અમદાવાદ: અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડોક્ટર ભરત ગઢવી સાથે ZEE 24 કલાકની ખાસ વાતચીત દરમિયાન ડોક્ટર ભરતે જણાવ્યું હતું કે, હાલ ખાનગી કોવિડ હોસ્પિટલમાં માત્ર 10 ટકા જ બેડ ખાલી છે. જરૂરિયાતમંદ દર્દીઓને ઝડપથી હોસ્પિટલમાં સારવાર મળી રહે એ માટે અમે કોવિડ પોઝિટિવ દર્દી માટે 5 માપદંડ નક્કી કર્યા છે.

ડોક્ટર ભરતે વધુમાં જણાવ્યું કે, 5 માપદંડ મુજબ જ ખાનગી હોસ્પિટલમાં દર્દીને સારવાર માટે પ્રાથમિકતા આપવામાં આવશે. ખાનગી હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવા માટે દબાણ કરવામાં આવતું હોય છે, પરંતુ કેટલાક દર્દીઓની ઘરે જ સારવાર શક્ય છે તેમની સારવાર ઘરેથી જ કરવાનો હેતુ છે.

ત્યારે આ મામલે આહનાના પ્રેસિડેન્ટે જણાવ્યું હતું કે, કોરોના પોઝિટિવ હોય પણ લક્ષણો ના હોય તેવાને હાલ દાખલ નહીં જ કરવામાં આવે. અધિક મુખ્ય સચિવ ડોક્ટર રાજીવ ગુપ્તાએ કાલે કરેલા આક્ષેપ મામલે આહનાના પ્રેસિડેન્ટએ નારાજગી વ્યક્ત કરી હતી. ડોક્ટર રાજીવ ગુપ્તાએ કાલે કહ્યું હતું કે ખાનગી હોસ્પિટલમાં કૃત્રિમ રીતે બેડ ભરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, તેની અમને જાણ છે.

જવાબમાં આહનાના પ્રેસિડેન્ટે જણાવ્યું કે ખાનગી હોસ્પિટલના ડોકટરો કૃત્રિમ અછત ઉભી કરતા નથી. આ આક્ષેપ બિલકુલ ખોટો છે, એડમિશન ક્રાઈટેરિયા નક્કી કરવાનો વિચાર એક અઠવાડિયાથી હતો. દર્દીના એડમિશન ક્રાઇટેરિયાનો સર્ક્યુલરને તંત્રના આક્ષેપ સાથે કોઈ લેવા દેવા નથી. દર્દીમાં ઓક્સિજનની અછત હોય, સારવારની જરૂર હોય છે તેનો અમને ખ્યાલ આવે છે.

છેલ્લા 7 / 8 મહિનાથી ખાનગી હોસ્પિટલ સતત કોવિડના દર્દીઓને સારવાર આપી રહ્યું છે. આવા નિવેદન હોસ્પિટલના ડોકટર્સ અને સ્ટાફને ડીમોરલાઈઝ કરે છે. તમામ લોકો થાક્યા છે, આવા નિવેદનો આત્મવિશ્વાસ તોડે છે. કોઈપણ નેતા, અધિકારીઓએ આવા નિવેદનોથી બચવું જોઈએ. પ્રત્સાહક વાત કરવાની જરૂર છે, જે સમાજના હિતમાં રહેશે. આગામી દિવસમાં જેમ એડમિશન ક્રાઈટેરિયા નક્કી કર્યો છે તે જ રીતે ડિસ્ચાર્જ ક્રાઈટેરિયા આહના દ્વારા નક્કી કરાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news