જન્મ શતાબ્દી : વિક્રમ સારાભાઈનું મૃત્યુ એ જ જગ્યાએ થયું, જ્યાં તેમણે ભારતના પહેલા રોકેટનું પરીક્ષણ કર્યું હતું

ભારતીય સ્પેસ પ્રોગ્રામનો પાયો રાખનાર વિક્રમ સારાભાઈની આજે જન્મજયંતી છે. તેમનો જન્મ 12 ઓગસ્ટ, 1919ના રોજ અમદાવાદના એક અગ્રણી કાપડની મિલાના માલિકના ઘરે થયો હતો. ભારતીય સ્પેસ પ્રોગ્રામના જનક વિક્રમ સારાભાઈને ગૂગલે ડૂડલ બનાવીને સલામ કરી છે. 

જન્મ શતાબ્દી : વિક્રમ સારાભાઈનું મૃત્યુ એ જ જગ્યાએ થયું, જ્યાં તેમણે ભારતના પહેલા રોકેટનું પરીક્ષણ કર્યું હતું

અમદાવાદ :મંગળયાન અને હવે ચંદ્રયાન 2ની સાથે જ દુનિયાભરમાં ભારતીય સ્પેસ પ્રોગ્રામની વાહવાહી થઈ રહી છે. તેનો પાયો રાખનાર વિક્રમ સારાભાઈની આજે જન્મજયંતી છે. તેમનો જન્મ 12 ઓગસ્ટ, 1919ના રોજ અમદાવાદના એક અગ્રણી કાપડની મિલાના માલિકના ઘરે થયો હતો. ભારતીય સ્પેસ પ્રોગ્રામના જનક વિક્રમ સારાભાઈને ગૂગલે ડૂડલ બનાવીને સલામ કરી છે. સારાભાઈએ ભારતને અંતરિક્ષમાં પહોંચાડ્યું છે. આજે તેમની 100મી જન્મજયંતી છે. તેમને 1962માં શાંતિ સ્વરૂપ ભટનાગર મેડલથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આવો જાણીએ તેમના જીવન સાથે જોડાયેલી પાંચ મહત્વની વાતો...

સુરતની બાઈકિંગ ક્વીન્સની બાઈક એમ્ટરડેમની હોટલમાંથી ચોરાઈ, નવી બાઈક ખરીદી સફર ચાલુ રાખી

સારાભાઈએ 1947માં અમદાવાદમાં ફિઝીકલ રિસર્ચ લેબોરેટરીની સ્પાપના કરી હતી. તે સમયે સારાભાઈની ઉંમર માત્ર 28 વર્ષ હતી. પરંતુ થોડા વર્ષમાં જ તેમણે પીઆરએલને વિશ્વ સ્તરની સંસ્થા બનાવી હતી.

જ્યારે વૈજ્ઞાનિકેએ સ્પેસના રિસર્ચ માટે સેટેલાઈટ્સને મહત્વના સાધનના રૂપમાં જોયા તો, પંડિત જવાહરલાલ નહેરુ અને હોમી ભાભાએ વિક્રમ સારાભાઈને ચેરમેને બનાવીને ઈન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચની સ્થાપનાને સમર્થન આપ્યું. 

સારાભાઈને તેમના ઉલ્લેખનીય કામ માટે વર્ષ 1966માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. સારાભાઈએ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ-અમદાવાદ, દર્પણ એકેડમી ઓફ પરફોર્મિંગ આર્ટસ, નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન તેમજ અનેક સંસ્થાઓનો પાયો મૂક્યો હતો. તેઓ મૈસ્ચૂસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં વિઝીટીંગ પ્રોફેસર રહ્યાં છે. તેમણે હોમી ભાભાના નિધનના થોડા વર્ષો સુધી ઓટોમિક એનર્જિ કમિશનની પણ જવાબદારી નિભાવી હતી.

સારાભાઈએ પોતાના કામથી પોતાની ઓળખ બનાવી હતી. તેઓ પોતાના સરળ સ્વભાવને કારણે લોકોમા પ્રખ્યાત હતા. સારાભાઈ પોતાની લેબોરેટરીમાં ચપ્પલ પહેરતા, સિટી વગાડતા પણ જોવા મળતા હતા. તેઓ પોતાની જાતને બહુ જ બિન્દાસ્ત લાઈફમાં જીવતા હતા. સારાભાઈએ 15 ઓગસ્ટ 1969ના રોજ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ની સ્પાથના કરી હતી. 30 ડિસેમ્બર, 1971ના રોજ 52 વર્ષની ઉંમરમાં તેમનું અચાનક નિધન થયું હતું. તેમનુ મૃત્યુ એ જ જગ્યાએ થયું, જ્યાં તેમણે ભારતના પહેલા રોકેટનું પરીક્ષણ કર્યું હતું. 

સારાભાઈના નામ પર મૂન ક્રેટર
ડો.વિક્રમ સારાભાઈની યાદમાં આંતરરાષ્ટ્રીય ખગોળ સંઘે વર્ષ 1974માં અંતરિક્ષમાં ‘સી ઓફ સેરેનિટી’ પર સ્થિત બેસલ નામના મૂન ક્રેટરને સારાભાઈ ક્રેટરનું નામ આપ્યું હતું. ઈસરોએ પણ ચંદ્રયાન-2ના લેન્ડરનું નામ વિક્રમ રાખીને તેમને યાદ કર્યાં છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news