GSEB Gujarat Board 12 Result : દિવ્યાંગ સ્મિતે બોર્ડના પરિણામમાં ડંકો વગાડ્યો, રાઈટરની મદદથી પરીક્ષા આપીને 99.97 પર્સન્ટાઈલ મેળવ્યા

GSEB Gujarat Board 12 Result 2022 : શારીરિક ક્ષતિ ધરાવતો રાજકોટનો સ્મિત ચાંગેલા હલનચલન કરી શક્તો નથી. એક જ જગ્યાએ બેસીને અને રાઈટરની મદદથી પરીક્ષા આપીને તેણે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 99.97 પર્સન્ટાઈલ મેળવ્યા

GSEB Gujarat Board 12 Result : દિવ્યાંગ સ્મિતે બોર્ડના પરિણામમાં ડંકો વગાડ્યો, રાઈટરની મદદથી પરીક્ષા આપીને 99.97 પર્સન્ટાઈલ મેળવ્યા

ગૌરવ દવે/રાજકોટ :ધોરણ-12 સામાન્ય પ્રવાહનુ પરિણામ જાહેર થઈ ગયુ છે. રાજકોટના વિદ્યાર્થીઓ ધોરણ 12 ના પરિણામમાં ડંકો વગાડી રહ્યાં છે. વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો છે. ત્યારે રાજકોટના ધોળકિયા સ્કૂલનો વિદ્યાર્થી સ્મિત ચાંગેલાએ 99.97 પર્સન્ટાઈલ મેળવીને શાળા તથા પરિવારનું નામ રોશન કર્યુ છે. ખાસ વાત તો એ છે કે, સ્મિત શારીરિક ક્ષતિ ધરાવે છે. તેને એક જ જગ્યાએ બેસીને અભ્યાસ કરવો પડે છે. ત્યારે આખુ વર્ષ દિવસ-રાત જોયા વગર તેણે જે મહેનત કરી તેને તેનુ ફળ મળ્યુ છે. પરિણામ જાહેર થતા જ તે વ્હીલચેર પર સ્કૂલે પહોંચ્યો હતો.

સ્મિત ચાંગેલાએ 99.97 પર્સન્ટાઈલ મેળવ્યા છે, જેમા 95 ટકા આવ્યા છે. પરિણામ આવતા જ તે માતાપિતા સાથે ધોળકિયા સ્કૂલે પહોંચ્યો હતો. જ્યાં સ્કૂલ દ્વારા તેને મીઠાઈ ખવડાવી અને ગળામાં હાર પહેરાવીને શુભેચ્છા આપવામાં આવી હતી. પરિણામ વિશે સ્મિત કહે છે કે, હુ લખી કે ચાલી શક્તો નથી, બેસીને જ ભણવુ પડે, એક બેન્ચ પર બેસીને સતત ભણ્યા કરતો હતો. ઓનલાઈન કરતા ઓફલાઈન અભ્યાસ રહ્યો હોત તો મારું પરિણામ હજી વધ્યુ હોત. ઓફલાઈનમાં હોશિયાર વિદ્યાર્થીનુ પરિણામ સારુ એવુ દેખાય. કોરોનામાં ઓનલાઈન અભ્યાસ હતો, પરંતુ ઓફલાઈન અભ્યાસ થયા બાદ મારી મહેનત વધી. તે કારણે જ મારુ આટલુ પરિણામ આવ્યું. મારી પાછળ મારા માતાપિતા અને કુટંબની ભારે મહેનત. તમના કારણે જ હું અહીં પહોંચ્યો છું. 

સ્મિત ચાંગેલાની મોરબીમાં સિરામિકની ફેક્ટરી છે. સ્મિત ચાંગેલાને નિરોપથી રોગ છે. શારીરિક ક્ષતિ હોવાથી સ્મિતે રાઈટરની મદદથી પરીક્ષા આપી હતી. તેણે કહ્યુ કે, મેં આ પરીક્ષા રાઈટર થ્રુ આપી હતી. મારા રાઈટર તેજ માંકડિયાએ નિસ્વાર્થભાવે મારે મદદ કરી, આજે અમારા બેવની મદદ ફળી છે. 

તે કહે છે કે, આ આજે પરિણામની ખુશી વ્યક્ત કરી શકીતો નથી. મારા માતાપિતા, પરિવાર, સ્કૂલના શિક્ષકોને કારણે છું આ જગ્યાએ છું. મારી પાછળ ધોળકિયા સ્કૂલની મહેતન છે. મારા 700 માંથી 662 માર્કસ આવ્યા છે. આગામી સમયમાં હુ યુપીએસએસી અને જીપીએસસીની પરીક્ષા આપવાની મારી ઈચ્છા છે. હું આગળ જઈને વિકલાંગો અને દિવ્યાંગોની સેવા કરવા માંગુ છું. મારે દેશની સેવા કરવી છે. 

તેના પિતાએ કહ્યુ કે, તેનુ પરિણામ સ્કૂલ અને તેની માતાને કારણે આવ્યુ. તેની માતાએ તેના અભ્યાસ પર બહુ જ ધ્યાન આપ્યુ હતું. હુ સવારથી સાંજ સુધી મોરબી જ હોઉ છું, સ્મિતની જવાબદારી 90 ટકા તેના મમ્મી નિભાવે છે. તો કોરોમાં કેવી રીતે અભ્યાસ કરાવ્યો તે વિશે માતાએ કહ્યુ કે, મહેનત તો બધાની છે. તેના તમામ સાહેબોની છે. સ્મિત વિકલાંગ છે તે એક જ જગ્યાએ બેસીને અભ્યાસ કરે છે. તેથી તમામે તેની પાછળ બહુ મહેનત કરી. આગળ તે યુપીએસસીની તૈયારી કરશે. તેને કલેક્ટર થવુ છે. 

તો બીજી તરફ. રાજકોટના ધોળકિયા સ્કૂલનો વિદ્યાર્થી રાદડિયા મિત 99.99 પર્સન્ટાઈલ આવ્યા છે. સબ મર્શિબલ પમ્પ બનાવતા ભાવેશભાઈ રાદડિયાનો પુત્ર 99.99 પર્સન્ટાઈલ મેળવતા તેના પરિવારમાં ખુશી છવાઈ છે. તે આજે સવારે દાદા સાથે પરિણામ લેવા સ્કૂલે પહોંચ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news