Morbi ના ઝીંઝુડામાંથી ડ્રગ્સ મામલે ગુજરાત ATSને મોટી સફળતા, 120 કરોડનું વધુ 24 કિલો હેરોઇન મળ્યું...

દ્વારકાના જામકલ્યાણપુરના નાવદ્રા ગામે રહેતા અનવર ઉર્ફે અનુ પટેલીયા ઘરે દરોડો પાડ્યો હતો. જેની પાસેથી વધુ 24 કિલો હેરોઇન મળી આવ્યું હતું. જેની બજાર કિંમત આશરે 120 કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Morbi ના ઝીંઝુડામાંથી ડ્રગ્સ મામલે ગુજરાત ATSને મોટી સફળતા, 120 કરોડનું વધુ 24 કિલો હેરોઇન મળ્યું...

ઉદય રંજન/અમદાવાદ: ગુજરાત ATS એ મોરબીના ઝીંઝુડા માથે ડ્ર્ગ્સ મામલે વધુ એક મોટી સફળતા મળી છે. દ્વારકાના જામકલ્યાણપુરના નાવદ્રા ગામે રહેતા અનવર ઉર્ફે અનુ પટેલીયા ઘરે દરોડો પાડ્યો હતો. જેની પાસેથી વધુ 24 કિલો હેરોઇન મળી આવ્યું હતું. જેની બજાર કિંમત આશરે 120 કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. સાથે જ વધુ ત્રણ આરોપીઓની ધરપકડ પણ કરી છે. 

ગુજરાત એટીએસ દ્વારા હાલમાં જ મોરબીના ઝીંઝુડામાંથી પકડેલા 120 કિલો હેરોઇન કેસમાં વધુ તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવે છે. રાજસ્થાન અને જોડિયામાંથી પોલીસે વધુ 3 આરોપીઓની ધરપકડ કરી 24 કિલો વધારે હેરોઇન જપ્ત કર્યું છે. 

ઉલ્લેખનીય છે કે, અગાઉ ઝીંઝુડા કેસમાં ઝડપાયેલા 3 આરોપીઓ 12 દિવસના પોલીસ રિમાન્ડ પર છે ત્યારે ડ્રગ્સ સિન્ડિકેટ પાકિસ્તાનથી ઓપરેટ થઇ રહી હોવાનું પણ સામે આવ્યું છે. અત્રે નોંધનીય છે કે, પોલીસ ડ્રગ્સ અને તેના સૂત્રધારને કોઇ પણ ભોગે ઝડપી લેવા માટે પ્રતિબદ્ધ છે. ત્યારે આ તમામ ડ્રગ્સ પંજાબ મોકલવા નું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ મામલે લોરેન્સ બિશ્નોઈ ગેંગના ભારત ભૂષણ શર્મા ઉર્ફે ભોલા શૂટર અને અંકિત જાખડ રાજસ્થાનથી, ઈશા રાવ ના પુત્ર હુસેન રાવની જામનગરના જોડિયા થી ધરપકડ કરવા માં આવી છે જે ત્રણેય આરોપી ના કોર્ટે 10 દિવસના રિમાન્ડ પણ મંજુર કર્યા છે.

આ હેરોઈન કન્સાઈનમેન્ટની વધુ તપાસ તથા પકડાયેલ આરોપીઓની પૂછપરછ દરમ્યાન મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ સહિતના રાજ્યોમાં સક્રિય ડ્રગ્સ સ્મગલર્સની સંડોવણી ખૂલી હતી. આ હેરોઈન કન્સાઈનમેન્ટમાંથી 12 કિલો જેટલા હેરોઈનના જથ્થાની ડિલીવરી ઈકબાલ ઉર્ફે ઈકબાલ ડાડો ભંગારીયાએ રાજસ્થાન ખાતે કુખ્યાત ડ્રગ માફીયા ભોલા શૂટરના માણસો નામે અંકિત જાખડ અને અરવિંદ યાદવનાઓને કરી હતી. 

ત્યારબાદ બાકીના ડ્રગ્સની ડીલીવરી માટે આ ઈકબાલ ડાડો રાજસ્થાન ખાતે ભોલા શૂટરના માણસો અંકિત જાખડ તથા અરવિદ યાદવને મળવા જવાનો હોવાની માહિતી મળી હતી, જે આધારે એ.ટી.એસ. ગુજરાતની ટીમ રાજસ્થાન ખાતે વોચમાં હતી, જે દરમ્યાન બે આરોપીઓ ઈકબાલ ઉર્ફે ઈકબાલ ડાડો ભંગારીયો અને અરવિંદકુમાર ચુનીલાલ યાદવ ઉર્ફ બિંદુને શિરોહી, રાજસ્થાન નજીકથી પકડી પાડવામાં આવ્યા છે.

ઉપરોક્ત પકડાયેલ આરોપીઓની પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું કે, ભોલા શૂટર કે જે હાલમાં ફરીદકોટ જેલમાં હોઈ તે અંકિત જાખડ, અરવિંદ યાદવ તથા અન્ય માણસો મારફતે ડ્રગ્સ રેકેટ ચલાવે છે તથા આ તમામ ડ્રગ્સની ડીલીવરી ભોલા શૂટરના માણસો અંકિત જાખડ તથા અરવિંદ યાદવે કરવાની હતી.ભારત ભૂષણ શર્મા, ઉર્ફે ભોલા શૂટર ઉપર રાજસ્થાન, પંજાબ તથા હરિયાણા સહિતના રાજ્યોમાં લૂંટ, હત્યા, ખંડણી વગેરે જેવા સંખ્યાબંધ ગુનાઓ નોંધાયેલ છે. અંકિત જાખડ તથા ભોલા શૂટર લોરેન્ઝ બિશ્નોઈ ગેંગના સક્રિય સભ્યો છે અને ભોલા શૂટર લોરેન્ઝ બિશ્નોઈનો ખાસ માણસ છે. 

આ ઉપરાંત ઉપરોક્ત ગુનામાં વોન્ટેડ આરોપી ઈશા રાવના પુત્ર હુસેન રાવ(જામનગર)નો પણ આ ગુનામાં સંડોવાયેલ હોવાથી તેની પણ જોડીયા ખાતેથી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ ડ્રગ્સ હેરાફેરી કરવા માટે આરોપીઓ એ એક ખાસ વાહન બનાવ્યું હતું જેમાં ડ્રગ્સ ની હેરાફેરી કરતા પોલીસે એ વાહનો પણ કબ્જે લેવા ની કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news