ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે મંચ પરથી ‘પત્ની’ વિશે એવું કંઈક કહ્યું કે બધા હસવા લાગ્યા

Gujarat BJP President CR Paatil Statement : ગીર સોમનાથમાં એક કાર્યક્રમ દરમિયાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કહ્યું કે, તેઓ પોતાની પત્નીને સ્ટેજ પર બોલાવતા ડરે છે. હકીકતમાં દરેક પુરુષ પોતાની પત્નીથી ડરે છે

ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે મંચ પરથી ‘પત્ની’ વિશે એવું કંઈક કહ્યું કે બધા હસવા લાગ્યા

Gujarat Poltics : ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ હાલમાં ગીર સોમનાથના એ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જ્યાં ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે મંચ પરથી પત્ની વિશે એવું કંઈક કહ્યું કે બધા હસવા લાગ્યા. સી.આર પાટીલે પોતે અને મુખ્યમંત્રી ભપેન્દ્ર પટેલ પણ પોતાના પત્નીથી ડરતા હોવાનો સ્ટેજ પરથી સ્વીકાર કર્યો હતો. આમ, આવું કહેતા જ કાર્યક્રમમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.

લોકસભાની ચૂંટણી પહેલાં સીઆર પાટીલ ગુજરાત ભરમાં અલગ અલગ જગ્યાએ કાર્યક્રમો કરી રહ્યાં છે. આ દરમિયાન આજે સોમનાથમાં એક ખાનગી હોસ્પિટલના લોકાર્પણ સમયે પાટીલે કોંગ્રેસના નેતાને જાહેર મંચ પરથી ભાજપમાં જોડાવવાનું આમંત્રણ આપ્યું હતું. પરંતુ આ મંચ પર સીઆર પાટીલે એક અનોખું નિવેદન પણ આપ્યુ હતું. તેમના નિવેદનથી બધા હસવા લાગ્યા હતા. સ્ટેજ પર તેમની સાથે માયાભાઈ આહિર પણ હતા. દરમિયાન સી.આર પાટીલે પોતે અને મુખ્યમંત્રી ભપેન્દ્ર પટેલ પોતાના પત્નીથી ડરતા હોવાનો સ્ટેજ પરથી સ્વીકાર કર્યો હતો.

સી.આર પાટીલે સ્ટેજ પરથી માયાભાઈ આહીરને લઈને કહ્યું કે, તેઓ પોતાની પત્નીને સ્ટેજ પર બોલાવતા ડરે છે. હકીકતમાં દરેક પુરુષ પોતાની પત્નીથી ડરે છે. મુખ્યમંત્રીને ડરતા પણ મેં જોયા છે, હું પણ મારી પત્નીથી ડરું છું. સ્ટેજ પર ભાજપ પ્રદેશ પ્રમુખના આ મસ્તીભર્યા હળવા અંદાજથી ખૂદ મુખ્યમંત્રી સ્ટેજ પર ખળખળાટ હસી પડ્યા હતા. પહેલીવાર જાહેર કાર્યક્રમમાં સી.આર પાટીલ આવા મસ્તીભર્યા અંદાજમાં જોવા મળ્યા હતા. જેમાં કાર્યકર્તાઓનો ક્લાસ લેતા દરમિયાન મજાક કરતા બધાને હસાવ્યા હતા.

ભાજપ અધ્યક્ષના આવા નિવેદનથી માયાભાઈ આહીર અને સીએમ ભૂપેન્દ્ર પટેલ ખડખડાટ હસી પડ્યા હતા. તો કાર્યક્રમાં બેઠેલા સૌ કોઈ પોતાનુ હસવુ રોકી શક્યા નહોતા. 

અમરીશ ડેરને આપ્યું ભાજપમાં આવવાનુ આમંત્રણ
સી આર પાટીલ મંચ પર બિરાજમાન નેતાઓનું સ્વાગત કરી રહ્યાં હતા એ સમયે અમરીશ ડેરનું નામ આવતાં જ તેમણે ડેરનું નામ લીધા વિના  જેના માટે બસમાં રૂમાલ રાખીને જગ્યા રાખી હતી, બસ ચૂકી ગયા એવા મારા ભાઈ અમરીશ ડેર કહીને સંબોધન કર્યું હતું. આ સાથે એમ પણ ભારપૂર્વક કહ્યું હતું કે, મારો મિત્ર છે એને હાથ પકડીને ભાજપમાં લાવવાનો જ છું. આમ જાહેરમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કોંગ્રેસના નેતા અમરીશ ડેરને ભાજપમાં જોડાવવાનું આમંત્રણ આપતાં રાજુલાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આ પહેલીવાર નથી આ પહેલાં પણ પાટીલ જાહેરમાં આ પ્રકારનું આમંત્રણ આપી ચૂક્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news